GSTR 3B માં નેગેટિવ ફિગર આપવાની છૂટ!!! પણ માત્ર ઈન્પુટ ટેક્સ ક્રેડિટ માટે!!!
તા. 18.02.2023: GSTR 3B માં નેગેટિવ એટ્લે કે “માઇનસ” માં રકમ મૂકી શકાશે તે અંગે જી.એસ.ટી. પોર્ટલ ઉપર અપડેટ મૂકવામાં આવ્યું છે. આમ, હવે કોઈ GSTR 3B માં માત્ર ક્રેડિટ નોટ દ્વારા નેગેટિવ રકમ આવતી હશે તો પણ કરદાતા આ નેગેટિવ રકમ સાથે પોતાનું 3B ભરી શકશે. આ સુધારો કર્યા બાદ હાલ, જે નેગેટિવ રકમ GSTR 3B ની કૉલમ 4(B) માં આવતી હતી તે રકમ હવે 4(A) માં દર્શાવવાની રહેશે. GSTR 2B ઉપરથી ઓટો પોપુલેટ થતી રકમ પણ હવે GSTR 4A માં દર્શાવાશે. આ સુધારા બાબતે વાત કરતાં ટેક્સ ટુડે એકસપર્ટ અને જેતપુરના જાણીતા ટેક્સ એડવોકેટ લલિતભાઈ ગણાત્રા જણાવે છે કે, આ ફેરફારની કોઈ ખાસ અસર કે ફાયદો કરદાતાને મળશે નહીં કારણકે હાલ પણ રિવર્સલ દ્વારા આ રકમ નેગેટિવ રિપોર્ટ થઈ શકે છે. GSTR 3B માં આઉટપુટ ટેક્સ બાબતે નેગેટિવ રકમ અપલોડ થઈ શકે તે સગવડ કરદાતાને આપવી જરૂરી છે.” આઉટપુટ ટેક્સ રિપોર્ટિંગ બાબતે સગવડ કરદાતાને આપવામાં આવે તેવી માંગ કરદાતાઓમાં ઉઠવા પામી છે. ભવ્ય પોપટ, ટેક્સ એડવોકેટ