બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા નોટરી સી.ઓ.પી માટે રજુઆત

Spread the love
Reading Time: 1 minute

તારીખ 28-11-2024ને ગુરુવાર

       આજરોજ તારીખ 28-11-2024 ને ગુરુવારના રોજ દિવ્ય ભાસ્કર દૈનિક ન્યુઝ પેપરની મુખ્ય આવૃત્તિ સહિત સમગ્ર ગુજરાતના દૈનીક ન્યૂઝ પેપર માં “નોટરીનું પરિણામ 1 વર્ષથી જાહેર છતાં અનેક વકીલો સર્તિથી વંચિત”ના મથાળા સાથે સમાચાર પ્રસિદ્ધ થતા ની સાથે જ સોશિયલ મીડિયામાં આગની માફક ચારેકોર આ સમાચાર સમગ્ર દેશભરમાં ફેલાઈ જવા પામ્યા છે, અને આજ રોજ વકીલોની માતૃ સંસ્થા એવી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આપણાં પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી, માનનીય કેન્દ્રિય ગૃહમંત્રી શ્રીમાન અમિતભાઈ શાહ સાહેબ તથા માનનીય કેન્દ્રિય કાયદામંત્રી શ્રીમાન અર્જુન રામ મેઘવાલને ઉલ્લેખીને કેન્દ્ર સરકારના નોટરી માટેના સી.ઓ.પી વહેલી તકે આપવા  રજૂઆત કરવામાં આવી. અત્રે, ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના નોટરી સેલ દ્વારા ગુજરાતના કુલ ૮,0૮૬ ધારાશાસ્ત્રીશ્રીઓની નોટરી તરીકે પસંદગી કરવામાં આવી અને મહત્તમ અંશે ચકાસણી થઈ ગઈ છે,  આમ, પસંદગી પામેલ ધારાશાસ્ત્રીઓના નોટરી સી.ઓ.પી વહેલી તકે આપવા રજૂઆત કરવામાં આવી, અને એક બીજા પત્ર મારફત ગુજરાત રાજય સરકાર દ્વારા નોટરી વિભાગ માટેના ઇન્ટરવ્યૂ લીધેલ તેઓના સી.ઓ.પી પૂરા પાડવા માનનીય મુખ્યમંત્રીશ્રીમાન ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરેલ છે. જે બન્ને પત્રની નકલ અમારાં નિયમિત વાંચક મિત્રોને ઉપયોગી હોય અહી પ્રસ્તુત કરીએ છીએ.

હર્ષદ ઓઝા – પત્રકાર (ઉત્તર ગુજરાત ઝોન)

 

error: Content is protected !!