માલ ઉતારવામાં આવતો હોય તે દરમ્યાન ઇ વે બિલની વેલીડીટી પૂર્ણ થઈ ગઈ હોય તો પણ દંડ કરી શકાય નહીં: કર્ણાટક હાઇકોર્ટ
Reading Time: 2 minutes
Important Case Laws with Tax Today
હેમંત મોટર્સ વી. કર્ણાટક રાજ્ય અને અન્ય
રિટ પિટિશન નંબર 3337/2020
ઓર્ડર તા. 20.11.2020
કેસના તથ્યો:
- કરદાતા TVS મોટર્સના વિક્રેતા હતા અને જી.એસ.ટી. કાયદા હેઠળ નોંધાયેલ હતા.
- તેઓએ થોક વિક્રેતા (હોલસેલર) પાસેથી 31.12.2018 ના રોજ ટેક્સ ઇંવોઇસ ઉપર માલની ખરીદી કરેલ હતી.
- આ માલ હોસુર, તામિલનાડુથી રવાના કરવામાં આવ્યો હતો.
- માલ યેલહંકા, બેંગલુરુ ડિલિવરી થાય તે માટે રવાના કરવામાં આવ્યો હતો.
- માલ વહન સાથે ઇંવોઇસ તથા ઇ વે બિલ પણ હતું.
- ઇ વે બિલ 1.1.2019 સુધી વૈધ (વેલીડ) હતું.
- જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા ધંધાના સ્થળની સ્થળ તપાસ કરવામાં આવી હતી. સ્થળ તપાસના સમયે પણ ઉપરની ડિલિવરી લઈ આવેલ ટ્રક ખાલી થઈ શક્યો હતો નથી.
- 07.01.2019 ના રોજ સ્થળ તપાસની નોટિસ આપવામાં આવી હતી અને 08.01.2019 ના રોજ આ અંગે ડિમાન્ડ પણ આપી દેવામાં આવી હતી.
- 07.01.2019 ના ડિમાન્ડ આદેશ સામે કરદાતા દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી. આ અપીલ 28.11.2019 ના રોજ અપીલ અધિકારી દ્વારા નામંજૂર કરવામાં આવી હતી.
- આ આદેશ સામે કરદાતા દ્વારા હાઇકોર્ટમાં રિટ કરવામાં આવી હતી.
કરદાતા તરફે દલીલ:
- જ્યાં સુધી માલ વહન થઈ રહ્યો હતો ત્યાં સુધી ઇ વે બિલ વૈધ (વેલીડ) હતું.
- માલ 01.01.2019 ના રોજ પહોચી ગયો હતો.
- માલ 01.01.2019 ના બદલે 02.01.2019 ના રોજ અનલોડ કરવામાં આવ્યો હતો.
જી.એસ.ટી. ડિપાર્ટમેંટ તરફે દલીલ:
- જ્યારે સ્થળ તપાસ થઈ ત્યારે માલ અનલોડ થયો નહતો અને આથી ઇ વે બિલ વેલીડ ના હોય, ઇ વે બિલના નિયમોનો ભંગ ગણાય.
કોર્ટનો ચુકાદો:
- કરદાતા દ્વારા જણાવાયું હતું કે માલ 01.01.2019 ના રોજ ખરીદનારના સ્થળ ઉપર પહોચી ગયો હતો. આ બાબતે કોઈ તકરાર જી.એસ.ટી. ડિપાર્ટમેંટ વતી કરવામાં આયો નથી.
- આમ, માલ જ્યારે ખરીદનારના ધંધાના સ્થળ ઉપર પહોચી ગયો ત્યારે આ ઇ વે બિલ વેલીડ હતું.
- માલ ક્યાય આગળ જતો ન હતો અને અનલોડ થતો હતો કે થવાનો હતો.
- આ બાબત અપીલ અધિકારીએ ધ્યાને લેવી જરૂરી હતી.
- આ સમયે નિયમ જી.એસ.ટી. નિયમોના નિયમ 138(10) પણ ધ્યાને લેવો જરૂરી બને છે.
- જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા કરવામાં આવેલ 08.01.2019 નો આદેશ તથા અપીલ અધિકારી દ્વારા કરવામાં આવેલ 28.11.2019 નો આદેશ રદ્દ કરવા ઠરાવવામાં આવે છે.
(સંપાદક નોંધ: ક્યારેક માલ ખરીદનાર પાસે પહોચી જાય પછી કોઈ કારણોસર અનલોડ થવામાં મોડુ થતું હોય છે. આવા કિસ્સામાં પણ જી.એસ.ટી. ડિપાર્ટમેંટ ક્યારેક ટેક્સ અને દંડ લાદી દે છે. આ પ્રકારના કિસ્સામાં આ ચુકાદો ઉપયોગી સાબિત થશે.)