મુસાફિર હું યારો – G20 સમિટ 2023
તા. 02.07.2023: ભારત દેશના એક નાગરિક તરીકે આપણે સહુએ ગૌરવ અનુભવવા જેવી બાબતએ છેકે આ વર્ષે એટલેકે 2023ના વર્ષમાં દુનિયાના 19 શક્તિશાળી દેશોના પ્રતિનિધિઑ વચ્ચે યોજાતી G20 ( ગ્રૂપ ઓફ 20 )ની યજમાની ભારત કરી રહ્યું છે. શું આપને ખ્યાલ છે કે આ G20 સમિટ એટ્લે શું? અને આ ગ્રૂપમાં કયા-કયા દેશો સામેલ છે?? જો ના ! તો ચાલો આપણે આજે જાણીએકે આ ગ્રૂપના મેમ્બર દેશોમાં આરજેનટીના, ઔસ્ટ્રિલિયા, બ્રાઝિલ, કેનેડા, ચાઈના, ફ્રાંસ, જર્મની, ભારત, ઇંડોનેશિયા, ઇટલી, જાપાન, મેકસીકો, રિપબ્લિક ઓફ કોરિયા, રશિયા, સાઉદી અરેબિયા, સાઉથ આફ્રિકા, ટર્કી, યુકે, અમેરિકા, યુરોપીયન યુનિયન જેવા સક્ષમ દેશો સામેલ છે. આ સિવાય મહેમાન દેશોમાં બાંગલાદેશ, ઈજિપ્ત, મોરેશિયસ, નેધરલેન્ડ, નાઈજીરિયા, ઓમાન, સિંગાપોર, સ્પેન અને યુ.એ.ઇ. સામેલ છે.
જી20ની યજમાની કરતો દેશ પોતાના એજેંડા મુજબ આખા વર્ષ દરમિયાન ચાલતી આ સમિટનું સંપૂર્ણ આયોજન કરે છે. આ સમિટ કુલ બે ટ્રેક વહેચયેલી છે એક ફાઇનન્સ ટ્રેક અને બીજો શેરપા ટ્રેક. ફાઇનાન્સ ટ્રેકની આગેવાની ફાઇનન્સ મિનિસ્ટર અને સેંટ્રલ બેન્કના ગવર્નર દ્વારા કરવામાં આવે છે જ્યારે શેરપા ટ્રેક શેરપા એટલેકે પોલિટિકલ બ્યુરોકેટ્સ દ્વારા આગેવાની કરવામાં આવે છે. આ સમિટમાં દરેક મેમ્બર દેશના ઉજ્જવળ ભવિષ્યને લગતી અનેક બાબતો જેમકે શિક્ષણ, પર્યાવરણ, સ્વાસ્થ્ય, કૃષિ, ઉર્જા, જળ અને વાયુ પ્રદૂષણ, આબોહવા પરીવર્તન, મેક્રો ઈકોનોમી અને ભ્રસ્ટાચાર જેવા અનેક જટિલ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તેના ઉપર ચર્ચા-વિચારણા કરવામાં આવે છે.
G20ની શરુવાત ફાઇનન્સ મિનિસ્ટર દ્વારા 1999માં કરવામાં આવી હતી ત્યારબાદ તેમના લીડરોની પ્રથમ મિટિંગ અમેરિકાના વોશિંગ્ટન ડી. સી. ખાતે 2008માં મળી હતી. ગયા વર્ષે એટલેકે 2022ની G20 સમિટની યજમાની ઇંડોનેશિયાએ કરી હતી અને હવે પછીના 2024માં યોજાનારી સમિટનું ભાવિ યજમાન દેશ બ્રાઝિલ હશે. દરવર્ષે યોજાતી G20 સમિટમાં કોઈ એક ફિક્સ પ્રેસિડેંટ નથી પરંતુ આગલા વર્ષનો યજમાન દેશનો પ્રેસિડેંટ, ભવિષ્યમાં યોજાનારી સમિટના યજમાન દેશનો પ્રેસિડેંટ તથા ચાલુ વર્ષે યોજાયેલ સમિટ દેશનો પ્રેસિડેંટ એમ કુલ ત્રણ પ્રેસિડેંટો આખી ઈવેન્ટનું સંપૂર્ણ સંચાલન સાથે મળીને કરે છે. આ વર્ષે ભારત ખાતે યોજાયેલ G20 સમિટની થીમ – વાસુધેવ કુટુંબક્મ ONE EARTH, ONE FAMILY, ONE FUTURE છે. 2023ની પ્રથમ સમિટની શરૂવાત 01 ડિસેમ્બર 2022થી ચાલુ થઈ છે જે સાલ ભાર દેશના વિવિધ રાજ્યોમાં જેમકે બેંગલુરુ, ચંડીગઢ, ચેન્નઈ, ગૌહાટી, ઈન્દોર, જોધપુર, ખજુરાહો, કોલકાતા, લખનૌ, મુંબઈ, દિલ્લી, પૂના, શ્રીનગર, કચ્છ, સુરત, તિરુવંતપુરમ, ઉદયપુર, ઋષિકેશ, લક્ષદ્વીપ અને દીવ (દમણ-દીવ) માં યોજાનાર છે.
મારા સદનસીબ હતા કે મને પણ 20 MAY 2023ના રોજ દીવ ખાતે યોજાયેલ G20 શેરપા સમિટમાં ભાગ લેવાનો મોકો મળ્યો હતો. આ સમિટના મુખ્ય મહેમાન તરીકે શેરપા શ્રી અમિતાભ કાંત અને દમણ દીવ અને દાદરાનગર હવેલીના પ્રસાશક શ્રી પ્રફુલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. દીવમાં યોજાયેલ સમિટની મુખ્ય થીમ BLUE OCENE હતી, જેમાં દુનિયા અનેક દેશોના વૈજ્ઞાનિકો જોડાયા હતા. દીવ પ્રશાસન દ્વારા સમિટમાં પધારેલ દરેક મહેમાનોનું ખૂબજ ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દીવની દરેક ઐતિહાસિક ઇમારતો અને મુખ્ય રસ્તાઓને ખૂબજ સુંદર રોશનીથી શણગારવામાં આવ્યા હતા. મહેમાનોના મનોરંજન માટે ભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કલાકારોએ વિવિધ લોકનૃત્યો દ્વારા ભારત દેશની વિવિધતામાં એકતાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. અતિથિઓ માટે મહાભોજનનું આયોજન દીવ કિલ્લા તેમજ આઇ.એન.એસ.ખુખરી મેમોરિયલ ખાતે કરવામાં આવ્યું હતું. અંતે દીવ પધારેલ દરેક મહેમાનોએ ભરપેટે ભારત દેશની યજમાનીના વખાણ કર્યા હતા.
અમારી ટીમના સભ્યોને શીરે દીવ હેરિટેજના પ્રોમોશનના ભાગરૂપે દીવ કિલ્લા તેમજ ખુખરી મેમોરિયલના ઇતિહાસ વિષે પધારેલ મહેમાનોને અવગત કરવાની જવાબદારી હતી. આ કાર્યક્રમમાં મારા માટે ખૂબજ અદ્ભુત અને અવિસ્મરર્ણિય બની ગયો. આ પ્રસંગે લેવાયેલ થોડી તસ્વીરો આપ સમક્ષ રજૂ કરું છું. આશા છે કે આપને ગમશે.
કૌશલ પારેખ, દીવ ( 9624797422 )