TDS ના પુરાવા વગર તેની ક્રેડિટ આપી શકાય નહીં: ITAT મુંબઈ
તા. 01.09.2022: ઇનકમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT), મુંબઈ બેન્ચે એક મહત્વનો આદેશ આપતા જણાવ્યુ હતું કે 26AS માં TDS ક્રેડિટ દર્શાવતી ના હોય ત્યારે TDS પ્રમાણપત્રની ગેરહાજરીમાં TDS ક્રેડિટનો દાવો માન્ય રાખી શકાય નહીં. કરદાતા DZ બેંક દ્વારા ભારતીય કરદાતાઓને લોન આપી હતી અને જેના વ્યાજ ચુકવણી માંથી લોન લેનારાઓએ TDS કપાત કરી હતી. આકારણી અધિકારીએ TDS ની રકમને નામંજૂર કરવામાં આવી હતી. આ નામંજૂરીનું કારણ એ હતું કે કરદાતાના 26 AS માં TDS દર્શાવતુ હતું નહીં. આ ઉપરાંત આકારણી દરમ્યાન કરદાતા TDS કપાત અંગે ફોર્મ 16A પણ રજૂ કરી શક્યા ના હતા. ભારતીય કરદાતા એવા લોન લેનારાઓએ ભારત અને જર્મની વચ્ચેના ડબલ ટેક્સેશન એવોઈડન્સ એગ્રીમેન્ટ (DTAA)ની કલમ 11 અનુસાર TDS કર્યા પછી વ્યાજની આવક ચૂકવી છે. કરદાતાના વકીલ પી.જે. પારડીવાલા/જીત કામદારે દલીલ કરી હતી કે તેને માત્ર ચોખ્ખી રકમ જ મળી છે, એટલે કે, TDS કપાત પછી જ રકમ તેઓને ચૂકવવામાં આવી છે. આમ, કરદાતાને TDS ક્રેડિટની મંજૂરી રાખવામા આવવી જોઈએ. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટના વકીલ, સોમેન્દુ કુમાર દાશે દલીલ કરી હતી કે કરદાતાએ આવકના ચુકવણીકાર દ્વારા કર કાપવામાં આવ્યો હોવાના કોઈ પુરાવા રજૂ કર્યા નથી અને આ મુદ્દાને આકારણી અધિકારીને TDS ક્રેડિટની મંજૂરી આપવા માટે ફરીથી આકારણી અધિકારીની ફાઇલમાં પુનઃસ્થાપિત કરવામાં આવી શકે છે. આવકના ચુકવણીકારે TDS કર્યો છે કે નહીં તેની ચકાસણી કર્યા પછી જ કાયદા અનુસાર TDS અંગે ક્રેડિટ આપી શકાય છે. ટ્રિબ્યુનલે અવલોકન કર્યું કે કરદાતાએ વ્યાજની આવકના સંદર્ભમાં ટીડીએસની રકમની કોઈ વિગતો પણ રજૂ કરી નથી. કરદાતાના ખાતામાં જમા થયેલી રકમને પ્રતિબિંબિત કરવા માટે કરદાતા પક્ષકારોના ચોપડામાં કરદાતાએ આકારણીના ખાતાવહી ખાતાની કોઈ પ્રમાણિત નકલો પણ રજૂ કરી નથી. ઉપરોક્ત હકીકતો અને સંજોગો, વૈધાનિક જોગવાઈઓ અને ન્યાયિક દાખલાઓની પૃષ્ઠભૂમિમાં, અમે કર કપાત કરેલ સ્ત્રોતની ક્રેડિટ આપવાના આ મુદ્દાને આકારણી અધિકારીની ફાઇલને ચકાસણી માટે પુનઃસ્થાપિત કરવાનું યોગ્ય માનીએ છીએ. કોઈ પણ સંજોગોમાં પુરાવા વગર ઇન્કમ ટેક્સ ક્રેડિટ માન્ય રાખી શકાય નહીં. DZ બેન્ક ઈન્ડિયા વી. ડે. કમિશ્નર ઓફ ઇન્કમ ટેક્સ (ઇન્ટરનેશનલ ટેકસેશન) ના કેસમાં આ મહત્વનો આદેશ પસાર કરવામાં આવ્યો છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે