GST નંબર લેવાની પદ્ધતિમાં થયેલ ફેરફારની સરળ ભાષામાં સમજુતી

Spread the love
Reading Time: 2 minutes

By Prashant Makwana

  • પ્રસ્તાવના

GST અંતરગત RULE-8 માં સુધારો કરી ને આધાર ઓથેન્ટીકેસન કરવાની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. GST REGISTRATION માટે GST માં ગુજરાત રાજ્યમાં 07/11/2023 સુધી OTP BASE આધાર ઓથેન્ટીકેસન થતું હતું. 07/11/2023 થી ગુજરાત રાજ્યમાં બે પ્રકારે આધાર ઓથેન્ટીકેસન થાય છે.

  1.   OTP BASE આધાર ઓથેન્ટીકેસન
  2.   BIO-MATRIC BASE આધાર ઓથેન્ટીકેસન

આ આર્ટીકલમાં આપણે BIO-MATRIC BASE આધાર ઓથેન્ટીકેસનની સરળ ભાષામાં સમજુતી લેશું.

  • BIO-MATRIC BASE આધાર ઓથેન્ટીકેસન
  • ગુજરાત રાજ્યમાં બધીજ એપ્લીકેસન નું BIO-MATRIC આધાર ઓથેન્ટીકેસન થશે એવું નથી એપ્લીકેસન સબમીટ કર્યા પછી સીસ્ટમ દ્વારા રિસ્ક પેરામીટર ના આધારે નક્કી થશે કે એપ્લીકેસન નું BIO-METRIC આધાર ઓથેન્ટીકેસન કરવું છે કે નહિ. જે એપ્લીકેસન BIO-METRIC આધાર ઓથેન્ટીકેસન માટે સિલેક્ટ નથી થતી તેનું OTP BASE આધાર ઓથેન્ટીકેસન થશે.
  • હવે એવો એક પ્રશ્ન થાય કે આપણને ખબર કેવી રીતે પડશે કે BIO-MATRIC આધાર ઓથેન્ટીકેસન કરવું કે OTP BASE આધાર ઓથેન્ટીકેસન કરવું?
  • એપ્લીકેસન સબમીટ કર્યા પછી જો BIO-MATRIC આધાર ઓથેન્ટીકેસન નો ઈ-મેઈલ આવે તો BIO-MATRIC આધાર ઓથેન્ટીકેસન કરવાનું.
  • એપ્લીકેસન સબમિટ કર્યા પછી જો OTP BASE આધાર ઓથેન્ટીકેસન નો ઈ-મેઈલ આવે તો OTP BASE આધાર ઓથેન્ટીકેસન કરવાનું.
  • OTP BASE આધાર ઓથેન્ટીકેસન કેવી રીતે કરવું તેનો આપણને ખ્યાલ જ છે.

 

  • હવે આપણે એ જોસુ કે BIO-MATRIC આધાર ઓથેન્ટીકેસન કેવી રીતે કરવું અને તેમાં કઈ બાબતનું ધ્યાનમાં રાખવું.
  • એપ્લીકેસન સબમીટ કર્યા પછી INTIMATION FOR BIO-MATRIC AADHAR AUTHENTICATION / DOCUMENT VERIFICATION આવો ઈ-મેઈલ આવશે.
  • આ ઈ-મેઈલ માં GST સુવિધા કેન્દ્રનું નામ, સરનામું અને કઈ તારીખ સુધીમાં BIO-MATRIC આધાર ઓથેન્ટીકેસન કરવાનું તે લખેલું હશે. આ ઈ-મેઈલ ની અંદર એક લીંક હશે તેના પર ક્લિક કરી ને એપોઇન્ટમેન્ટ બુક કરવાની રહેશે.
  • BIO-MATRIC આધાર ઓથેન્ટીકેસન ની એપોઇન્ટમેન્ટ બુક થય ગયા પછી GST સુવિધા કેન્દ્ર ની મુલાકાત લય ત્યારે કઈ બાબતને ધ્યાનમાં લેવાની અને ક્યાં ડોક્યુમેન્ટ સાથે રાખવાના તે જોઈએ.
  1. એપોઇન્ટમેન્ટ બુક થાય ત્યારે BOOKING CONFORMATION ની સ્ક્રીન આવશે તેમાં BOOKING ID લખેલું હશે. તેથી જયારે આપણે GST સુવિધા કેન્દ્રની મુલાકાત લય ત્યારે BOOKING ID ના સ્ક્રીન શોટ ની સોફ્ટ કોપી અથવા હાર્ડ કોપી સાથે રાખવી.
  2. એપ્લીકેસન સબમીટ કર્યા પછી INTIMATION FOR BIO-MATRIC AUTHENTICATION / DOCUMENT VERIFICATION નો જે ઈ-મેઈલ આવ્યો છે તેની એક સોફ્ટ કોપી અથવા હાર્ડ કોપી સાથે રાખવાની રહેશે.
  3. એપ્લીકાન્ટ ના ઓરીજીનલ આધાર કાર્ડ અને ઓરીજીનલ પાન કાર્ડ સાથે રાખવાના રહેશે.
  4. એપ્લીકેસન સમયે આપણે જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલ છે તે બધાજ ડોક્યુમેન્ટ ઓરીજીનલ સાથે રાખવાના રહેશે.
  • ઉપર મુજબ ના ડોક્યુમેન્ટ સાથે રાખી ને આપને GST સુવીધા કેન્દ્રની મુલાકાત લેશું ત્યારે સૌપ્રથમ આપનું એક ટોકન જનરેટ થશે ત્યાર પછી ટોકન મુજબ વારો આવશે અને ઓફિસર દ્વારા BIO-MATRIC AUTHENTICATION અને DOCUMENT VERIFICATION કરવામાં આવશે.
  • BIO-MATRIC AUTHENTICATION અને DOCUMENT VERIFICATION સફળતા પૂર્વક થયા બાદ ARN નંબર જનરેટ થશે.
  • GST નંબર લેવાની પદ્ધતિમાં થયેલ ફેરફારને કારણે બોગસ GST REGISTRATION ને રોકવા અને ટેક્ષ ચોરીને રોકવા માટે ફાયદા કારક થશે પરંતુ આ પદ્ધતિમાં જે સાચા કરદાતા છે તેમને તકલીફ પડશે એ પણ ચોક્કસ છે. હાલમાં ગુજરાત રાજ્યમાં BIO-MATRIC આધાર ઓથેન્ટીકેસન ના કેન્દ્ર બહુ ઓછા છે. તેથી નાના ગામના ટેક્ષ પેયર ને અંદાજીત મીનીમમ 60 થી 70 કિલોમીટરનું ટ્રાવેલિંગ કરી ને આધાર ઓથેન્ટીકેસન કરવા જવું પડે છે તેથી સાચા ટેક્ષ પેયર નો સમય વેડફાય છે. નજીકના ભવિષ્યમાં વધારે માં વધારે BIO-MATRIC આધાર ઓથેન્ટીકેસન માટે GST સુવિધા કેન્દ્ર શરુ થાય તો ટેક્ષપેયર ને પડતી મુશ્કેલી ને ઓછી કરી શકાય છે.
error: Content is protected !!