સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 28 December 2020

Spread the love
Reading Time: 4 minutes

Experts

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

                                                                                                 28 December 2020

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

જી.એસ.ટી

  1. અમારા અસીલને 2018 19 નું વાર્ષિક રિટર્ન ભરવા સમયે ધ્યાને આવ્યું છે કે તેઓએ જે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ 3B માં CGST તથા SGST માં લીધેલ છે તેખરેખર IGST માં લેવાની થાય છે. હવે તેઓની પાસે શું વિકલ્પ રહે?                                 અમિત તન્ના, એકાઉન્ટન્ટ, ઉના                                            

જવાબ:- અમારા મતે વાર્ષિક રિટર્નમાં જે મુજબ ખરેખર ક્રેડિટ લેવાની થાય છે તે દર્શાવી આપવી જોઈએ. આ બાબત “રેવન્યુ ન્યૂટ્ર્લ” ગણી શકાય અને વાર્ષિક માં યોગ્ય રીતે બતાવી આપવામાં આવે તો ચાલે તેવો અમારો મત છે.

 

  1. Mr A એ માલિકી ધોરણે ધંધો ચલાવતા હતા. ઉમર વધુ થઈ ગઈ હોવાથી તેમનો ધંધો તેઑ ધંધો પોતાના પૌત્રને તબદીલ કરવાં માંગે છે. આ કિસ્સામાં આ ધંધો સ્ટોક સાથે કેવી રીતે તબદીલ થઈ શકે?                                                      વિમલ પટેલ, GST પ્રેકટિશનર, અમદાવાદ

જવાબ: આ પ્રકારે ચાલુ ધંધો (Going Concern) ટ્રાન્સફર થઈ શકે છે. સંપૂર્ણ જવાબદારી સાથે તબદીલ થયેલ ધંધા બાબતે સ્ટોક ઉપર વેરો ભરવાની જવાબદારી આવે નહીં. ITC પણ રહેતી હોય તો ITC 02 ભરી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ પણ તબદીલ કરી શકાય તેવો અમારો મત છે.

 

  1. અમારા અસીલ લૂબ્રીકંટના વેપારી છે. અમને કંપની દ્વારા વર્ષ દરમ્યાન કુપન, સ્કીમ, રિસેલર સ્કીમ, કેશ ડિસકાઉન્ટના નામે ક્રેડિટ નોટ આપવામાં આવે છે. આ ક્રેડિટ નોટમાં જી.એસ.ટી. અંગે કોઈ ઉલ્લેખ હોતો નથી. ક્રેડિટ નોટ અમારા વેપાર ખાતામાં જમા બાજુ દર્શાવેલ હોય શું આ રકમ ઉપર જી.એસ.ટી. ભરવાની અમારી જવાબદારી આવે?                                                                                                                                                                                                                                                                                      વિમલ પટેલ, GST પ્રેકટિશનર, અમદાવાદ

જવાબ: જી.એસ.ટી. કાયદાની કલમ 34 હેઠળ ક્રેડિટ કે ડેબિટ નોટ આપવાની જવાબદારી સપ્લાયર ઉપર નાંખવામાં આવેલ છે. આમ, જો સપ્લાયર દ્વાર ક્રેડિટ નોટ પર જી.એસ.ટી. ના દર્શાવેલ હોય તો ખરીદનારની કોઈ જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે.

 

  1. અમારા અસીલ જી.એસ.ટી. નંબર ધરાવે છે. તેઓને ઇ વે બિલના બનાવવાના કારણે દંડ કરવામાં આવેલ હતો. આ ચલણમાં ટેક્સ અને દંડ બન્ને ભરાવવામાં આવ્યા હતા. આ ટેક્સ અને દંડ GSTR 3B માં દર્શાવવાના રહે? કેશ લેજરમાં આ રકમ જમા બોલે છે તેનું શું કરવાનું રહે?                                                                                                                                                                 મિકુલ પટેલ, જી.એસ.ટી. પ્રેકટિશનર અમદાવાદ

જવાબ: સામાન્ય રીતે અધિકારી દ્વારા ગાડી છોડતા પહેલા ભરેલ ટેક્સ તથા દંડને DRC 03 વડે સેટ ઓફ કરવા આગ્રહ કરવામાં આવતો હોય છે. જો આમ ના કરવામાં આવ્યું હોય તો હવે તમે DRC-03 દ્વારા સેટ ઓફ કરી દેવી જોઈએ તેવો અમારો મત છે. સામાન્ય રીતે અધિકારી વેરો તથા દંડનો આદેશ DRC 07 માં કરતાં હોય છે. તો આની સામે રકમ ભરવાની રહે છે.

  1. અમારા અસીલ દ્વારા હરિયાણાથી માલ મંગાવવામાં આવેલ હતો. ઇ વે બિલ ના હોવાના કારણે તેઓના માલ સામે રાજસ્થાનમાં દંડ કરવામાં આવ્યો હતો. રાજસ્થાનમાં તેઓને પ્રોવિઝનલ નંબર આપી ટેક્સ તથા દંડ ભરાવવામાં આવ્યો હતો. શું આ પ્રોવિઝનલ નંબર ઉપર ભરેલ જી.એસ.ટી. ની અસર ગુજરાતના જી.એસ.ટી. રિટર્નમાં તથા એકાઉન્ટમાં આપવાની રહે?                                                    મિકુલ પટેલ, જી.એસ.ટી. પ્રેકટિશનર અમદાવાદ

જવાબ: ના, ગુજરાતના જી.એસ.ટી. રિટર્નમાં રાજસ્થાનમાં પ્રોવિઝનલ નંબર ઉપર ભરેલ વેરો તથા દંડ દર્શાવવાનો રહે નહીં.

ઇન્કમ ટેક્સ

  1. અમારા અસીલને પ્લોટ વેચાણ ઉપર લાંબા ગાળાનો નફો થયેલ છે. આ ઉપરાંત તેઓને કમોટીડીટ માર્કેટમાં થી નુકસાન પણ ગયેલ છે. શું આ કમોડિટી માર્કેટના નુસકનને પ્લોટ વેચાણના લાંબા ગાળાના નફા સામે સેટ ઓફ કરી શકાય? કૌશિક ગાંગદેવ, એકાઉન્ટન્ટ

જવાબ:- માન્ય શેર માર્કેટ ઉપર કરવામાં આવેલ કમોડિટી વ્યવહારો એ ધંધાકીય આવક ગણાય. આ નુકસાન લાંબા ગાળાના પ્લોટ વેચાણ સામે થયેલ બાદ મળી શકે.

:ખાસ નોંધ:

  1. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છેઆ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છોસોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!