જેની પાસેથી માલની ખરીદી કરી છી તે વ્યક્તિએ GST ટેક્ષ ન ભર્યો હોય ત્યારે ઈનપુટ ટેક્ષ રિવર્સ કરવાના નવા નિયમની સરળ સમજુતી.

Spread the love
Reading Time: 2 minutes

તારીખ : 10/01/2023

 

 

 

 

By Prashant Makwana

  • પ્રસ્તાવના

GST માં નોધાયેલ કરદાતા GSTR-3B દ્વારા ઈનપુટ ટેક્ષ ક્રેડીટ ક્લેમ કરે છે અને ટેક્ષ ભરે છે. GST માં નોંધાયેલા  કરદાતા GSTR-3B માં એવા બીલ ની ઈનપુટ ટેક્ષ ક્રેડીટ ક્લેમ કરી શકે છે કે જે બીલ જેની પાસેથી માલ ની ખરીદી કરી છે તે વ્યક્તિ એ GSTR-1 અથવા IFF મારફતે GST પોર્ટલ પર અપલોડ કર્યા  હોય. ઘણી વખત એવું બનતું હોય છે કે GST માં નોંધાયેલ વ્યક્તિ જેની પાસેથી માલની ખરીદી કરી છે તે વ્યક્તિ એ GSTR-1 અથવા IFF ફાઈલ કરે છે પરંતુ GSTR-3B ફાઈલ નથી કરતા તેથી ગવર્મેન્ટ ને ટેક્ષ નથી મળતો અને જે વ્યક્તિ એ માલની ખરીદી કરી છે તે ઈનપુટ ટેક્ષ ક્રેડીટ ક્લેમ કરી લે છે. આવા સંજોગો માં ગવર્મેન્ટ ને રેવન્યુ લોસ નો થાય તે માટે GST માં RULE-37A ઉમેરવામાં આવ્યો છે. જે SECTION-16(2)(C) ને અનુસરવા માટે છે. આ આર્ટીકલ માં આપણે RULE-37A ની સરળ ભાષામાં સમજુતી આપવામાં આવી છે.

  • RULE-37A 
  1. GST માં નોંધાયેલ વ્યક્તિ GSTR-3B માં જેની પાસેથી માલની ખરીદી કરે છે તે વ્યક્તિ GSTR-1 અથવા IFF દ્વારા જે ઇન્વોઇસ અપલોડ કર્યા હોય તેની ઈનપુટ ટેક્ષ ક્રેડીટ ક્લેમ કરે છે. જે નાણાકીય વર્ષ નું બીલ હોય તે નાણાકીય વર્ષ પૂરું થાય ત્યાર પછીના 30 સપ્ટેમ્બર સુધીમા જે વ્યક્તિ પાસેથી માલ ની ખરીદી કરી છે તે વ્યક્તિ GSTR-3B ફાઈલ નો કરે તો GST માં નોંધાયેલ વ્યક્તિ એ તે ઈનપુટ ટેક્ષ ક્રેડીટ ક્લેમ 30 નવેમ્બર સુધીમા જે GSTR-3B ફાઈલ થાય તેમાં રીવર્સ કરવાની રહેશે.

ઉદાહરણ :

  • ABC LTD એ તારીખ 05/01/2023 ના રોજ 10000/- રૂપિયાના માલની  18 % ના GST ના દરે XYZ LTD. પાસેથી ખરીદી કરેલ છે.
  • તેથી XYZ LTD. તેના જાન્યુઆરી -2023 ના GSTR-1 અથવા IFF માં તે બીલ અપલોડ કરશે.
  • ABC LTD. જાન્યુઆરી -2023 ના મહિના મા GSTR-3B માં તે ઈનપુટ ટેક્ષ ક્રેડીટ ક્લેમ કરશે.
  • XYZ LTD. જો 30-સપ્ટેમ્બર-2023 સુધીમાં જો  જાન્યુઆરી-2023 ના મહિનાનું GSTR-3B ફાઈલ નો કરે તો ABC LTD 30-નવેમ્બર-2023  સુધી માં જે  GSTR-3B ફાઈલ કરવામાં આવે તેમાં આ ઈનપુટ ટેક્ષ ક્રેડીટ રિવર્સ કરવી પડશે.
  1. GST માં નોંધાયેલ વ્યક્તિ 30 નવેમ્બર સુધીમાં ઈનપુટ ટેક્ષ ક્રેડીટ રિવર્સ નો કરે તો ત્યાર પછી SECTION 50 મુજબ વ્યાજ સાથે રિવર્સ કરવાની રહેશે.
  • ઉપરના ઉદાહરણ માં જો XYZ LTD. 30 નવેમ્બર 2023 સુધીમાં ITC રિવર્સ નો કરે તો ત્યાર પછી SECTION 50 મુજબ વ્યાજ સાથે ITC રિવર્સ કરવાની રહેશે.
  1. GST માં નોંધાયેલ વ્યક્તિ એ જેની પાસેથી માલની ખરીદી કરે છે તે વ્યક્તિ ત્યાર પછી જયારે તે GSTR-3B ફાઈલ કરે ત્યારબાદ તે ઈનપુટ ટેક્ષ ક્રેડીટ પાછી ક્લેમ કરી શકશે.
  • ઉપરના ઉદાહરણમાં XYZ LTD. જાન્યુઆરી-૨૦૨૩ ના મહિના નું GSTR-3B ડીસેમ્બર-2023 માં ફાઈલ કરે તો ABC LTD ડીસેમ્બર-2023 ના GSTR-3B માં ઈનપુટ ટેક્ષ ક્રેડીટ પાછી ક્લેમ કરી શકશે.

આ નિયમ મુજબ દરેક વેપારી એ ચેક કરતુ રહેવું પડશે કે જેની પાસેથી માલની ખરીદી કરી છે, તે વેપારીએ GSTR-3B ફાઈલ કર્યા છે કે નહિ, અને જો GSTR-3B ફાઈલ નો કર્યા હોય તો તેની ઈનપુટ ટેક્ષ ક્રેડીટ રીવર્સ કરવી પડશે. તેથી હવેથી દરેક વેપારી મિત્રો અને ટેક્ષ પ્રોફેશનલ નું કામ વધી જશે.

(લેખક દ્વારા આપવામાં આવેલ અભિપ્રાય વિષય ઉપર તેઓનો અંગત અભિપ્રાય છે.)

error: Content is protected !!