એજીએફટીસી ઘ્વારા પાલનપુર ખાતે ઈન્ક્મ ટેક્ષ વિષય પર સેમિનાર યોજાયો

Spread the love
Reading Time: 2 minutes

તા. 02.07.2023: ગુજરાત ની નામાંકિત સંસ્થા ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટ એસોસિએશન ના સંયુક્ત ઉપક્રમે ટેક્ષ પ્રેક્ટિશનર એસોસિએશન પાટણ, સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ ચેમ્બર એન્ડ ઇન્ડસ્ટ્રી, લાયન્સ ક્લબ ઓફ પાલનપુર અને રોટરી ક્લબ પાલનપુર સીટી ઘ્વારા ઈન્ક્મટેક્સ કાયદા અન્વયે સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર શ્રી પિયુષભાઇ રાવલ ( આસિસ્ટન્ટ ચેરિટી કમિશ્નર, પાલનપુર ) એ જીએફ ટીસી પ્રમુખ રવી શાહ, મંત્રી શ્રીધર શાહ, કાર્તિકેય શાહ, વક્તા શ્રી મેહુલભાઈ ઠક્કર, અન્ય સહયોગી સંસ્થાના પ્રતિનિધિઓ ના વરદ હસ્તે ઉદઘાટિત કરવામાં આવેલ હતો.
ઇન્કમટેક્સ વિષય પર વક્તા શ્રી મેહુલભાઈ ઠક્કરે ઉમદા અને રસપ્રદ વક્તવ્ય આપી સૌ ઉપસ્થિત શ્રોતાઓ ને મંત્ર મૃગ્ધ કરી દીધેલ. આ સેમિનાર મા આઈ પીપી ધ્રુવેન શાહ, આશુતોષ ઠક્કર, બકુલભાઈ શાહ, કેતન શાહ,રમેશ કચરાની, મહેન્દ્ર સ્વામી, આશિષ ટેકવાની, ધ્રુવિન મહેતા, મૌલીક શાહ તથા ગુજરાતભરના ટેક્ષ વ્યવસાયિઓ અને વેપારીઆલમ મોટી સંખ્યામાં જોડાઈ આ સેમિનાર ને સફળ બનાવેલ. અમિત સોની, ટેક્સ ટુડે પ્રતિનિધિ

error: Content is protected !!