રાજ્ય જી.એસ.ટી. દ્વારા સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ. ના સહયોગથી ઓપન હાઉસનું આયોજન
જી.એસ.ટી. ડિપાર્ટમેંટ અને ચેમ્બર વચ્ચે અનેક મુદ્દાઑ ઉપર થઈ ચર્ચા-વિચારણા. કરદાતાઓની સમસ્યા અંગે થઈ રજૂઆત:
તા.૧૭/૧૨/૨૦૨૦: રાજ્ય જી.એસ.ટી. તથા સૌરાષ્ટ્ર ચેમ્બરના સંયુક્ત ઉપક્રમે એક ઓપન હાઉસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં કરદાતાઓને પડી રહેલી તકલીફો બાબતે ચેમ્બરના આગેવાનોએ રજૂઆત કરી હતી. જી.એસ.ટી. ડિપાર્ટમેંટના ઉચ્ચ અધિકારીઓ એન. એમ. પટેલ (જોઈન્ટ કમીસ્નર), અમિતભાઈ તિવારી (ડેપ્યુટી કમિસ્નર), એસ. એસ. ઝાલા (ડેપ્યુટી કમિસ્નર) અને હાજર રહ્યા હતા.
સૌરાષ્ટ્ર ચેમ્બરની ટેક્સેશન કમિટીના ચેરમેન હિતેશભાઇ રાજ્યગુરુ દ્વારા જી.એસ.ટી. સરલીકરણ બાબતે સૂચનો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ચેમ્બરના પ્રમુખ કિરીટભાઈ સોની, અરવિંદભાઈ ઠક્કર તથા અન્ય આગેવાનો દ્વારા જી.એસ.ટી. માં વેપારીઓને પડી રહેલી તકલીફો બાબતે અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. જોઇન્ટ કમિશ્નર એન. એમ. પટેલ દ્વારા વેપારીઓને પડતી તકલીફોના નિકાલ માટે સૂચનાઑ આપવામાં આવી હતી અને વેપારીઑના પ્રશ્નોનું સમાધાન વહેલી તકે કરવા ખાત્રી આપી હતી. ભવ્ય પોપટ, એડિટર, ટેક્ષ ટુડે.