GST હેઠળ લાગુ થયું છે નવું FORM GSTR-1A. આ ફોર્મની સરળ ભાષામાં સમજુતી આપતો આ ખાસ લેખ વાંચો

Spread the love
Reading Time: 3 minutes

By પ્રશાંત મકવાણા

પ્રસ્તાવના :

નોટીફીકેશન નંબર 12/2024 સેન્ટ્રલ ટેક્ષ તારીખ 10/07/2024 ના રોજ FORM GSTR-1A જાહેર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી FORM GSTR-1 રીવાઈઝ કરવાની કોઈ સુવિધા હતી નહિ. GSTR-1 માં કોઈ ભૂલ થય ગય હોય અથવા કોઈ બીલ અપલોડ કરવાનું રહી ગયુ હોય તો તેના માટે FORM GSTR-1A જાહેર કરવામાં આવ્યું છે. આ આર્ટીકલમાં FORM GSTR-1A ની સરળ ભાષામાં સમજુતી આપવામાં આવી છે.

FORM GSTR-1A :

  • FORM GSTR-1A વૈકલ્પિક સુવિધા છે. FORM GSTR-1A ફાઈલ કરવું ફરજીયાત નથી.
  • FORM GSTR-1A ટેક્ષ પીરીયડ માટે એક જ વાર ફાઈલ થય શકશે.
  • FORM GSTR-1A ઓગસ્ટ-2024 થી પોર્ટલ પર લાઇવ થય ગયું છે અને તે જુલાઈ-2024 ના ટેક્ષ પીરીયડથી લાગુ પડશે.
  • FORM GSTR-1A માં આઉટપુટ ટેક્ષ લાયબીલીટીમાં જે વધારો કે ઘટાડો થશે તે જે ટેક્ષ પીરીયડનું FORM GSTR-1A ભર્યું છે તેજ ટેક્ષ પીરીયડના GSTR-3B માં ઓટો અપડેટ થય જશે.

ઉદાહરણ :

  • જુલાઈ 2024 ના ટેક્ષ પીરીયડ માટે FORM GSTR-1A ફાઈલ કર્યું હોય તો FORM GSTR-1A માં ટેક્ષ લાયબીલીટીમાં વધારો કે ઘટાડો થયો હોય તે જુલાઈ-2024 ના GSTR-3B માં ઓટોમેટીક અપડેટ થય જશે.
  • જે માલ કે સેવા રીસીવ કરે છે તેના GSTR-2B મા FORM GSTR-1A દ્વારા જે ફેરફાર થયો હોય તે જે ટેક્ષ પીરીયડ નું FORM GSTR-1A ફાઈલ કર્યું હોય ત્યાર પછીના ટેક્ષ પીરીયડ માં બતાવશે.

ઉદાહરણ :

  • જુલાઈ-2024 ના ટેક્ષ પીરીયડ માટે FORM GSTR-1A ફાઈલ કર્યું હોય તો ટેક્ષ લાયબીલીટીમાં વધારો કે ઘટાડો થયો હોય તો તે રીસીપ્ટન્ટને ઓગસ્ટ-2024 ના ટેક્ષ પીરીયડ નું GSTR-2B જનરેટ થશે તેમાં બતાવશે.
  • જે કરદાતા મંથલી GSTR -1 ફાઈલ કરે છે તે કરદાતા ને પોર્ટલ પર FORM GSTR-1A GSTR-1 ફાઈલ કરવાની છેલ્લી તારીખ

               અથવા

  • જે તારીખે GSTR-1 ફાઈલ કરવામાં આવે તે તારીખ આ બંને તારીખ માં જે તારીખ પછી આવે ત્યારથી બતાવશે.

GSTR-1 ફાઈલ કરવાની છેલ્લી તારીખ પછી GSTR-1 ફાઈલ કરવામાં આવે તો જયારે GSTR-1 ફાઈલ કરી ત્યારથી FORM GSTR-1A પોર્ટલ પર બતાવશે.

ઉદાહરણ :

  • મંથલી રીટર્ન ફાઈલ કરતા કરદાતા માટે જુલાઈ મહિનાનું GSTR-1 ફાઈલ કરવાની છેલ્લી તારીખ 11/08/2024 છે.
  • કરદાતા GSTR-1 15/08/2024 ના રોજ ફાઈલ કરે છે. FORM GSTR-1A 15/08/2024 ના રોજ GSTR-1 રીટર્ન ફાઈલ કર્યા પછી પોર્ટલ પર બતાવે.
  • કરદાતા GSTR-1 09/08/2024 ના રોજ ફાઈલ કરે છે તો FORM GSTR-1A 11/08/2024 ના રોજ પોર્ટલ પર બતાવશે.
  • જે કરદાતા ત્રીમાસીક GSTR -1 ફાઈલ કરે છે તે કરદાતાને પોર્ટલ પર FORM GSTR-1A GSTR-1 ફાઈલ કરવાની છેલ્લી તારીખ

               અથવા

  • જે તારીખે GSTR-1 ફાઈલ કરવામાં આવે તે તારીખ આ બંને તારીખ માં જે તારીખ પછી આવે ત્યારથી બતાવશે.

GSTR-1 ફાઈલ કરવાની છેલ્લી તારીખ પછી GSTR-1 ફાઈલ કરવામાં આવે તો જયારે GSTR-1 ફાઈલ કરી ત્યારથી FORM GSTR-1A પોર્ટલ પર બતાવશે.

ઉદાહરણ :

  • ત્રીમાષિક રીટર્ન ફાઈલ કરતા કરદાતા માટે જુલાઈ થી સપ્ટેમ્બર ૨૦૨૪ ના કવાટર નું GSTR-1 ફાઈલ કરવાની છેલ્લી તારીખ 13/10/2024 છે.
  • કરદાતા GSTR-1 15/10/2024 ના રોજ ફાઈલ કરે છે.FORM GSTR-1A 15/10/2024 ના રોજ GSTR-1 રીટર્ન ફાઈલ કર્યા પછી પોર્ટલ પર બતાવે.
  • કરદાતા GSTR-1 09/10/2024 ના રોજ ફાઈલ કરે છે તો FORM GSTR-1A 13/10/2024 ના રોજ GSTR-1 રીટર્ન ફાઈલ કર્યા પછી પોર્ટલ પર બતાવે.
  • જે કરદાતા ત્રીમાસીક GSTR-1 ફાઈલ કરે છે તે કરદાતા એ FORM GSTR-1A ત્રીમાષિક જ ફાઈલ કરી શકશે.
  • જે કરદાતા ત્રીમાસીક GSTR-1A ફાઈલ કરે છે તેમને ક્વાટર ના પહેલા અને બીજા મહિના માં FORM GSTR-1A પોર્ટલ પર બતાશે નહિ.
  • ટેક્ષ પીરીયડ નું GSTR-3B ફાઈલ કરી ત્યાં સુધી FORM GSTR-1A પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે.
  • રીસીપ્ટન્ટના GST નંબર માં ફેરફાર કરવાનો હોય કે સુધારો કરવાનો હોય તે GSTR-1A દ્વારા થય શકશે નહિ .
  • ટેક્ષ પીરીયડ માટે જે ટેક્ષ પીરીયડ નું GSTR-3B ફાઈલ કરી  ત્યાર પછી તેજ ટેક્ષ પીરીયડનું GSTR-1A ફાઈલ થય શકે નહિ.

ઉદાહરણ :

  • જુલાઈ-2024 ના ટેક્ષ પીરીયડ માટે જુલાઈ-2024 નું GSTR-3B ફાઈલ કરી ત્યાર પછી જુલાઈ 2024 નું GSTR-1A ફાઈલ કરી શકી નહિ.
  • GSTR-1 માં જો કોઈ સુધારો કરવાનો હોય તોજ GSTR-1A ફાઈલ કરવાનું હોય છે. NILL GSTR-1A ફાઈલ કરવાનું હોય નહિ.
  • GSTR-1A માં ફક્ત કરંટ ટેક્ષ પીરીયડ ના GSTR-1 માં કોઈ સુધારો કરવાનો હોય તો તે થય શકે. જુના ટેક્ષ પીરીયડ ના GSTR-1 માં જે રેકોર્ડ અપલોડ થયા હોય તેનું અમેંડમેન્ટ કરંટ GSTR-1 માં થય શકે નહિ. 

ઉદાહરણ :

  • જુન મહિના ના GSTR-1 માં કોઈ અમેન્મેડ કરવાનું હોય તો જુલાઈ મહિનાના GSTR-1A માં તેનું અમેંડમેન્ટ થય શકે નહિ.
  • GSTR-1A માં કોઈ ડેટા સેવ કરેલો હોય અને GSTR-1A ફાઈલ નો કર્યું હોય તો GSTR-3B ફાઈલ કરતા સમયે ERROR આવશે. એટલે સૌ પ્રથમ GSTR-1A ફાઈલ કરવું પડે અથવા GSTR-1A માં જે રેકોર્ડ હોય તે ડીલીટ કરવા પડે અથવા GSTR-1A રીસેટ કરવું પડે પછીજ GSTR-3B ફાઈલ થય શકશે.
  • GSTR-1A માં કોઈ ક્રેડીટ નોટ કે ડેબીટ નોટ એડ કરવી હોય તો તે કરી શકાશે.
  • GSTR-1A કોઈ પણ ટેક્ષ પીરીયડ માટે એક જ વાર ફાઈલ થય શકશે.

                GSTR-1A બહુ જ ઓછું ઉપયોગી થાય તેવું લાગુ રહ્યું છે કેમ કે GSTR-1A માં જે આઉટપુટ લાયબીલીટીમાં વધારો કે ઘટાડો થશે તે જે તે ટેક્ષપીરીયડ નું GSTR-1A ફાઈલ કર્યું હોય તેના GSTR-3B માં ઓટોમેટીક આવી જશે પરંતુ સપ્લાયરને કે જે માલ કે સેવા રીસીવ કરે છે તે રિસીવરને તેના GSTR-2B માં જે ટેક્ષ પીરીયડ નું GSTR-1A ફાઈલ કર્યું છે તેના પછીના પીરીયડ માં અવેઈલેબલ થશે જે એક રીતે યોગ્ય લાગતું નથી તેથી GSTR-1A નો ઉપયોગ મહદંશે બહુ ઓછો રહેશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે.

(લેખક થાનગઢ ખાતે ડાયરેક્ટ અને ઇંડાયરેક્ટ ટેક્સ ઉપર પ્રેક્ટિસ કરે છે અને ટેક્સ ટુડેના નિયમિત લેખક છે)

error: Content is protected !!