01 જાન્યુઆરી 2021 થી લાગુ થઈ રહ્યા છે ચેક ક્લીયરિંગ બાબતે નવા નિયમો…જાણો શું છે આ ફેરફાર ??
RBI દ્વારા ચેક ક્લીયરન્સ માટે શરૂ કરવામાં આવી રહી છે “પોઝિટિવ પે સિસ્ટમ”. આ સિસ્ટમ દ્વારા ચેક દ્વારા થતાં “ફ્રોડ” ઘટાડવામાં મદદ મળશે.
તા. 30.12.2020: 01 જાન્યુઆરી 2021 થી ભારતીય બેંકિંગ સિસ્ટમમાં ચેક ક્લીયરન્સ બાબતે નવી પદ્ધતિ શરૂ થવા જય રહી છે. આ પદ્ધતિનું નામ છે “પોઝિટિવ પે” પદ્ધતિ. ચેકમાં ચેડાં કરી આચરવામાં આવતા “ફ્રોડ” ઉપર આ સિસ્ટમથી કાબૂ મેળવવા પ્રયાસ કરવામાં આવશે. આ પદ્ધતિમાં મોટી રકમના ચેકો માટે ચેક આપનાર દ્વારા વધારનું કન્ફર્મેશન આપવાનું રહેશે. આ કન્ફર્મેશન SMS દ્વારા, મોબાઈલ એપ દ્વારા, ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા, ATM દ્વારા આપી શકશે. ચેક આપનાર પાસે ચેકમાંની અમુક વિગતો જેવી કે ચેકની તારીખ, રકમ, જે વ્યક્તિને ચેક આપ્યું છે તેનું નામ જેવી વિગતો કન્ફોર્મ કરવામાં આવશે. આ વિગતો કન્ફોર્મ થશે ત્યારબાદજ ચેક ક્લિયર કરવામાં આવશે.
હાલ, આ નવી પદ્ધતિ 50000 થી ઉપરના ચેકો માટે મરજિયાત ધોરણે લાગુ કરવામાં આવી છે. ગ્રાહક પોતે ઈચ્છે તો જ આ સેવા પોતાના એકાઉન્ટ માટે લાગુ કરી શકશે. 500000 ઉપરના ચેકો માટે બેન્ક આ સેવા ફરજિયાત બનાવે તેવી બાબતે વિચાર કરવા બેન્કોને જણાવવામાં આવ્યું છે. આ નવા નિયમો બાબતે બેન્કો પોતાના ગ્રાહકને જાણકારી આપે તેવી તાકીદ RBI દ્વારા કરવામાં આવી છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.