ઇન્કમ ટેક્સ ઓડિટની-રિટર્ન મુદત વધશે કે નહીં???

Spread the love
Reading Time: 2 minutes

ગુજરાત હાઇકોર્ટ તથા મુંબઈ હાઇકોર્ટ થઈ છે જાહેર હિતની અરજી. ગુજરાત હાઇકોર્ટમાં 31.12.2020 એ છે આ કેસની સુનાવણી

તા. 29.12.2020: 31 ડિસેમ્બરએ 19-20 ના ઓડિટ સિવાયના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ છે. 2019 20 ના ઓડિટ ઇન્કમ ટેક્સ સાઇટ ઉપર અપલોડ કરવાની તથા તેને સ્વીકારવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2020 છે. આ ઉપરાંત જી.એસ.ટી. કાયદા હેઠળ 2018-19 ના વાર્ષિક રિટર્ન ભરવાની તથા ઓડિટ રજૂ કરવાની છેલ્લી તારીખ પણ 31 ડિસેમ્બર છે. આમ, વિવિધ કર્યો પુર્ણ કરવાની મુદત એક સાથે આવતી હોય “ટેક્સ પ્રોફેશનલ્સ” માટે રાત ઓછી અને વેશ ઝાઝા તેવી હાલત છે. આવા સમયે છેલ્લા ઘણા સમયથી આ ટેક્સ પ્રોફેશનલ્સ આ મુદતોમાં વધારો થાય તેવી આશા સેવી બેઠા છે. પરંતુ હવે જ્યારે આ મુદતમાં માત્ર 2 દિવસ જેવો સમય બાકી હોય, ટેક્સ પ્રોફેશનલ્સ ખૂબ તણાવ ભોગવી રહ્યા છે.

શું આ તારીખ વધશે કે નહીં??? ખરેખર આ અંગે કોઈ આધિકારિક વિગતો મળી રહી નથી. પરંતુ મારા અનુભવ મુજબ જ્યારે ગુજરાત હાઇકોર્ટ તથા મુંબઈ હાઇકોર્ટમાં રિટ પિટિશન ફાઇલ થઈ છે અને સરકારી વકીલ દ્વારા આ અંગે માહિતી લેવા માટે સમય માંગ્યો હોય, મોટા ભાગે આ બાબત ફાઇનન્સ મિનિસ્ટ્રી ઉપર દબાવ લાવશે. આ ઉપરાંત ગુજરાત હાઇકોર્ટનો ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ વી. સેન્ટર બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સ અને અન્ય (SCA 15075/2015) ના કેસમાં આપવામાં આવેલ ચુકાદો પણ મુદત વધારા માટે મહત્વનો ભાગ ભજવશે.

થોડું અલગ વિચારીએ કે કદાચ મુદતમાં વધારો ના થાય તો??? મારા મતે કદાચ મુદતમાં વધારો ના થાય તો પણ કોઈ મોટું આભ તૂટી પાડવાની સંભાવના નથી. હું માનું છું કે હાલ માત્ર ઓડિટ સિવાયના કરદાતાઓના રિટર્ન 31 ડિસેમ્બર 2020 સુધી ભરવાને પ્રાથમિકતા આપવી જરૂરી છે. ઇન્કમ ટેક્સ હેઠળ 234F હેઠળ આવતી લેઇટ ફી બચાવવી હાલ ખૂબ જરૂરી છે. ઓડિટ રિપોર્ટ કદાચ 1.1.2021 કે ત્યાર બાદ દાખલ થાય તો પણ શું??? 271 B ની પેનલ્ટી તમારા કેટલા કેસોમાં લગાડવામાં આવી છે???? કદાચ આ પેનલ્ટી લગાડવા નોટિસ આપવામાં પણ આવે તો Force Majeure (અનિવાર્ય જબરદસ્તી) ના સિદ્ધાંત મુજબ Covid-19 ના કારણે પેનલ્ટી લગાડવી એટલી સહેલી બને નહીં. આમ, હાલ માત્ર નોન ઓડિટ વાળા રિટર્ન ભરવામાં ધ્યાન કેન્દ્રિત કરી ઓડિટ, ડિજિટલ સહી જેવી બાબતોમાં સમય બગાડવો જોઈએ નહીં. કરદાતાઓને કદાચ ખબર પણ નહીં હોય કે એમના ઓડિટ બાકી છે કે થઈ રહ્યા છે. છેલ્લે-છેલ્લે પોતાની વિગતો પહોચડવાની આદત ધરાવતા કરદાતા કદાચ થોડો દંડ ભોગવે તો શું ચાલે નહીં??? શું કરવા આપણે ટેક્સ પ્રોફેશનલ્સ નાહકનું ટેન્શન લઈ મુદત વધારવા મરણિયા બની રહયે? કામ ચોક્કસ મહેનતથી કરીએ પણ મુદત વધશે એ અંગે નાહકનું ટેન્શન ના રાખીએ તે જરૂરી છે.

મારા મતે સૌથી મહત્વની માંગણી જો થવી જોઈએ તે લેઇટ ફી માફ કરવાની થવી જોઈએ. કોવિડની આ મુશ્કેલ પરિસ્થિતીમાં પણ કેમ લેઇટ ફી માફ કરવા અંગે સરકાર વિચારથી નથી??? આ પ્રશ્ન અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે. 

error: Content is protected !!