તથ્યોના આધારિત કપાત “ડિસએલાવ” કરવામાં આવે ત્યારે આવક છુપાવવાનો હેતુ ગણી દંડ લાગુ કરી શકાય નહીં: મુંબઈ હાઇકોર્ટ
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટની અપીલ ફગવતી બોમ્બે હાઇકોર્ટ
તા. 26.10.2021: સોનું રિયલટર્સના કેસમાં મહત્વનો સિદ્ધાંત પ્રતિપાદિત કરતાં બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું હતું કે ખોટી કપાતનો દાવો કરીને કર જવાબદારીમાં ઘટાડો આવક છુપાવવા અથવા અચોક્કસ વિગતો રજૂ કરવા સમાન ગણી શકાય નહીં. પ્રતિવાદી, સોનુ રિયલ્ટર્સ પ્રાઇવેટ લિમિટેડ એ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલી કંપની છે. આકારણી વર્ષ 2008-2009 માટે, પ્રતિવાદીએ 80 IB ની પેટા-કલમ 10 હેઠળ કપાતનો દાવો કર્યા પછી રૂ. 51,34,740/- રિટર્ન ફાઇલ કર્યું હતું. ત્યારબાદ, આવકવેરા કમિશ્નર (CIT) એ ઉપરોક્ત અધિનિયમની કલમ 263 હેઠળ એક આદેશ પસાર કર્યો હતો જેમાં કરદાતા દ્વારા માંગવામાં આવેલ કપાત નામંજૂર કરવામાં આવેલ હતી. કરદાતાની ફેર આકારણી હાથ ધરવામાં આવેલ હતી જેના પગલે આકારણી અધિકારીએ કલમ 115JB હેઠળ પ્રતિવાદીની આવકની આકારણી કરવામાં આવી હતી અને ઇન્કમ ટેક્સ કાયદાની કલામ 143 હેઠળ ઓર્ડર પસાર કર્યો હતો. પ્રતિવાદીએ કલમ 115JB હેઠળ પણ ટેક્સ ચૂકવ્યો આપ્યો હતો. જોકે, આકારણી અધિકારીએ પાછળથી કલમ 271 (1) (c) એક્ટ હેઠળ દંડ અંગે પણ આદેશ કર્યો હતો. પ્રતિવાદીએ ખોટી કપાતનો દાવો કરીને તેની કર જવાબદારી ઘટાડવાનો પ્રયાસ કર્યો છે તેવા કારણ હેઠળ આ દંડ કરવામાં આવ્યો હતો. આ આદેશ સામે અપીલ થાતા, ઇન્કમ ટેક્સ ટ્રાઈબ્યુનલ દ્વારા આ દંડ રદ કરવામાં આવ્યો હતો. ટ્રિબ્યુનલના આ આદેશને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા મુંબઈ હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જસ્ટિસ અમિત બી. બોરકર અને જસ્ટિસ કે.આર.શ્રીરામની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે, કોઈ પણ સંજોગોમાં, એક ક્ષણ માટે પણ એવું માની લઈએ કે આવી વિગતો આપવામાં આવી ન હતી, પરંતુ માત્ર આવકનું રિટર્ન ફાઇલ કરવામાં આવ્યું હતું, જે હેઠળ ગણતરી કરાયેલ કુલ આવક પર ચૂકવવાપાત્ર આવકવેરો દર્શાવવામાં આવ્યો હતો. ખોટી કપાતનો દાવો કરીને કર જવાબદારી ઘટાડવાનો જો કોઈ કથિત પ્રયાસ હોય તો પણ તે આવકની વિગતો છુપાવવા અથવા આવી આવકની અચોક્કસ વિગતો રજૂ કરવા સમાન ગણી શકાય નહીં. બોમ્બે હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા આદેશમાં જણાવાયું હતું કે ટ્રાઈબ્યુનલ દ્વારા કરદાતાની તરફેણમાં આદેશ પસાર કરવામાં કોઈ ભૂલ થયેલ નથી અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટની આપી નામંજૂર કરવામાં આવી હતી.
Thanks sir new updesation send