સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 29th July 2023

Spread the love
Reading Time: 4 minutes


:
ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના

_____________________________________________________________________________________________

Goods & Services Tax

  1. અમારા અસીલનું જયુરીસડીકશન SGST નડિયાદ છે. તેઓને CGST ડિપાર્ટમેંટ દ્વારા સમન્સ આપવામાં આવેલ હતો. આ સમન્સ બાદ SGST દ્વારા એડવાઈઝરી આપવામાં આવેલ છે. અમારો પ્રશ્ન એ છે કે શું બંને ડિપાર્ટમેંટને સમન્સ અને એડવાઈઝરી ના જવાબ આપવાના રહે કે કોઈ એક ને આપી આ જવાબની વિગત અન્ય ડિપાર્ટમેંટને આપી દઈએ તો ચાલે?

                                                                        એક ટેક્સ કન્સલ્ટન્ટ, નડિયાદ

જવાબ: જી.એસ.ટી. હેઠળ સમન્સ આપવા “ક્રોસ જ્યુરિસડીકશન” ની છૂટ આપવામાં આવેલ છે. આમ CGST કે SGST કોઈ પણ કોઈ પણ કરદાતાને સમન્સ આપી શકે છે. હા, બંને ડિપાર્ટમેંટ દ્વારા એક જ બાબત પર પેરેલલ કાર્યવાહી ચાલી શકે નહીં. જ્યાંથી સમન્સ આવેલ હોય તેનો જવાબ આપ્યા અંગેની વિગતો અન્ય ડિપાર્ટમેંટને આપી ત્યાંની કાર્યવાહી અટકાવવા પત્ર લખવો જોઈએ તેવો અમારો મત છે.

_____________________________________________________________________________________________2. જી.એસ.ટી. નિયમ 86B હેઠળ નિયત વેપારીઓએ 1% રકમ “કેશ લેજર” માંથી ભરવાની રહે છે. આ અંગે અમારા નીચે મુજબના પ્રશ્નો છે.

          a. શું Cess ઉપર પણ આ 1% ભરવાનો નિયમ લાગુ પડે?

         b. શું Cess માં વેલ્યૂ એડીશન થતું જ ના હોય તો પણ આ નિયમ લાગુ પડે?

         c. 1% રકમની ગણતરી કરવામાં CGST, SGST, IGST અલગ અલગ ગણવાની રહે કે કુલ 1% ગણવાની રહે?      જિગ્નેશભાઈ દેત્રોજા, ધોરાજી 

      જવાબ: હા, સેસ ઉપર વેલ્યૂ એડીશન થતું હોય તો તેના ઉપર પણ નિયમ 86B લાગુ પડે તેવો અમારો મત છે. માત્ર MRP બેઝ સેસ હોય તો આ 86B નો નિયમ લાગુ ના પડે તેવો “પરપઝીવ ઇન્ટરપ્રિટેશન” કરતાં અમારો મત છે. 1% ની રકમ ગણતરી કરવા CGST-SGST-IGST-CESS અલગ અલગ કરવાની જરૂર રહે નહીં તેવો અમારો મત છે. જોકે આ અંગે હવે જી.એસ.ટી. પોર્ટલમાં ઓટો કલ્ક્યુલેટ શરૂ કરવામાં આવ્યું છે. હવે પોર્ટલ પર શું થાય છે ટે પ્રમાણે જ અર્થઘટન કરવું જરૂરી બનશે.    

_____________________________________________________________________________________________ઇન્કમ ટેક્સ

 1. MACT (મોટર વિહીકળ ક્લેઇમ ટ્રિબ્યુનલ) નું વળતર મળે તે વળતર ફિક્સ ડીપોઝીટમાં રાખવા આદેશ કરવામાં આવતો હોય છે આ ફિક્સ ડિપોઝીટના વ્યાજની આવક ઇન્કમ ટેક્સ હેઠળ કરપાત્ર બને?                                                                                                     CA હર્ષિત મહેતા

જવાબ: મોટર વિહીકલ ક્લેઇમ ટ્રિબ્યુનલ દ્વારા એવોર્ડના વ્યાજનો ભાગ એ મૂડી પ્રકારની આવક ગણાય અને તેના ઉપર ટેક્સ લાગે નહીં. આ બાબતે CIT વી. ચિરંજીલાલ મુલતાની મલ રાય બહાદુર (પ્રા.) લિમિટેડ (પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટ) નો આધાર લઈ શકાય. કોઈ કારણો સર (મોટાભાગના કેસોમાં માઇનોર હોય ત્યારે) એવોર્ડની અમુક રકમ ફિક્સ દીપોઝીટમાં મૂકવાનો આદેશ થયેલ હોય ત્યારે એવોર્ડનું રોકાણ થયેલ ગણાય અને આવી વ્યાજ આવક ઉપર ઇન્કમ ટેક્સ લાગુ પડે તેવો અમારો મત છે. 

_____________________________________________________________________________________  2. અમારા અસીલ જે માલિકી ધોરણે ધંધો કરે છે તેઓનું ટર્નઓવર નાણાકીય વર્ષ 2020-21 તથા 2021-22 માં 1 કરોડથી ઓછું હતું. આ વર્ષોમાં તેઓએ ઇન્કમ ટેકસનું રિટર્ન કલમ 44AD હેઠળ ભરેલ હતું. હવે નાણાકીય વર્ષ 2022 23 માં પણ તેઓનું ટર્નઓવર 1 કરોડથી ઓછું છે પરંતુ તેઓનો નફો 4% જેવો જ છે. તો શું તેઓ 44AD ના સ્થાને ટર્નઓવર ઓછું દર્શાવે તો ઓડિટ ફરજિયાત બને? તેઓ ITR 3 ભરી શકે?

                                                                                                                                                                                 ગૌરવ પટેલ, એડવોકેટ કપડવંજ

જવાબ: હા, જો આપના અસીલની આવક ટેકસેબલ લિમિટ કરતાં વધુ હોય તો તેઓ “એલીજીબલ એસેસી” હોય, આવક નિયત 8% કે 6% થી ઓછી બતાવતા હોય ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ ઓડિટ કરાવવું આપના અસીલ માટે ફરજિયાત બને તેવો અમારો મત છે.

_____________________________________________________________________________________________3. અમારા અસીલ ભાગીદારી પેઢી છે. તેઓનું ટર્નઓવર 1 કરોડથી ઓછું છે. નાણાકીય વર્ષ 2020-21 તથા 2021 22 માં ઓડિટ કરાવેલ હતું. શું આ ભાગીદારી પેઢી ઓડિટના કરાવ્યા વગર IT રિટર્ન ITR 3 ભરી શકે?                                                                         ગૌરવ પટેલ, એડવોકેટ કપડવંજ

જવાબ: આપના અસીલ “એલીજીબલ એસેસી” હોય જો ટર્નઓવરના 8% (બેન્ક રિસીપ્તના કિસ્સામાં 6%) નફો (વ્યાજ તથા મહેનતાણું આપ્યા પછી)દર્શાવે તો ઓડિટ કરાવવું જરૂરી રહેતું નથી. અન્યથા આપના અસીલે નીચો નફો દર્શાવવાના કિસ્સામાં ઓડિટ કરાવવું ફરજિયાત બને અને ઓડિટ કરવી જ ITR 3 ભરવું જોઈએ તેવો અમારો મત છે.

__________________________________________________________________________________________

ખાસ નોંધ

  1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!