બજેટ 2024: કંપનીઓએ ઇનપુટ સેવા વિતરણ માટે ISD નંબર લેવો ફરજીયાત..By દર્શિત શાહ
Article by : Darshit Shah (Tax Expert)
તાજેતરમાં નાણામંત્રી દ્વારા રજુ કરવામાં આવેલા બજેટ 2024 માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) નિયમોમાં મુખ્ય ફેરફારો રજૂ કર્યા છે, જેમાંનો મુખ્યત્વે એક ફેરફાર ખાસ કરીને ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રિબ્યુટર (ISD) ને અસર કરે છે. 50મી અને 52મી GST કાઉન્સિલની બેઠકો દરમિયાન કરવામાં આવેલી ભલામણોથી ઉદ્દભવતા, આ સુધારાઓનો ઉદ્દેશ્ય મુખ્ય કાર્યાલય (HO) દ્વારા પ્રાપ્ત સેવાઓ માટે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) ના વિતરણને વિભાજીત કરવાનો છે જે HEAD OFFICE અને તેની શાખાઓ એટલેકે BRANCH OFFICE બંનેને આભારી છે. આ બજેટમાં CGST અધિનિયમ, 2017 ની કલમ ૨(૬૧) માં ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટર ની વ્યાખ્યામાં સુધારો કરવામાં આવ્યો છે. તથા CGST અધિનિયમ, 2017 ની કલમ 20 હેઠળ કેટલીક ઇનપુટ સેવાઓ માટે ISD પ્રક્રિયા માં ફરજીયાત પણે નંબર લેવાની જવાબદારી ઉપસ્થિત થશે.
ઉદાહરણ તરીકે સમજીયે તોહ ધારોકે તમારી બે પેઢી પ્રોપરાઈટર અંતર્ગત GST માં રેજિસ્ટરડ છે જેમાં થી એક પેઢી ગુજરાતમાં અમદાવાદમાં M/S ABC અને બીજી પેઢી મહારાષ્ટ્ર માં મુંબઈ માં M/S XYZ ના નામેં ધંધો કરે છે, બંને પેઢી સામાન્ય રીતે એક જ પાન નંબર અંતર્ગત રેજિસ્ટરડ છે. પરંતુ બંનેના બે અલગ-અલગ GST નોંધણી નંબર છે, હવે આ બંને પેઢી માર્કેટિંગ માટે કોઈ સેવા લે છે જેના માટે માર્કેટિંગ કંપની નું બિલિંગ ફક્ત M/S ABC પર કરવામાં આવે છે,જયારે માર્કેટિંગ માટે ની સેવા એટલેકે સર્વિસ નો લાભ બંને પેઢી એ લીધેલો છે, તોહ તેમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ નું વિતરણ કેવી રીતે થશે ?
GST કાયદા મુજબ, તે બંને પેઢી ને બે અલગ-અલગ એન્ટિટી તરીકે ગણવામાં આવશે કે જેઓ અલગ-અલગ GST નંબર ધરાવતી પેઢી છે પરંતુ એક જ PAN (Permanent Account Number) હેઠળ નોંધાયેલ છે. આનો અનિવાર્યપણે અર્થ એ થાય છે કે એક જ કંપનીની શાખાઓ એટલે કે બ્રાન્ચો વિવિધ રાજ્યોમાં અથવા તો એક જ રાજ્યની અંદર કાર્યરત છે, જ્યારે તેઓ એક જ PAN ધરાવે છે, જો તેમની પાસે અલગ GST નોંધણી હોય તો GST હેતુઓ માટે અલગ એન્ટિટી ગણવામાં આવશે.
હવે સમજીએ GST કાયદામાં ISD ની ભૂમિકા શું છે?
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાયદામાં ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રિબ્યુટર (ISD) ની ભૂમિકા એટલે કે, વિવિધ શાખાઓ અથવા સમાન PAN હેઠળ નોંધાયેલ અલગ-અલગ એન્ટિટીઓમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ નું યોગ્ય વિતરણ કરવું. એવું ગણી શકાય કે ISD એ આવશ્યકપણે સપ્લાયરની મુખ્ય ઑફિસ છે જે ઇનપુટ સેવાઓ માટે ટેક્સ ઇન્વૉઇસ મેળવે છે અને સંબંધિત સેવાઓની ITC વિવિધ પ્રાપ્તકર્તાઓમાં વહેંચે છે. આવી સેવા એટલેકે સર્વિસીસ પ્રાપ્તકર્તાઓ સમાન PAN (Distinct Persons) અથવા સંપૂર્ણ રીતે સ્વતંત્ર અલગ-અલગ GST નંબર ધરાવતી એક જ કંપનીની શાખાઓ હોઈ શકે છે.
બજેટ ૨૦૨૪ માં સૂચિત કરેલા સુધારા ને સંદર્ભે જો કોઈ પણ હેડ ઓફિસ અથવા તોહ બ્રાન્ચ ઓફિસ કોમન સર્વિસીસ એટલેકે સેવા ની ઇનપુટ ટેક્સ ક્રેડિટ પ્રાપ્ત કરે છે તોહ તેમને ISD તરીકે રેજિસ્ટર થવું CGST ની કલમ 24 અંતર્ગત ફરજીયાત બનશે. જેમાં CGST ની કલમ 9 ની પેટા કલામ 3 તથા 4 માં દર્શાવેલ રિવર્સ ચાર્જ એટલે કે RCM અંતર્ગત કોમન સેવાઓ ની ઇનપુટ ટેક્સ ક્રેડિટ નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
અગાઉ આવા વ્યવહાર હોય ત્યારે ક્રોસ ચાર્જ થકી સપ્લાય ઓફ સર્વિસ દર્શાવામાં આવતી હતી , જે હવે બજેટ માં સૂચિત કરેલા સુધારા ને સંદર્ભે ISD તરીકે રેજીસ્ટ્રેશન લેવું ફરજીયાત બનશે, જેમાં મુખ્યત્વે કોમન ક્રેડિટ સર્વિસીસ ને નિયમ મુજબ વહેચવાની રહેશે જેમાં કંપની દ્વારા કોમન ક્રેડિટ ની સેવાઓ જેવી કે AMC સર્વિસીસ, સોફ્ટવેરે સર્વિસીસ , ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સર્વિસીસ, એડવોકેટે ફીસ પર ભરેલો RCM, GTA સર્વિસીસ, સેક્યુરીટી સર્વિસીસ વગેરે ISD રેજીસ્ટ્રેશન લઇ GST પોર્ટલ ના માધ્યમ થી નિયમ મુજબ રીટર્ન ભરીને ડિસ્ટ્રીબ્યુટ કરવાની રહેશે.
બજેટ 2024 માં રજૂ કરવામાં આવેલા GST સુધારાઓ કંપનીઓને તેમની તમામ શાખાઓમાં સેવાઓ માટે ITCનું સંચાલન અને વિતરણ કેવી રીતે કરવું જોઈએ તેમાં નોંધપાત્ર ફેરફાર દર્શાવે છે. ચોક્કસ પરિસ્થિતિઓ માટે ISD નોંધણી નંબર ફરજિયાત બનાવીને, સરકારનો હેતુ GST અનુપાલનને વ્યવસ્થિત કરવાનો અને કરની આવકનું ન્યાયી વિતરણ સુનિશ્ચિત કરવાનો છે.
(લેખક અમદાવાદ ખાતે ટેક્સેશન ઉપર પ્રેક્ટિસ કરે છે અને તેઓ નિયમિત રીતે ટેક્સ ટુડેમાં પોતાના લેખ પ્રકાશિત કરે છે)