PAN સાથે આધાર કાર્ડ લિન્ક નહીં હોય તો પણ PAN કાર્ડ નહીં થાય સ્થગિત: કરદાતાઓને મોટી રાહત

Spread the love
Reading Time: < 1 minute

ત્રણ મહિના 500/- ની નજીવી લેઇટ ફી ભરી કરી શકાશે PAN-આધાર લિન્ક

તા. 31.03.2022 આજરોજ પાન કાર્ડ અને આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 31-03-2022 હતી. નાણાં મંત્રાલય દ્વારા PAN-આધાર લિંક કરવાની સમયમર્યાદા વધારો જાહેર કરતી પ્રેસ વિજ્ઞપ્તિ બહાર પાડવામાં આવી છે. આ પ્રેસ વિજ્ઞપ્તિ મુજબ કરદાતા  લેટ ફી ભરી તા 31-03-2023 સુધી PAN-આધાર લિંક કરી શકાશે. કરદાતાઓ માટે તા 1-4-2022 થી 30-06-2022 સુધી રૂ. 500/- લેટ ફી લાગશે ત્યાર બાદ તા 01-07-2022 થી 31-03-2023 સુધી રૂ. 1000/- ફી લાગશે. આ લેઇટ ફી ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 234 H હેઠળ લાગુ પડશે.  તારીખ 01-04-2023 પછી પાન અને આધાર લિંક નહીં હોય તો પાન નંબર બ્લોક કરવામાં આવશે તેવી જાહેરાત આ પ્રેસ વિજ્ઞપ્તિમાં કરવામાં આવેલ છે.
અમિત સોની (ટેક્ષ એડવોકેટ )
9824701193

આપનું PAN આધાર સાથે લિન્ક છે કે નહીં તે ચેક કરવા નીચેની લિન્ક ઉપર ક્લિક કરો. (PAN Aadhar કાર્ડ સાથે રાખશો)

https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/link-aadhaar-status

error: Content is protected !!