એડવાન્સ ટેક્સ ઉપરનું વ્યાજ આકારણી કરવામાં આવેલ આવક ઉપર નહીં પણ માત્ર રિટર્ન આવક ઉપર જ લાગુ પડે: મુંબઈ ઇન્કમ ટેક્સ ટ્રિબ્યુનલ

Spread the love
Reading Time: < 1 minute

તા. 28.01.2022: ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT), મુંબઈ બેન્ચે એક તેમની સમક્ષ ઉપસ્થિત એક કેસમાં આદેશ આપતા જણાવ્યું છે કે એડવાન્સ ટેક્સની ચૂકવણીમાં વિલંબ પર વ્યાજ માત્ર રિટર્નની આવક પર વસૂલવામાં આવી શકે છે. આકારણી કરેલી આવક પર એડવાન્સ ટેક્સ વ્યાજની જવાબદારી આવે નહીં. કેસની વિગતો જોઈએ તો કરદાતાએ અમેરિકાની કંપની છે. તે ડાયમંડ ગ્રેડિંગ અને ડાયમંડ ડોઝિયર તૈયાર કરવાના વ્યવસાયમાં રોકાયેલ છે. કરદાતાએ 30/11/2017 ના રોજ A.Y.2017-18 માટે તેની આવકનું રિટર્ન ફાઇલ કર્યું અને કુલ આવક રૂ. 597,75,36,450/- જાહેર કરી. બાદમાં 30/11/2018 ના રોજ રિવાઈઝ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યું હતું જેમાં કુલ આવક રૂ. 348,35,96,480/- જાહેર કરવામાં આવી હતી. કરદાતા GIA જૂથની કંપનીઓમાંની એક છે, જે જેમ્સ અને ડાયમંડ ગ્રેડિંગ અને રત્ન ઓળખ ઉદ્યોગનું વિશ્વસનીય નામ છે અને તેને રત્નવિજ્ઞાનમાં એક સત્તા તરીકે ગણવામાં આવે છે. લાગુ આકારણી હેઠળના વર્ષ દરમિયાન, કરદાતાએ ભારતમાં તેના સંલગ્ન સાહસો એટલે કે GIA ઈન્ડિયા લેબોરેટરી પ્રા. લિ.ને ડાયમંડ ગ્રેડિંગ સેવાઓ પ્રદાન કરી છે. આવકવેરા વિભાગે કરદાતા પર આવકવેરા કાયદાની કલમ 234C હેઠળ વ્યાજ લાદ્યું હતું. કરદાતાએ અધિનિયમની કલમ 234C હેઠળ વ્યાજની વસૂલાત પર વાંધો ઉઠાવ્યો હતો અને એવી દલીલ કરી હતી કે આવકવેરા વિભાગ દ્વારા રિટર્નની આવક ઉપર વ્યાજ લગાડી શકાય પરંતુ આકારણીમાં રિટર્નથી વધુ જે આવક ઉમેરવામાં આવી હોય તેના ઉપર વ્યાજ વસૂલવાપાત્ર નથી. કરદાતાની આ દલીલ માન્ય રાખી એડ્વાન્સ ટેક્સના વ્યાજની ફરી ગણતરી કરવા કેસ અધિકારીને રિમાન્ડ કરવામાં આવ્યો હતો.  ઇન્કમ ટેક્સ ટ્રિબ્યુનલ દ્વારા આદેશમાં જણાવ્યુ હતું કે 234C હેઠળ વ્યાજ માત્ર રિટર્નની આવક પર જ વસૂલવામાં આવશે અને આકારણી કરેલ આવક પર નહીં. ટ્રિબ્યુનલ દ્વારા ખાસ  નોંધવામાં આવ્યું હતું કે આ મુદ્દા ઉપર કાયદો ખૂબ જ સારી રીતે સેટલ છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

error: Content is protected !!