GST કાયદા હેઠળ લાગુ થયા છે નવા ફોર્મ DRC-01B, DRC-01C અને DRC-01D: અધિકારીઓ માટે હથિયાર પરંતુ વેપારીઓ માટે બની શકે છે માથાનો દુખાવો!!

Spread the love
Reading Time: 2 minutes

 

 

 

By:Darshit Shah (Tax Advocate)
GST કાયદો આવ્યો ત્યારથી સરકાર કાયદામાં અવારનવાર ફેરફાર કરતી રહી છે. જેમાંથી એક મોટો સુધારો જે હમણાં નોટિફિકેશન No.38/2023 Central Tax, Dt 4th August 2023 તથા નોટિફિકેશન No.26/2022 ને ધ્યાને લઇ GST Portal પર કરવામાં આવ્યો છે. આ નોટિફિકેશન દ્વારા ઘણા સુધારાઓ કરવામાં આવ્યા છે. જે GST અધિકારી માટે તો હથિયાર રૂપ સાબિત થશે અને ઉપયોગી બનશે પરંતુ વેપારી માટે વધુ એક માથાનો દુઃખાવો બની શકે છે. આવા જ એક સુધારાને નિયમ 88C અંતર્ગત GST પોર્ટલ પર ઘણા વેપારીઓ ને DRC 01B માં ઇન્ટિમશન આપવામાં આવ્યા છે. જો વેપારી એ ફાઈલ કરેલા પત્રક માં GSTR 1 માં દર્શાવેલ વેરા ની જવાબદારી અને GSTR 3B માં દર્શાવેલ જવાબદારી વચ્ચેનો તફાવત નિર્ધારિત ટકાવારી કરતા વધારે છે, તો વેપારીઓને DRC 01B માં નિયમ 88C હેઠળ નોટિસ આપવામાં આવશે.

આ ઉપરાંત GST કાયદા માં વેપારીને ક્રેડિટ લેવાની જોગવાઈ કલમ 16 અને નિયમ 36(4) માં દર્શાવેલ જોગવાઈ મુજબ GSTR 2B માં દેખાતી હોય તેના થી વધુ ક્રેડિટ માંગવાનો હક્ક વેપારી પાસે નથી. તાજેતરના મહિનાઓમાં એવા અસંખ્ય કિસ્સાઓ છે જ્યાં GSTR-3B માં ખરેખર GSTR-2B માં ઉપલબ્ધ કરતાં વધુ ક્રેડિટનો દાવો કરવામાં આવ્યો છે. આ વિસંગતતાઓ ધ્યાને લઇ 11મી જુલાઈ 2023 ના રોજ યોજાયેલી GST કાઉન્સિલની 50મી બેઠકમાં નિયમ-88D અને ફોર્મ DRC-01C બનાવવાની ભલામણ કરવામાં આવી. આ ભલામણના આધારે CBIC એ નોટિફિકેશન નં.38/2023-સેન્ટ્રલ ટેક્સ દ્વારા નોંધપાત્ર ફેરફાર લાગુ કર્યો છે. તારીખ 4 ઓગસ્ટ, 2023. આ ફેરફાર નિયમ 88C  પછીના નિયમ 88D ની જોગવાઈ કરવામાં આવી છે.

GSTR 2B માં ઉપલબ્ધ ઇનપુટ ટેક્સ ક્રેડિટ કરતા GSTR 3B માંગેલ ઇનપુટ ટેક્સ ક્રેડિટ નિર્ધારિત ટકાવારી કરતાં વધુ હોય તો, DRC 01C માં નિયમો 88D હેઠળ વેપારીઓને એક નોટિસ આપવામાં આવશે. આ માટે વેપારીને ખુલાશો કે વધારે માંગેલ ટેક્સ પાછો ભરવા માટે માત્ર 7 દિવસ આપવામાં આવશે.

વધુમાં સરકાર એ Rule 59(6)(d) તથા Rule 59(6)(e) આમ બે નવા rule ની જોગવાઈ કરેલ છે જેથી આવેલ નોટિસ કે ઇન્ટિમશનનો જવાબ સમયસર આપવો જરૂરી છે. આ જવાબ ના આપવામાં આવે તો GSTR-1 નીચેના ફાઇલિંગ અમુક સમયગાળા માટે અવરોધિત કરવામાં આવશે અને DRC-01B તથા DRC-01C ના પાર્ટ B માં જવાબ રજૂ કર્યા પછી જ તેને આગળ ના GST Returns ફાઈલ કરવા દેવામાં આવશે.

આ ઉપરાંત, GST કાઉન્સિલે તેની 50મી બેઠકમાં CGST નિયમોમાં નિયમ 142B દાખલ કરવાની ભલામણ કરી હતી જેને પણ નોટિફિકેશન નો.38/2023 માં આવરી લેવામાં આવ્યો છે, જેથી CGST નિયમોના નિયમ 88C હેઠળ સૂચિત રકમના સંદર્ભમાં ટેક્સ અને વ્યાજની વસૂલાતની રીત પ્રદાન કરી શકાય અને જો તે બાકી રકમ ચૂકવવામાં આવી નથી અને તેના માટે જેનો કોઈ સંતોષકારક ખુલાસો નોંધાયેલ વ્યક્તિ દ્વારા આપવામાં આવ્યો નથી તેને નિયમ 142B અધિનિયમની કલમ 79 હેઠળ વસૂલ કરવા પાત્ર ચોક્કસ રકમના સંદર્ભમાં ટેક્સ અને વ્યાજની વસૂલાત ની નોટિસ DRC 01D દ્વારા વસુલાત કરાશે.

આ તમામ જોગવાઇઓ વેપારીઓ માટે ઘણી ગંભીર હોય તમામ વેપારીઓએ-કરદાતાઓએ આ અંગે સાવધાન રહેવું જરૂરી છે.

(લેખક અમદાવાદ ખાતે ટેક્સ એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરે છે. તેઓ ધ ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશનના કારોબારી સભ્ય છે)

error: Content is protected !!