2020-21 ના વાર્ષિક રિટર્ન અને ઓડિટમાં આવ્યા રાહતના સમાચાર… જાણો શું છે આ સમાચાર
જી.એસ.ટી. ઓડિટ CA પાસે કરાવવાના સ્થાને સેલ્ફ સર્ટીફાય કરવાંની આપવામાં આવી છૂટ
તા. 29.05.2021: જી.એસ.ટી. કાઉન્સીલની 43 મી મિટિંગમાં જી.એસ.ટી. વાર્ષિક રિટર્ન અને જી.એસ.ટી. ઓડિટ વિષે મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. 2019 20 સુધી જી.એસ.ટી. ઓડિટ રિપોર્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે કોસ્ટ એકાઉન્ટન્ટ દ્વારા સર્ટીફાય કરાવવો જરૂરી હતો. હવે 2020-21 થી આ ઓડિટના સ્થાને કરદાતા “સેલ્ફ સર્ટીફાય” કરી શકશે. આ ઉપરાંત 2 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા કરદાતા માટે વાર્ષિક રિટર્ન GSTR 9 અને 9A ભરવું મરજિયાત બનાવવામાં આવેલ છે. આવી રીતે 5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતાં કરદાતાઓ માટે જી.એસ.ટી. ઓડિટ ફરજિયાત રહેશે નહીં તેવો પણ નિર્ણય આ મિટિંગમાં લેવામાં આવ્યો છે. આમ, વાર્ષિક રિટર્ન બાબતે આ સુધારાથી કરદાતાઓને રાહત મળશે તે બાબત ચોક્કસ છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.