વેપારીઓ તથા વકીલોએ નહીં થવું પડે રાજકોટ સુધી લાંબુ!! જુનાગઢ તથા ગાંધીધામને ફાળવવામાં આવી રાજ્ય જી.એસ.ટી. જોઇન્ટ કમિશ્નરની ઓફિસ

Spread the love
Reading Time: < 1 minute

જુનાગઢ ખાતે SGST-જોઇન્ટ કમિશ્નર 11 ની ઓફિસ તથા SGST ગાંધીધામ ખાતે SGST જોઇન્ટ કમિશ્નર-12 ની ઓફિસ થશે કાર્યરત

તા. 10.11.2021: રાજ્ય જી.એસ.ટી. હેઠળ ઓફિસ કાર્યક્ષેત્રમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર અનુસાર હાલ રાજકોટ ખાતે જ જોઇન્ટ કમિશ્નરની કચેરી કાર્યરત હતી તેના સ્થાને હવે રાજકોટ ઉપરાંત જુનાગઢ તથા ગાંધીધામ ખાતે પણ આ ઓફિસો કાર્યરત કરવામાં આવી છે. આ અંગેની જાહેરનામું 09.11.2021 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. હવે જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લો તે નવી સ્થપાયેલ જોઇન્ટ કમિશ્નર જુનગઢ વિભાગ 10 હેઠળ આવશે જ્યારે કચ્છ તથા મોરબી જિલ્લો તે નવી સ્થપયેલી જોઇન્ટ કમિશ્નર ગાંધીધામ-વિભાગ 12 હેઠળ આવશે. જો કે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનો વિસ્તારને હજુ પણ જૂની ઓફિસ જોઇન્ટ કમિશ્નર રાજકોટ વિભાગ 10 હેઠળ જ રાખવામા આવી છે. જોઇન્ટ કમિશ્નર અપીલનું કાર્યક્ષેત્ર તે નવી સ્થપયેલી જુનાગઢ તથા ગાંધીધામમાં પડતાં કરદાતાઓ માટે હજુ પણ રાજકોટ જ રહેશે. આ નવી સ્થપાયેલ બંને જોઇન્ટ કમિશ્નરના તબાના વેપારીઓ માટે અપીલનું કાર્યક્ષેત્ર સંયુક્ત રાજ્ય વેરા કમિશ્નર, વિવાદ-2 રાજકોટ રહેશે.

નવી સ્થપાયેલ જોઇન્ટ કમિશ્નર જુનાગઢ તથા ગાંધીધામની કચેરી ના કારણે વેપારીઓ તથા ટેક્સ પ્રેકટિશનર્સના રાજકોટ સુધીના ધક્કા ઘટશે. જોઇન્ટ કમિશ્નર કચેરીનું સ્થળાંતર થતાં SGST ઓફિસ વિહોણા ગામો જેવા કે ઉના, કોડીનાર વગેરેમાં SGST ઓફિસ સ્થપાશે તેની આશા ઊભી થઈ છે. ઉલ્લેખનીય છે કે ઉના, કોડીનાર જેવા વિસ્તારો ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ છેવાડાના વિસ્તાર હોય ત્યાં રાજ્ય જી.એસ.ટી. ની ઓફિસ કાર્યરત કરવામાં આવે તેવી માંગ વર્ષોથી ઉઠી રહી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે. 

error: Content is protected !!