સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) DATED : 28.10.2023
Tax Today-The Monthly News Paper
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
_____________________________________________________________________________________________
Goods & Services Tax
- ફક્ત જી.એસ.ટી. હેઠળ સ્ટોક ટ્રાન્સફર ગણાય તેવા વ્યવહારની ધંધાકીય ચોપડામાં શું એન્ટ્રી આવે? શું આ પ્રકારના સ્ટોક ટ્રાન્સફરના વ્યવહારમાં પેમેન્ટ કરવું ફરજિયાત ગણાય? ભાવિક જડવાની, ટેક્સ કન્સલ્ટન્ટ
જવાબ: જી.એસ.ટી. હેઠળ ડિસટીન્ક્ટ પર્સન હોય તેવા કરદાતા વચ્ચે કરવામાં આવતા સ્ટોક ટ્રાન્સફરની ધંધાકીય ચોપડમાં કોઈ નાણાકીય એન્ટ્રી એન્ટ્રી કરવાની રહે નહીં પરંતુ માત્ર “જર્નલ” દ્વારા સ્ટોક ટ્રાન્સફર કરવાનો રહે તેવો અમારો મત છે. જી.એસ.ટી. નિયમોના નિયમ 37 મુજબ આવા વ્યવહારમાં પેમેન્ટ ટ્રાન્સફર કરવાની કોઈ જરૂરત રહેતી નથી અને આમ છતાં તેઓને ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી રહે છે તેવો અમારો મત છે.
_____________________________________________________________________________________________
2. અમારા અસીલ ગુજરાત રાજ્યમાં જી.એસ.ટી. નંબર ધરાવે છે. તેઓ ગુજરાત તેમજ ગુજરાત બહાર ધંધાના કામ અર્થે ટ્રાવેલ કરતાં હોય છે. આ દરમ્યાન તેઓ જે હોટેલમાં રહે તે હોટેલમાં લાગુ થયેલ જી.એસ.ટી. ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તેઓને મળે? ધર્મેશ પરમાર, ટેક્સ કન્સલ્ટન્ટ, જુનાગઢ
જવાબ: આપના અસીલ કે જેઓ ગુજરાતમાં નોંધણી ધરાવે છે તેઓ ધંધાના કામ અર્થે ગુજરાતની કોઈ હોટેલમાં રોકાણ કરે અને હોટેલ જે જી.એસ.ટી. લગાવે તેની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ આપના અસીલને મળવાપાત્ર છે. પરંતુ ગુજરાત બહાર જ્યારે તેઓ કોઈ હોટેલમાં રહે ત્યારે પ્લેસ ઓફ સપ્લાય એ જે તે રાજ્ય ગણાય અને આપના અસીલને આ ક્રેડિટ મળવા પાત્ર નથી તેવો અમારો મત છે.
_____________________________________________________________________________________________Income Tax
- અમારા અસીલ ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ 12A ની પરવાનગી ધરાવતું શૈક્ષણિક ટ્રસ્ટ છે. નાણાકીય વર્ષ 2021 22 માં ફોર્મ 10b ભરવામાં ચૂક થયેલ હતી. તેઓ ઉપર હાલ ડિમાન્ડ ઊભી થયેલ છે. આ બાબતે શું વિકલ્પ રહે?
જવાબ: આપના અસીલ પાસે હવે અપીલ કરવાનો જ વિકલ્પ રહે છે. CIT vs. Xavier (P) લી કેળવણી મંડળના કેસમાં માનનીય ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઠરાવવામાં આવ્યું હતું કે ફોર્મ 10b આકારણી અધિકારી સમક્ષ કે અપીલ અધિકારી સમક્ષ પણ રજૂ કરવામાં આવ્યું હોય તો પણ એ ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 12(A)(1)(b) નું પાલન થયેલ ગણાય. આ ચુકાદો આપને ઉપયોગી થઈ શકે છે.
_____________________________________________________________________________________________
ખાસ નોંધ
- જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.