સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) DATED :21.10.2023

Spread the love
Reading Time: 4 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના

_____________________________________________________________________________________________

Goods & Services Tax

  1. અમારા અસીલના કેસમાં 2017 18 ના વર્ષમાં એકાઉન્ટન્ટ દ્વારા ફેબ્રુઆરી 2018 ના GSTR 3B તથા GSTR 1 માં જુલાઇ 2017 થી ફેબ્રુઆરી 2018 સુધીના આંકડા સાથે અપાઈ ગયેલ છે. આ પછી GSTR 3B કે GSTR 1 માં એમેંડમેંટ કરેલ નથી પરંતુ GSTR 9 માં સાચા આંકડા ભરાયેલ છે. આમ, GSTR 3 B માં વેચાણ પણ વધુ દર્શાવાઈ ગયેલ છે તથા ઈન્પુટ ટેક્સ ક્રેડિટ પણ વધુ લેવાઈ ગયેલ છે. હવે 2A અને ક્લેઇમ કરેલ ITC માં તફાવત આવે છે. ઈન્પુટ ટેક્સ ક્રેડિટનું રિવર્સલ પણ કરવાનું શરતચૂકથી રહી ગયું છે. શું GSTR 9 સાચું ભરાયું હોય, જે ધંધાકીય હિસાબી ચોપડા મુજબ છે તે માન્ય રહી શકે કે નહીં?                                                                                           જગદીશ વ્યાસ એન્ડ એસોસીએટ્સ, ડીસા

જવાબ: આ પરિસ્થિતી ખૂબ મુશ્કેલ પરિસ્થિતી ગણી શકાય. ક્રેડિટ લેજરને અસર માત્ર GSTR 3B દ્વારા જ થતી હોય છે. GSTR 9 માં દર્શાવવામાં આવેલ આઉટપુટ જવાબદારી કે માંગવામાં આવેલ ઈન્પુટ ટેક્સ ક્રેડિટની કોઈ અસર ક્રેડિટ લેજરમાં થતી હોતી નથી. હા, સામાન્ય રીતે જોવા માં આવે તો કરદાતાની આકારણી એ ધંધાકીય ચોપડા ઉપરથી કરવી જરૂરી છે. રિટર્ન તથા ચોપડમાં જો કોઈ તફાવત હોય તો ચોપડા મુજબ આકારણી થવી જોઈએ. પરંતુ જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારબાદ GSTR 1 તથા GSTR 3B સર્વોપરી ગણાય. આ બાબતે આપના અસીલ હાઇકોર્ટ મારફત રિટ દ્વારા કોઈ આદેશ મેળવે તો જ તેઓને રાહત મળે તેવો અમારો મત છે. આમ ના કરવામાં આવે તો આકારણીમાં વધુ ભરેલ ટેક્સનું રિફંડ સમયમર્યાદાના કારણે મળે નહીં તથા વધુ લીધેલ ક્રેડિટ ઉપર (વપરાશને આધીન) રિવર્સ કરવી વ્યાજ ભરવાની જવાબદારી આવી શકે તેવો અમારો મત છે.

_____________________________________________________________________________________________

2. અમારા અસીલના કેસમાં 2017 18 ના વર્ષમાં GSTR 3B કે GSTR 1 સાચા ભરાયા છે. પરંતુ GSTR 9 કોઈ અન્ય અસીલનું ભરાય ગયેલ છે. GSTR 9 માં વેચાણ પણ વધુ લેવાઈ ગયું છે તથા ઈન્પુટ ટેક્સ ક્રેડિટ પણ વધુ લેવાઈ ગયેલ છે. હવે તેઓને GSTR 3B તથા GSTR 1 તથા GSTR 9 વચ્ચે તફાવતની નોટિસ આવેલ છે. આ સમયે ચોપડા માન્ય ગણી GSTR 3B તથા GSTR 1 મુજબ આકારણી થઈ શકે?

                                                                                                                                                                   જગદીશ વ્યાસ એન્ડ એસોસીએટ્સ, ડીસા

જવાબ: આ પરિસ્થિતીમાં લેખિત ખુલાસો કરી તેની સાથે મેન્યુલ GSTR 9 સાચું ભરેલું આપી શકાય. આમ, GSTR 3B અને 1 ને સાથે ચોપડા ધ્યાને લઈ આકારણી કરવા રજૂઆત કરવી જોઈએ. આ પ્રશ્નમાં તદ્દન વિપરીત પરિસ્થિતી હોવા છતાં આકારણી અધિકારી GSTR 3B કે GSTR 1 ને માન્ય ગણવાના બદલે GSTR 9 માન્ય ગણવા આગ્રહ કરી શકે છે. આવા સંજોગોમાં હાઇકોર્ટ દ્વારા રિટ પિટિશનનો વિકલ્પ પણ વિચારી શકાય તેવો અમારો મત છે.  

_____________________________________________________________________________________________

Income Tax

  1. અમારા અસીલ દ્વારા નાણાકીય વર્ષ 2019 20 માં ફ્લેટનું વેચાણ કરેલ છે. એ વર્ષમાં તેઓ દ્વારા કેપિટલ ગેઇન એકાઉન્ટ સ્કીમમાં ખાતું ખોલાવી મૂડી નફાની રકમ જમા કરાવેલ હતી. હવે નિયત ત્રણ વર્ષમાં તેઓ આ કેપિટલ ગેઇન એકાઉન્ટ સ્કીમની રકમનો નવી મિલકત ખરીદવામાં કે બાંધકામ કરાવવામાં નિષ્ફળ ગયા છે. હવે તેઓ પાસે શું વિકલ્પ રહે.

જવાબ: આપના અસીલ દ્વારા જે નાણાકીય વર્ષમાં ત્રણ વર્ષ પૂર્ણ થયા હોય તે વર્ષમાં જે કેપિટલ ગેઇન સંદર્ભે મુક્તિ લીધી હોય તે વ્યાજ સાથે ભરવાનો રહે તેવો અમારો મત છે.  

_____________________________________________________________________________________________

 ખાસ નોંધ

  1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

2 thoughts on “સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) DATED :21.10.2023

  1. Gstr 3B બરાબર ભરેલ હોય અને gstr 9 માં ઇનપુટ ક્રેડિટ ઓછી લીધી હોય તો આકારણી 3b પ્રમાણે થઈ શકશે

    1. આકારણી ચોપડા પ્રમાણે થવી જોઈએ, પણ આ બાબતે ડિપાર્ટમેંટનું વલણ સ્પષ્ટ રહેતું નથી

Comments are closed.

error: Content is protected !!