પાન-આધાર લિન્ક નથી??? તો થઈ શકે છે આ તકલીફ!!!!By Bhargav Ganatra
તા. 13.07.2023: આપણે જાણીએ છીએ તે રીતે કે તા. ૨૮ માચૅ , ૨૦૨૩ ના રોજ CBDT દ્વારા પાન-આધાર લિન્ક કરવાની તારીખ ને ૩૦ જુન, ૨૦૨૩ સુધી લંબાવવામા આવી હતી. તો હવે એટલે કે ૧ જુલાઈ , ૨૦૨૩ કે તે પછી પાન-આધાર લિન્ક ના કરેલ હોય તે અંગે ના ધણા પ્રશ્નો તથા અફવાઓ સોશિયલ મિડિયા તથા અન્ય માધ્યમો દ્વારા સતત ચાલી રહેલી છે. તો ચાલો આ અંગે ચાલતા પ્રશ્નો , મંતવ્યો તથા આ અંગે નુ સાચુ કાયદાકીય અથૅધટન સમજવાનો પ્રયત્ન કરીએ…
સૌ પ્રથમ જો પાન-આધાર લિન્ક ના કરેલુ હોય અને જે લોકો આધાર-પાન લિન્ક કરાવવા ઈચ્છતા હોય તો તેઓ એ આ અંગે રુ.૧૦૦૦/- ની ફી ભરવાની થશે. આ અંગે ધણી વખત એવુ સાભળ્વામા આવતુ હોય છે કે રુ ૧૦,૦૦૦/- ફી ની જોગવાઈ છે. તો આ અંગે સપષ્ટતા સાથે જણાવી દ ઉ કે આ પેનલટી એ આયકરની કલમ ૨૭૨-બી હેઠળ ની છે જે મુખ્યત્વે જો ખોટો પાન કવોટ કરવા માટે AO દ્વારા લગાડવામા આવતી હોય છે.
ત્યારબાદ , એટલે કે રુ.૧૦૦૦/-ફી નુ પેમેન્ટ કયૉ પછી પાન-આધાર લિન્કની પ્રોસેસ કરવાની રહેશે અને તેના ૩૦ દિવસ પછી પાનધારક નો ઈનઓપરેટીવ પાન ફરી પાછો ઓપરેટીવ કરવામા આવતો હોય છે. વધુમા જો વાત કરીએ તો હાલ ઈન્ડીવિડયુલના આવકવેરા પત્રક ભરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ ૨૦૨૩ છે. તો આ અંગે સૌથી વધુ ચચૉતો અને અલગ અલગ મંતવ્ય ધરાવતો મુદો એ છે કે શું આવકવેરા નુ પત્રક ભરવા માટે પાન-આધાર લિન્ક હોવુ જરુરી છે ?
તો આ અંગે નો જવાબ કદાચ કોઈ એક વાકયમા કે એક મંતવ્ય ઉપર ના આપી શકીએ. તો જો વાત કરીએ કે આ અંગે ટેકસ પ્રોફેશનલ પણ બે ભાગમા વહેચાયેલા છે. અમુક ટેકસ પ્રોફેશનલ ના મંતવ્ય અનુસાર આવકવેરાનુ પત્રક ભરવા માટે પાન-આધાર લિન્ક હોવુ જરુરી છે અને લિન્ક હોય તો જ આવકવેરાનુ પત્રક ભરી શકાય છે તેવુ તેમનુ માનવુ છે.
તો વળી કેટલાય એવા પણ ટેકસ પ્રોફેશનલ છે કે જેના અનુસાર આવકવેરા નુ પત્રક ભરવા માટે પાન-આધાર લિન્ક હોવુ જરુરી નથી અને લિન્ક ના હોય તો પણ આવકવેરાનુ પત્રક ભરી શકાય છે તેવુ તેમનુ માનવુ છે. તો હવે જો આ અંગે ના કાયદાકીય અથૅધટનની વાત કરીએ તો તે નીચે મુજબ વણૅવી શકીએ.
કલમ ૧૩૯-એએ મુજબ થતુ અથૅધટન :-
કલમ ૧૩૯-એએ મુજબ જે વ્યકિત ૧ જુલાઈ , ૨૦૧૭ ના રોજ પાનધારક હતી અને વધુમા તેઓ આધાર મેળવવા માટે પણ યોગ્ય છે તો તેઓ એ પાન-આધાર લિન્ક કરવુ ફરજિયાત છે.
જો વ્યકિત પાન-આધાર લિન્ક કરવામાં નિષ્ફળ જશે તો એવુ માની લેવામા આવશે કે તેઓ ને આપવામા આવેલુ પાન વેલિડ નથી .
વધુમા એવુ માનીને કે એ વ્યકિતએ પાન માટે કયારેય અપ્લાય જ નથી કરેલુ અને એ અનુસંધાને આવકવેરાની બીજી કલમો પણ લાગુ કરવામા આવશે.
રુલ ૧૧૪-એએએ, સકૅયુલર ૦૩/૨૦૨૩ તથા પ્રેસ રિલિઝ મુજબ થતુ અથૅધટન :-
રુલ ૧૧૪-એએએ , સકૅયુલર ૦૩/૨૦૨૩ તથા પ્રેસ રિલિઝ મુજબ જો વ્યકિત નુ પાન-આધાર લિન્ક નહી હોય તો નીચે મુજબ ના પરિણામો ભોગવવાના થશે.
(i) refund of any amount of tax or part thereof, due under the provisions of the Act shall not be made;
(ii) interest shall not be payable on such refund for the period, beginning with the date specified under sub-rule (4) and ending with the date on which it becomes operative;
(iii) where tax is deductible under Chapter XVIIB in case of such person, such tax shall be deducted at higher rate, in accordance with provisions of section 206AA;
(iv) where tax is collectible at source under Chapter XVII-BB in case of such person, such tax shall be collected at higher rate, in accordance with provisions of section 206CC.
આમ અહી ઉપર દશૉવ્યા મુજબ રુલ ૧૧૪-એએએ , સકૅયુલર ૦૩/૨૦૨૩ તથા તા.૨૮ માચૅ, ૨૦૨૩ ના રોજ પ્રકાશિત થયેલા પ્રેસ રિલિઝ મુજબ આવકવેરાનુ પત્રક ભરવા માટે પાન-આધાર લિન્ક કરવુ જરુરી નથી.
પાન-આધાર FAQs મુજબ થતુ અથૅધટન :-
પાન-આધાર લિન્ક અંગે ના વારંવાર પુછાતા પ્રશ્નો ના નિવારણ આટે આવકવેરા વિભાગ દ્વારા આ અંગેના FAQs લિસ્ટ બહાર પાડવામા આવેલુ હતુ.
આ પાન-આધાર FAQs ના ૧૮ મો FAQ નીચે મુજબ જાણી શકાય છે.
18. Is Aadhaar-PAN linking mandatory for filing of Income tax Return?
Ans. No, Aadhaar-PAN linking is not mandatory for filing of Income Tax Return.
આમ અહી પાન-આધારના FAQs ના તારણ મુજબ આવકવેરા નુ પત્રક ભરવા માટે પાન-આધાર લિન્ક હોવુ જરુરી નથી.
આ પાન-આધાર FAQs નીચે આપેલા URL પરથી જોઈ શકાય છે.
https://www.incometax.gov.in/iec/foportal/help/e-filing-link-aadhaar-faq
તો જો હવે આ અંગેના મારા અંતિમ તારણની વાત કરુ તો એ મુજબ કહી શકુ કે …
આવકવેરાની અંદર કલમ મારફતે આવકવેરા વિભાગ દ્વારા એવી સતા છે કે જો પાન-આધાર લિન્ક ના હોય તો આવકવેરા નુ પત્રક ભરવા માટે પણ અટકાવી શકે.
પરંતુ , હાલ પુરતુ રુલ , સકૅયુલર , પ્રેસ રિલિઝ તથા FAQs મારફત જે લોકો એ પાન-આધાર લિન્ક નથી કરેલુ તેમને તેમનુ રીટનૅ ભરવાનું અટકાવવામાં આવ્યું નથી. એટલે મારા મંતવ્ય મુજબ હાલ આવકવેરાનુ પત્રક ભરવા માટે પાન-આધાર લિન્ક હોવુ જરૂરી નથી.
ત્યારબાદ, હાલ પુરતુ ધણી વખત એવુ સાભળ્વામા આવતુ હોય છે કે બધા લોકોએ બેન્ક તથા અન્ય સેવાઓ નો લાભ કે જ્યાં પાન કવોટ કરવુ જરુરી છે તે સેવાઓનો લાભ લેવા માટે પોતાનુ પાન-આધાર લિન્ક કરાવવુ જ જોઈએ !
તો આ અંગે મારુ મંતવ્ય કદાચ થોડુ અલગ અને સહુલિયત વાળુ છે.
આપણે ઉપર જોયુ તેમ કે આવકવેરાની કલમ ૧૩૯-એએ મુજબ જો પાન-આધાર લિન્ક નહી હોય તો પાન વેલિડ ગણાશે નહી .
પરંતુ, આ અંગે ના રુલ ૧૧૪-એએએ , સકૅયુલર ૦૩/૨૦૨૩ તથા પ્રેસ રિલિઝ નુ અથૅધટન કરીએ તો મુખ્યત્વે ૩ જ વસ્તુ મા પાન-આધાર લિન્ક ના હોય તો તે અંગે ના નુકશાન ભોગવવાના રહેશે . એટલે કે….
a) આવકવેરા વિભાગ પાસેથી રીફંડ લેવાનુ હોય
b) જો TDS અંગેની જોગવાઈઓ લાગુ પડતી હોય
c) જો TCS અંગેની જોગવાઈઓ લાગુ પડતી હોય
આમ, જો ઉપર દશૉવેલ ૩ માથી એક પણ વસ્તુ વ્યકિતગત કરધારક ને લાગુ ના પડતી હોય તો હાલ પુરતુ પાન-આધાર લિન્ક ના થયું હોય તો પણ કરદાતાને ખાસ મુશ્કેલી થવી જોઈએ નહીં.
એકસ્ટ્રા શોટૅ ;- ગુજરાત ના એક જાણીતા સમાચાર પત્રક ની અંદર તા.૮ જુલાઈ , ૨૦૨૩ ના રોજ એવુ લખવામા આવેલુ કે પાન-આધાર લિન્ક નહી હોય તો આવકવેરાનુ પત્રક ભરવા માટે રુ. ૬૦૦૦/- ભરવા પડશે.
તો આ અંગે જણાવી આપું કે આ સદંતર ખોટુ અથૅધટન છે અને આવી કોઈ જોગવાઈ આવકવેરાના કાયદા હેઠળ કરવામા આવેલી નથી.
~Advocate Bhargav Ganatra
[B.com , LL.B , CA Finalist ]