PAN કાર્ડ ની અરજી માં લાગુ થયો નવો નિયમ: હવે માતા ના નામ સાથે પણ થઈ શકશે અરજી:(નવી અરજી નો નમૂનો પણ સામેલ છે)

Spread the love
Reading Time: < 1 minute

ઉના: તા: 05.12.2018: આજ થી ઇન્કમ ટેક્સ હેઠળ PAN કાર્ડ ની અરજી ના નિયમોમાં ફેરફાર કર્યા છે.  નવા નિયમ 5 ડિસેમ્બરથી એટલે આજથી લાગૂ થઈ રહ્યાં છે. હવે જો કોઈ એવી વ્યક્તિ PAN નંબર માટે આવેદન કરે છે, જેના માતા-પિતા અલગ થઈ ચૂક્યા છે, તેને પિતાનું નામ આપવાની જરૂરત રહેશે નહી. ઈન્કમટેક્સ વિભાગે એક સૂચના બહાર પાડી આ નિયમો માં ફેરફાર જાહેર કર્યા છે.

પેન કાર્ડ ના ફોર્મ માં એક એવો વિકલ્પ હશે, જેમાં કોઈ વ્યક્તિ માતા-પિતા અલગ થવાની સ્થિતિમાં પોતાની માંનું નામ લખી શકે છે. ઉલ્લેખનીય છે કે,  અત્યાર સુધી પેન કાર્ડ માટે પિતાના નામ આપવું ફરજિયાત હતું અને ફોર્મ માં માત્ર પિતાના નામ આપવાનો જ વિકલ્પ આપવામા આવતો હતો. આ નિયમમાં તે લોકોને ઘણી બધી રાહત મળી છે, જે પોતાના પિતાથી અલગ રહી રહ્યાં છે અને કોઈપણ ફોર્મમાં પિતાની જગ્યાએ પોતાની માતાનું નામ લખાવવાનું પસંદ કરે છે.  બ્યૂરો રીપોર્ટ ટૅક્સ ટુડે .

error: Content is protected !!
18108