સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના Dt 21.11.2024

Spread the love
Reading Time: 5 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


Goods & Services Tax

  1. અમારા અસીલ જી.એસ.ટી. એમ્નેસ્ટી સ્કીમનો લાભ લેવા માંગે છે. આ યોજનામાં ભરવાં પાત્ર રકમ 31.03.2025 સુધી ભરવાની થાય છે. અમારો પ્રશ્ન એ છે કે આ અંગે અરજી પહેલા કરવાની રહે કે રકમ ભર્યા બાદ જ કરવાની રહે? શું આ યોજનાનો લાભ લેવા અપીલ કરવી ફરજિયાત છે?                                                                                                                                                                                       જે.વી. પટેલ એન્ડ કંપની, જેતપુર

જવાબ: એમ્નેસ્ટી સ્કીમનો લાભ લેવા અરજી પહેલા કરવાની રહેશે. પરંતુ હજું આ અરજી પોર્ટલ ઉપર ચાલુ થઈ નથી. જ્યારે આ અરજી ચાલુ થાય ત્યારે આ અરજી કરી શકશે. જો એમ્નેસ્ટી સ્કીમનો લાભ લેવાના હોય તો અપીલ કરવાની રહે નહીં તેવો અમારો મત છે.  એ બાબત નોંધવી જરૂરી છે કે અપીલનો ત્રણ મહિનાનો સમય પૂર્ણ થઈ ગયા બાદ જી.એસ.ટી. ડિપાર્ટમેટ વસૂલાત શરૂ કરી શકે છે. આ વસૂલાતથી બચવા અપીલ કરી આપવામાં આવે તો સારું.


  1. અમારા અસીલ કંપોઝીશનના હેઠળના વેપારી છે. અમારા અસીલના ધંધાના સ્થળે જી.એસ.ટી. અધિકારી વિઝિટ કરેલ. અમારા અસીલને ત્યાં 6 લાખ જેવો સ્ટોકનો તફાવત મળી આવેલ. પ્રશ્ન એ છે કે આ સ્ટોક તફાવત ઉપર ટેક્સ કંપોઝીશનના દરે ગણવામાં આવે કે માલના જી.એસ.ટી. ના સામાન્ય દર (અમારા સ્ટોકના કિસ્સામાં 12%) ઉપર?

જવાબ: સ્ટોક ડિફરન્સ જ્યારે પકડાય ત્યારે આપના અસીલ આ ડિફરન્સથી કંપોઝીશનની મર્યાદામાં જ રહેતા હોય તો અધિકારી દ્વારા આ સ્ટોક ડિફરન્સ ઉપર કંપોઝીશનના દરે જ વેરો લેવો જોઈએ તેવો અમારો મત છે. હા, જમીની સ્તરે અમુક અધિકારીઓએ આ ડિફરન્સને શરત ભંગ ગણી રેગ્યુલર દરે ટેક્સ લેવાનો આગ્રહ કરતાં હોય છે તેવી માહિતી મળી રહી છે. 


  1. અમારા અસીલ સોનાના દાગીના નો શો રૂમ ધરાવે છે. તેમણે દિવાળી ઉપર ગિફ્ટ કૂપન યોજના બહાર પાડેલ હતી. આ યોજના મુજબ લકી ડ્રોમાં કાર, મોટર સાઇકલ, ટીવી, ફ્રિજ વગેરે ઇનામો આપવામાં આવ્યા હતા. પ્રશ્ન એ છે કે શું આ પ્રકારની ગિફ્ટની ખરીદી ઉપર ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બાદ મળે?                                                                                                                    નરેશકુમાર પ્રધાનજી પરમાર, ટેક્સ કન્સલ્ટન્ટ, ડીસા   

જવાબ: ફ્રીમાં ગિફ્ટ તરીકે આપવામાં આવેલ માલની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે નહીં તેવો અમારો મત છે. આપના અસીલના કેસમાં તરફેણમાં હોય તેવો એક AAR ઓરિએન્ટ સિમેન્ટ લી. જોઈ જવા વિનંતી. આ AAR નો અભ્યાસ કરી આ ક્રેડિટ લેવી કે ના લેવી તે અંગે નિર્ણય કરી શકાય છે. હા, ક્રેડિટ લેવાથી આગળ તકરાર થવાની શક્યતા ચોક્કસ રહેલી છે તેવો અમારો મત છે.


  1. અમારા અસીલ કોમર્શિયલ ભાડાની આવક ધરાવે છે. તેઓને ભાડું માસિકના સ્થાને ત્રિમાસિક તથા અન્ય મિલકતમાં વાર્ષિક ધોરણે મળે છે. પ્રશ્ન એ છે કે શું આ ત્રિમાસિક અને વર્ષીક ભાડું મેળવવામાં આવે ત્યારે RCM ભરવાની જવાબદારી આવે કે માસિક ધોરણે જ RCM ભરવાનો રહે? નિમેશભાઈ પરિખ, ટેક્સ કન્સલ્ટન્ટ, જુનાગઢ

જવાબ: હા, આપના અસિલે કમર્શિયલ ભાડાની આવક જે પ્રમાણે બન્ને પક્ષકારો વચ્ચે કરાર હોય તે મુજબ બિલ બનાવવાનું થાય અને તે મુજબ જ ફોરવર્ડ ચાર્જ ભરવાની જવાબદારી આવે તેવો અમારો મત છે.


ઇન્કમ ટેક્સ 

  1. અમારા અસીલ કે જેઓ પ્લંબર તરીકેની સેવા પૂરી પાડે છે જે નાણાકીય વર્ષમાં 48 લાખ જેટલું છે અને સાથે માલનું વેચાણ 20 લાખ જેવુ છે. મારો પ્રશ્ન એ છે કે શું આ સંજોગોમાં ઓડિટ ફરજિયાત છે? કે પ્રિસંપ્ટિવ ટેક્સેશનનો લાભ મળે? જો લાભ મળે તો કઈ સેક્શન હેઠળ મળે 44AD કે 44ADA?                                                                                                                                                                         સુંદરીયા કોલીપરા, પોન્નુર

જવાબ: આપના અસીલનું કુલ ટર્નઓવર 1 કરોડથી નીચે હોય ઓડિટ ફરજિયાત બને નહીં તેવો અમારો મત છે. આપના અસીલને પ્રિસંપ્ટિવ ટેક્સેશનનો લાભ પણ મળે અને આ લાભ ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 44AD હેઠળ લાભ મળે તેવો અમારો મત છે.


  1. અમારા અસીલ સ્ક્રેપ (રદ્દી-પુઠા) ના જથ્થાબંધ વેપારી છે. તેઓ આ વર્ષે ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 44AB હેઠળ ઓડિટ માટે જવાબદાર બનશે. શું તેઓ 206C હેઠળ TCS ઉઘરવીને ભરવા જવાબદાર બનશે?                                                   હોજેફા બિયાવરવાલા, ટેક્સ કન્સલ્ટન્ટ  

જવાબ: ના, આપના અસીલ એ ટ્રેડર હોય 206C કે જે જવાબદારી માત્ર ઉત્પાદક માટે હોય આપના અસીલ માટે લાગુ પડશે નહીં તેવો અમારો મત છે.


  1. અમારા અસીલ ભાગીદારી પેઢીમાં ભાગીદાર છે. તેઓ આ ભાગીદારી પેઢી માંથી મહેનતાણું તથા વ્યાજની આવક ધરાવે છે. તેઓ પોતાને મદદરૂપ બનવા અમુક વ્યક્તિઓને નોકરીમાં રાખે છે. આ ઉપરાંત કાર પણ તેઓ ધંધા માટે ઉપયોગ કરે છે. પ્રશ્ન એ છે કે શું આ વ્યક્તિઓને ચૂકવવામાં આવેલ પગાર, ગાડીનો ઈન્સ્યોરન્સ, ઘસારો વગેરે તેમણે પોતાની ભાગીદારી પેઢીની વ્યાજ અને મહેનતાનાની આવક માંથી બાદ મળે?

જવાબ: હા, આ તમામ ખર્ચ જો ભાગીદારી પેઢી માટેની આવક મેળવવાના ભાગ રૂપે કરવામાં આવતા હોય તો આપના અસીલને બાદ મળે તેવો અમારો મત છે.


  1. અમારા અસીલ સોનાના દાગીના નો શો રૂમ ધરાવે છે. તેમણે દિવાળી ઉપર ગિફ્ટ કૂપન યોજના બહાર પાડેલ હતી. આ યોજના મુજબ લકી ડ્રોમાં કાર, મોટર સાઇકલ, ટીવી, ફ્રિજ વગેરે ઇનામો આપવામાં આવ્યા હતા. પ્રશ્ન એ છે કે શું આ પ્રકારની ગિફ્ટની ખરીદી ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ ખર્ચ તરીકે બાદ મળે?   નરેશકુમાર પ્રધાનજી પરમાર, ટેક્સ કન્સલ્ટન્ટ, ડીસા  

જવાબ: હા, આપના અસીલ દ્વારા કરવામાં આવતા આ ખર્ચ બિઝનેસ ડેવલોપમેન્ટ અને સેલ્સ પ્રમોશન અંગેના ખર્ચ કહેવાય માટે ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ ખર્ચ તરીકે બાદ મળે તેવો અમારો માર છે.


  1. અમારા અસીલ એક થી વધારે પ્રોફેશનમાં કાર્યરત છે. શું તેઓ એક પ્રોફેશનમાં 44ADA હેઠળ આવક દર્શાવી અન્ય પ્રોફેશનમાં સામાન્ય ધંધાકીય ઇન્કમ દર્શાવી શકે?

જવાબ: સામાન્ય રીતે એક થી વધુ પ્રોફેશનમાં કાર્યરત રહેવું જે તે પ્રોફેશનના કાયદા મુજબ શક્ય હોતું નથી. અને માની લઈએ કોઈ વ્યક્તિ બે પ્રોફેશનમાં કાર્યરત હોય તો તેઓ એક પ્રોફેશનમાં 44ADA મુજબ અને અન્ય માં સામાન્ય આવક દર્શાવી શકે છે પરંતુ કુલ રિસીપ્ટ 50 લાખથી ઓછી હોવી જોઈએ અને બીજા પ્રોફેશનમાં નેટ ઇન્કમ રિસીપ્ટ ના 50 % થી વધુ હોવી જોઈએ. જો આમ ના હોય તો કરદાતા ઓડિટ કરાવવા જવાબદાર બને એવો અમારો મત છે.


ખાસ નોંધ

  1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે. 

error: Content is protected !!