મહેસાણા મુકામે એકાઉન્ટન્ટ અને વકીલોનો વ્યવસાયિક સેમિનાર યોજાયો…

0
Spread the love
Reading Time: 2 minutes

તારીખ: 08/03/2025

મહેસાણા મુકામે એકાઉન્ટન્ટ અને વકીલોનો વ્યવસાયિક સેમિનાર યોજાયો…

 

       મહેસાણા એકાઉન્ટન્ટ એસોસિયેશન તથા મહેસાણા સેલ્સ ટેક્સ બાર એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે તા. 08/03/2025ના રોજ Profit, GST અને INCOME TAX ના નવા નિયમો અંગેનો ભવ્ય સેમિનાર હંગ્રી બેલી રેસ્ટોરન્ટ એન્ડ બેન્ક્વેટ, કાશી વિશ્વનાથ મંદિરની સામે, રાધનપુર રોડ, મહેસાણા – ૩૮૪૦૦૨ ખાતે યોજાયો. આ સેમિનારમાં ProfitNX Software અને તેનો Web Version વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સેમિનારમાં Sanket Systemsના નિષ્ણાતો દ્વારા પ્રસ્તુતિ આપી, એકાઉન્ટન્ટ પોતાનું કામ સરળ અને ઝડપી કેવી રીતે કરી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સેમિનારમાં GST અને INCOME TAX ના નિયમિત રિટર્ન અને ઓડિટ દરમિયાન આવતા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી અને નિષ્ણાત CA કપિલ ઠક્કર  દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સભ્યો દ્વારા પણ સક્રિય સહભાગીતા વ્યક્ત કરી તથા પોતાના પ્રશ્નોના નિરાકરણ મેળવ્યા હતા. કાર્યક્રમમાં મહેસાણા તેમજ આસપાસના વિસ્તારના મોટી સંખ્યામાં એકાઉન્ટન્ટ અને વકીલગણ ઉપસ્થિત રહ્યા હતા. સેમિનાર અંતે તમામ સભ્યો માટે સ્નેહભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સફળ આયોજન બદલ ProfitNX Software, Sanket Systems, અને તમામ સભ્યોનો ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે.

        મહેસાણા સેલ્સ ટેક્સ બાર એસોસિયેશનના પ્રમુખ કિરીટભાઈ પટેલ, મંત્રી રોનકભાઈ શાહ, મહેસાણા એકાઉન્ટન્ટ એસોસિયેશન પ્રમુખ  અશોકભાઈ વેલજીભાઈ પટેલ, ઉપપ્રમુખ પરેશભાઈ સુખદેવભાઈ ઓઝા, મંત્રી કેતન દિનેશભાઈ બારોટ, સહમંત્રી સુરેશભાઈ જી. પટેલ અને ખજાનચી: વસંતભાઈ પટેલ, સમિતિ સભ્યગણ માં રતિલાલ આર. પટેલ, સેવંતિલાલ યુ. પટેલ, કેતનભાઈ જે. ઘીવાળા, અલ્કેશભાઈ ડી. મોદી, મહેશભાઈ એચ. પ્રજાપતિ અને ProfitNx Team: વિનોદ નાદોડા – વી. પિ. માર્કેટિંગ, અર્પિતા માંકડ – વી. પિ. ઓપરેશન, નીરવ છાયા – બી. ડી. એમ, યશ જોશી – ક્વાલિટી એક્ષ્પર્ટ, ઋષિ તન્ના – સેલ્સ એક્સિક્યૂટિવ તેમજ Sanket Systems Team: વિજય અગ્રવાલ, નીતિકા અગ્રવાલ – ઓપરેશન હેડ, નિસર્ગ પટેલ – સેલ્સ એક્સિક્યૂટિવ, આકાશ ઠાકોર – સપોર્ટ એંજીનિયર સૌના અથાગ પ્રયત્ન થકી આ સેમિનાર ખુબજ સફળ બની રહ્યો.

ટેક્ષ રિપોર્ટર : હર્ષદ ઓઝા (ઉત્તર ગુજરાત ઝોન)
www.harshadkumarvoza.wordpress.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!