મહેસાણા ખાતે સેન્ટ્રલ જી.એસ.ટી. સાથે ઓપન હાઉસનું આયોજન: વેપારીઓની સમસ્યાઓ ઉપર થઈ ચર્ચા

Spread the love
Reading Time: < 1 minute

જી.એસ.ટી. ડિપાર્ટમેંટ તરફથી વેપારીઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સની મુશ્કેલી દૂર કરવા સંપૂર્ણ સહકારની આપવામાં આવી ખાત્રી

તા. 19.12.2021: તારીખ 17-12-2021ને શુક્રવારે  બપોરે ૧૨.૦૦ વાગે જી.એસ.ટી. ભવન, માલગોડાઉન, મહેસાણા ખાતે વેપારી તથા ટેક્સ પ્રોફેશનલ્સના પ્રશ્નોને વાચા આપવા માટે ઓપન હાઉસનું આયોજન કરવામાં આવ્યું. આ ઓપન હાઉસમાં નોર્થ ગુજરાત ટેક્સ પ્રેકટિશનર્સ આસોશિએસનના ભૂતપૂર્વ મહામંત્રી ટેક્ષ એડ્વોકેટ હર્ષદ્કુમાર વી ઓઝા, મહેસાણા સેલટેક્સ બાર એસોશિએશનના પ્રમુખ બાબુલાલ ઓઝા, ઊપપ્રમુખ પ્રવીણભાઈ નાયક, મંત્રી દશરથભાઈ પટેલ તેમજ એસોશિએશનના સક્રિય સભ્યો હાજર રહી વેપારીના પ્રશ્નોની અસરકારક રજૂઆત કરેલ હતી. જી.એસ.ટી. ડિપાર્ટમેન્ટ તરફથી આ મુશ્કેલીઓ દૂર કરવા સંપૂર્ણ સાથ અને સહકારની ખાત્રી આપવામાં આવેલ હતી. આ ઓપન હાઉસ ખૂબ સારી અને સફળતા પૂર્વક સંપન્ન થયેલ.  હર્ષદકુમાર વી. ઓઝા, રિપોર્ટર, ટેક્સ ટુડે.

 

error: Content is protected !!