સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 26.08.2023
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
Goods & Services Tax
- અમારા અસીલ ભાગીદારીમાં હોસ્પિટલ બનાવી રહ્યા છે. હોસ્પિટલ તૈયાર થઈ ગયા પછી તેઓ ડોક્ટર “હાયર” કરી હોસ્પિટલનું સંચાલન કરશે. આ હોસ્પિટલમાં ICU પણ હશે. આ ઉપરાંત મેડિકલ સ્ટોર પણ હશે. શું આ કિસ્સામાં જી.એસ.ટી. લાગુ થશે? શું આ બન્ને પ્રવૃતિઓ એક જ નોંધણી દાખલા હેઠળ આવરી શકાય? નિમેશ પરિખ, ટેક્સ કન્સલ્ટન્ટ, જુનાગઢ
જવાબ: હા, આપના અસીલ ICU ચલાવતા હોય અને સાથે મેડિકલ સ્ટોર પણ હોય, તેઓ જી.એસ.ટી. નોંધણી દાખલો લેવા જવાબદાર બને તેવો અમારો મત છે. આ બન્ને પ્રવૃતિ માટે એક જ રજીસ્ટ્રેશન હેઠળ સમાવેશ થઈ શકે તેવો અમારો મત છે.
- અમારા અસીલ હાલ GTA છે. તેઓએ GTA માટે RCM નો વિકલ્પ પસંદ કરેલ છે. હવે તેઓ GTA સાથે કપચી વેપાર પણ શરૂ કરી રહ્યા છે. આ ટ્રેડિંગ પણ આ જ જી.એસ.ટી. નંબરમાં થશે. હવે જે કપચીનું વેચાણ થશે તે ટ્રાન્સપોરટેશન સાથે બિલમાં દર્શાવવામાં આવશે. આમ, આ કંપોઝીટ સપ્લાય બનશે. અમારો પ્રશ્ન છે કે આવા સંજોગોમાં કંપોઝીટ સપ્લાય માટેની ITC સ:પ્રમાણ મળી શકે?
જવાબ: હા, આપના અસીલ દ્વારા કંપોઝીટ સપ્લાય કરપાત્ર હોય, તેના સપ્રમાણ ક્રેડિટ મળે તેવો અમારો મત છે.
- અમારા અસીલ પ્રિ-સ્કૂલ, ડે કેરની સેવા પૂરી પાડે છે. તેઓનું ટર્નઓવર 20 લાખથી વધુ છે. શું તેઓ જી.એસ.ટી. નોંધણી નંબર લેવા જવાબદાર બને? જો તેઓ જી.એસ.ટી. લેવા જવાબદાર બને તો ક્યાં દરે જી.એસ.ટી. લાગે? શું તેઓ 6% કંપોઝીશન માટે હક્કદાર બને? પ્રવીણભાઈ ખરેચા, ધંધુકા
જવાબ: પ્રિ સ્કૂલની સેવાઓ જી.એસ.ટી. હેઠળ CGST (રેઇટ) નોટિફિકેશન 11/2017, તા. 28.06.2017 ની એન્ટ્રી 66 હેઠળ કરમુક્ત બને. પરંતુ ડે કેરની સેવાને કરમુક્તિ મળે નહીં આ સવા કરપાત્ર હોય ટર્નઓવર 20 લાખથી ઉપર હોય જી.એસ.ટી. નોંધણી નંબર લેવાની જવાબદારી આવે તેવો અમારો મત છે. આ ડે કેરની સેવા ઉપર 18% ના દરે જી.એસ.ટી. લાગુ પડે તેવો અમારો મત છે. આ સેવા ઉપર કંપોઝીશનનો લાભ લઈ શકાય તેવો અમારો મત છે.
- અમારા અસીલ દ્વારા અન્ય વેપારીને માલ વેચાણ કરેલ છે. આ માલ વેચાણની રકમ ખરીદનાર ચૂકવે તેમ નથી. શું તેઓ ક્રેડિટ નોટ દ્વારા પોતાની ભરવાપાત્ર ટેક્સની રકમ ઓછી કરી શકે? અને જો તેઓ આ ક્રેડિટ નોટ દ્વારા માલ વેચાણ ઘટાડવામાં આવે તો તે ખરીદીની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે? નિલેષ બાલધા, ટેક્સ કન્સલ્ટન્ટ, રાજકોટ
જવાબ: ના, જી.એસ.ટી. હેઠળ આ પ્રકારના વ્યવહાર માટે જી.એસ.ટી.નો ઘટાડો કરતી ક્રેડિટ નોટ આપી શકાય નહીં તેવો અમારો મત છે.
- અમારા અસીલે નાણાકીય વર્ષ 2022-23 માં એકાઉન્ટન્ટ દ્વારા વેચાણ-ખરીદી ના બિલો બે વખત ઉમેરાઈ ગયા છે. હવે જ્યારે આ ભૂલ ખબર પડી ત્યારે સુધારો કરવા જઈએ છીએ ત્યારે આ સુધારો “નેગેટિવ ફિગર્સ” ઊભા કરે છે. આ “નેગેટિવ ફિગર્સ” GSTR 3B માં લેવા ડેટા નથી. હવે અમારી પાસે શું વિકલ્પ રહે છે? જગદીશભાઈ વ્યાસ, ટેક્સ કન્સલ્ટન્ટ, ડીસા
જવાબ: આ પ્રકારના કિસ્સામાં આપના દ્વારા આગામી નવેમ્બર મહિના સુધી ભરવામાં આવતા GSTR 3B માં રકમ ઘટાડતી જવાની રહે. આવી રીતે આ ખોટી નાંખવામાં આવેલ રકમ સરભર કરી શકાય તેવો અમારો મત છે.
ઇન્કમ ટેક્સ
- અમારા અસીલની ભાગીદારી પેઢી ફેબ્રુઆરીએ 2023 માં અસ્તિત્વમાં આવી છે. તેઓના ભાગીદારો દ્વારા માત્ર મૂડી સ્વરૂપે અમુક રકમ બેન્ક ખાતામાં જમા કરાવેલ છે. આ ઉપરાંત તેઓ એ દુકાનનું ભાડું ચૂકવેલ છે. આ સિવાય કોઈ વેચાણના વ્યવહારો કરેલ નથી. આવા કિસ્સામાં શું તેઓ માટે ઓડિટ કરાવવું જરૂરી છે? આ પેઢીને નાણાકીય વર્ષ 2022-23 માં નુકસાન થયેલ છે. શું ઓડિટ કરાવ્યા વગર ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકાય? પ્રવીણભાઈ ખરેચા, ધંધુકા
જવાબ: ના, આપના અસીલની ભાગીદારી પેઢીમાં કોઈ ટર્નઓવર થયેલ ના હોય તેઓ ઓડિટ કરાવવા જવાબદાર બને નહીં. હા, તેઓની પેઢીમાં નુકસાન થયેલ હોય આમ છતાં ઓડિટ કરાવ્યા વગર તેઓ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરી શકે છે તેઓ અમારો મત છે. હા, આ નુકસાન ઇન્કમ ટેક્સ રિટર્નની મુદત વીતી ગયા પછી ભરવામાં આવે તો નુકસાન બાદ મળી શકે નહીં.
ખાસ નોંધ
- જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.