નેગેટિવ ITC રિપોર્ટ કરવા બાબતે આપવામાં આવી છૂટ!! પણ આઉટપુટમાં નેગેટિવ ફિગર માટે નથી હજુ કોઈ વિકલ્પ!! By Lalit Ganatra

Spread the love
Reading Time: < 1 minute

તા. 18.02.2023: જી.એસ.ટી. પોર્ટલ ઉપર ફરી એક ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર નેગેટિવ ફિગર સ્વીકારવાં અંગેનો છે. આપણે ખોટી આઇટીસી લીધી હોય કે ક્રેડિટ નોટ ના કારણે કે અન્ય કારણસર આઇટીસી ઘટાડવાની હોય તો આપણે તે પહેલાં ના 3બી માં પણ કરી શકતા હતા. જ્યારે કલેઇમ કરેલ આઇટીસી ઘટાડવાની થતી આઇટીસીથી ઓછી હોય તો પોર્ટલ તેને યુટીલાઇઝેશન વખતે નેગેટિવ ફીગર ના કારણે આઉટવર્ડ ના ટેક્ષની સાથે ઉમેરો કરી આપતું હતું જેથી આ નેગેટિવ એલાઉની ફક્ત મોટી જાહેરાત જ છે બીજો કશું ફાયદો મળવાનો નથી. ઉલ્ટા નું આ રીત ના અધ્ધવચ્ચે થી કરાતા ફેરફારો ના કારણે આકડા ક્યારે નેટ કર્યા ને ક્યારે અધરમા નાખી ઘટાડ્યા તેનો રેકોર્ડ રાખવો ખુબ જ મુશ્કેલ છે. ખરીદીની ક્રેડિટ નોટમાં એકાઉન્ટીગ ના સોફટવેર વારા પહેલાં થી જ એટલે કે 2017 થી જ્યારથી જીએસટી આવ્યો ત્યારથી 4A માં નેટ કરીને ફીગર આપતા પણ અધ્ધવચ્ચે ચાલુ વર્ષમાં 2બી ના ફીગર માં આવેલ ક્રેડિટ નોટ અધર માં આવવા લાગીને પછી એડવાઇસરી આવી તે મુજબ એકાઉન્ટીગ સોફ્ટવેર ફરી ચેન્જ કરી અધર માં ક્રેડિટ નોટ ની રીવર્સલ લઈ ગયા. હવે ફરી સુચના આવી cકે નેટ કરો.

ખરેખર GSTN સોફ્ટવેર ની ખામીઓ આપણને આ કસરત કરાવી રહ્યું છે. મુખ્ય મુદો કે જે આઉટવર્ડ સપ્લાય માં વેચાણ પરત કે વેચાણ ને લગતી ક્રેડિટનોટ GSTR1 માં અપલોડ કરી શકીએ છીએ પણ જો એ પીરીયડ માં અન્ય વેચાણ ના હોય અને આઉટવર્ડ 3B માં માઇનસ થાય તો તે આજના દીવસે પણ પોર્ટલ એલાઉ કરતું નથી. આમ, પોર્ટલ સગવડીયો ધર્મ ને અનુસરી રહ્યું છે.

આઇટીસીની ક્રેડિટ નોટના લીધે નેગેટિવ બાબતમાં પોતાને ટેક્ષ નો ફાયદો છે જ્યારે આઉટવર્ડ ની ક્રેડિટનોટ ના નેગેટિવ ના કારણે પોતાને નુકશાન છે જેમાં પોર્ટલ.સુધારો કરવા તૈયાર નથી. આ પ્રકારની બેવડી નીતિમાં સુધારો થાય તે ઇચ્છનીય છે. લલિત ગણાત્રા, ટેક્સ ટુડે, જેતપુર

error: Content is protected !!