સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 01 July 2023
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
_____________________________________________________________________________________
Goods & Services Tax
1. અમારા અસીલ Composition હેઠળ ટેક્સ ભરતા કરદાતા છે. તેઓને ASMT 10 ની નોટિસ આવેલ છે. અમારા અસીલ દ્વારા માત્ર કરપાત્ર ટર્નઓવર ઉપર 1% ભરેલ છે જ્યારે અધિકારી દ્વારા કુલ ટર્નઓવર ઉપર 1% વેરો ભરવા જણાવેલ છે. આ અંગે આપનો અભિપ્રાય આપવા વિનંતી: જગદીશ વ્યાસ & એસોસીએટ, ડીસા
જવાબ: આ ASMT 10 ક્યાં નાણાકીય વર્ષની છે તે પ્રશ્નમાં જણાવેલ નથી. 10.11.2017 સુધી ટ્રેડર તથા મેન્યૂફેકચરર બન્ને માટે કુલ ટર્નઓવરના 1% ભરવાની જવાબદારી આવે જ્યારે 10.11.2017 થી વેપાર (ટ્રેડર) માટે ટેકસેબલ ટર્નઓવરના 1% તથા ઉત્પાદક (મેન્યૂફેકચરર) માટે કુલ ટર્નઓવરના 1% ભરવાની જવાબદારી આવે તેવો અમારો મત છે.
_____________________________________________________________________________________________
2. જી.એસ.ટી. હેઠળ સ્થાવર મિલ્કતના વેચાણ સંદર્ભે કંપલીશન સર્ટીફીકેટ તથા BU ની મહત્વતા છે. આ કંપલીશન સર્ટીફીકેટ કે BU આવ્યા પછી GST લાગુ થતો નથી. આ કંપલીશન સર્ટીફીકેટ તથા BU સર્ટિફિકેટની વિધિમાં ઘણી વાર લગતી હોય છે. શું કરદાતા આ કરમુક્તિનો લાભ મેળવવા પોતાના ચાર્ટર્ડ એંજિનિયર પાસેથી કંપલીશન સર્ટિફિકેટ લઈ નગરપાલિકા-મહા નગરપાલિકામાં કંપલીશન સર્ટિફિકેટ માટે અરજી કરી આપે તો ચાલે? CA હર્ષિત એસ. મહેતા, રાજકોટ
જવાબ: સ્થાવર મિલકતના વેચાણ સંદર્ભે “ગુડ્સ” ની વ્યાખ્યામાંથી બહાર નિકડવા બિલ્ડીંગ યુઝ (BU) પરમીશન આવે પછી જ વેચાણ કરમુક્ત બને. જ્યાં BU આપવામાં ના આવતા હોય ત્યાં ફર્સ્ટ યુઝ સર્ટિફિકેટ પછી આ વેચાણમાં કરમુક્તિનો લાભ મળે તેવો અમારો મત છે.
_____________________________________________________________________________________________
Income Tax
1. અમારા અસીલ હોલસેલર્સ છે. તેઓ તેમના ડીલરને ટ્રીપમાં લઈ જાય છે. આ માટે તેઓ 20000/- થી વધુની બુકિંગ રકમ ચૂકવે છે. શું આ 20000/- થી વધુ ના બેનિફિટ ઉપર 194R લાગુ પડે? આ કરેલ ખર્ચ ઘણીવાર તેઓની ઉત્પાદક કંપની તેઓને રીમ્બર્સ પણ કરતી હોય છે. તો આ રીમ્બર્સ થયેલ રકમ ઉપર કલમ 194R કેવી રીતે લાગુ પડે?
જવાબ: તમારા અસીલ જે હોલસેલર્સ છે તેઓ પોતાના ડીલરને ટ્રીપ પર લઈ જાય ત્યારે તેઓ દ્વારા આ TDS કાપવાની જવાબદારી આવે. જો કંપની દ્વારા આ રકમ રીમ્બર્સ કરવામાં આવતી હોય તો કંપની દ્વારા એ રીમ્બર્સ કરેલ રકમ ઉપર TDS કરવાની જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે.
_____________________________________________________________________________________________ખાસ નોંધ
- જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.