જી.એસ.ટી. માં વ્યકિતગત સુનવણીની તક અને કુદરતી ન્યાય નાં સિધ્ધાંત ની કરણ-અર્જુન ની જોડી !

Spread the love
Reading Time: 3 minutes

By Bhargav Ganatra, Advocate

 

 

 

 

●પ્રસ્તાવના:-

◆જી.એસ.ટી. કાયદાની કલમ ૭૫(૪) મુજબ જો કોઈ વ્યકિત કે જેની ઉપર ટેકસ અથવા પેનલટી અંગેના આરોપ લગાડવામાં આવ્યા હોય તો તેમને નીચેના સંજોગોમાં વ્યકિતગત સુનવણીની તક આપવી ફરજિયાત છે…..

જો એ વ્યકિત દ્વારા વ્યકિતગત સુનવણી માટે લેખીતમાં જાણ કરવામાં આવે છે.

અથવા

જો એ વ્યકિત ની વિરુદ્ધ માં કોઈ નિર્ણય કરવાની ફરજ લાગતી હોય.

◆આમ, જી.એસ.ટી. ના કાયદા મુજબ જો કોઈ વ્યકિત પાસેથી વ્યકિતગત સુનવણી ની તકની અરજી ના કરવામાં આવે તો પણ જો તે વ્યકિતની વિરુદ્ધ માં નિણૅય લેવાનો થતો હોય તો તે વ્યકિત ને વ્યકિતગત સુનવણી ની તક આપવી એ ફરજિયાત છે.

◆વધુમાં જોઈએ તો વ્યકિતગત સુનવણીની તક આપવી એ કુદરતી ન્યાયના સિધ્ધાંત નો એક જરુરી એવો મહત્વનો હિસ્સો જ ગણી શકાય.

◆ પરંતુ, જી.એસ.ટી. માં આ અંગેના નામદાર કોટૅ ના જજમેન્ટ નું વાંચન કરીએ તો એવું લાગે કે જાણે આ બંનેની જોડી એ કરણ-અર્જુન ની જોડી જ છે.

◆ ટુંકમાં, અહીં કહેવાનો ભાવાર્થ ઍવો છે કે માત્ર વ્યકિતગત સુનવણી ની તક આપવાથી કાયદાનું પાલન થ ઈ ગયું તેવું ના ગણી શકાય અને આ વ્યકિતગત સુનવણીની તક એ કેટલા અંશે યોગ્ય અને કુદરતી ન્યાયના સિધ્ધાંત નું પાલન કરે છે તે જોવું પણ અનિવાર્ય છે.

◆ તો પછી ચાલો નીચે મુજબ નાં નામદાર કોટૅ દ્વારા અપાયેલા વ્યકિતગત સુનવણી અને કુદરતી ન્યાય ના સિધ્ધાંત ના આદેશો ને જાણીએ.

● કારણ બતાવો નોટિસ નો જવાબ આપવાની છેલ્લી તારીખ પહેલાં વ્યકિતગત સુનવણી માટે ફરજ પાડવી એ કુદરતી ન્યાયના સિધ્ધાંત ની એકદમ વિરુદ્ધ છે. – નામદાર મદ્રાસ હાઈકોટૅ

◆ નામદાર મદ્રાસ હાઈકોટૅ એ શ્રી શ્યામ ગ્રેનાઈટસ અને મારબ્લસ વિરુદ્ધ આસિસ્ટન્ટ કમિશનર ના ચુકાદામાં આ અંગે ની સમજણ પુરી પાડી છે…

◆આ અંગે નામદાર કોટૅ એ નોંધ કરતાં કહ્યું કે કરદાતા પાસેથી જવાબ મેળવ્યા પછી જ અધિકારીઓ પોતે એ નિણૅય કરી શકતાં હોય છે કે તે કરદાતાની વિરુદ્ધ માં નિણૅય ધરાવે છે કે કેમ !

◆ વધુમાં, કરદાતા તરફથી પ્રત્યુતર મેળવ્યા પહેલાં જ જો વ્યકિતગત સુનવણી ની તક આપવામાં આવે તો તે કાયદાની કલમ ૭૫(૪) નું પાલન થયું ના ગણી શકાય.

◆ કારણ કે , કાયદાની કલમ ૭૫(૪) મુજબ વ્યકિતગત સુનવણીની તક એ ….

જો એ વ્યકિત દ્વારા વ્યકિતગત સુનવણી માટે લેખીતમાં જાણ કરવામાં આવે છે.

અથવા

જો એ વ્યકિત ની વિરુદ્ધ માં કોઈ નિર્ણય કરવાની ફરજ લાગતી હોય.

તો આપવી ફરજિયાત બને છે.

◆ આમ, જો કરદાતા ને પ્રત્યુતર ના છેલ્લા દિવસ પહેલાં જ જો વ્યકિતગત સુનવણીની તક આપવામાં આવી હોય તો તે કુદરતી ન્યાયના સિધ્ધાંત નું ઉલ્લંધન છે.

● જો વ્યકિતગત સુનવણીની તક આપનાર અધિકારી અને વિરુદ્ધ માં ઓડૅર કરનાર અધિકારી અલગ હોય તો શું કુદરતી ન્યાયના સિધ્ધાંત નું પાલન થયું છે એવું કહી શકાય ?

◆ તો આ અંગે નો જવાબ તો એ હાલ ભવિષ્ય ના ગભૅ માં છે પણ વાત કશુંક એવી છે કે…

◆નામદાર રાજસ્થાન હાઈકોટૅ દ્વારા આઈએનસી વલ્ડૅ બિઝનેસ હાઉસ વિરુદ્ધ ડેપ્યુટી કમિશનર સ્ટેટ ટેકસ ની કાયૅવાહી દરમિયાન આ પ્રશ્ન ની ચચૉ થ ઈ છે.

◆ અહીં, આ કેસમાં જો વાસ્તવિકતા ની ચચૉ કરીએ તો એવી છે કે કરદાતા ની કારણ બતાવો નોટિસ એ આસિસ્ટન્ટ કમિશનર શ્રી દ્વારા ઇસ્યુ કરવામાં આવી હતી.

◆ જ્યારે આ કારણ બતાવો નોટિસ અંગેનો અંતિમ નિર્ણય ડેપ્યુટી કમિશનર શ્રી દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યો હતો.

◆ અહીં એ નોંધવું જરુરી છે કે કરદાતા ને વ્યકિતગત સુનવણી ની તક એ આસિસ્ટન્ટ કમિશનર શ્રી એ આપેલી હતી અને આમ, જ્યારે અંતિમ નિર્ણય કરનાર ડેપ્યુટી કમિશનર શ્રી દ્વારા કરદાતા ને સાંભળવામાં આવેલ નથી.

◆હાલ , આ અંગે નામદાર રાજસ્થાન હાઈકોર્ટે એ કાયૅવાહી ઉપર સ્ટે આપ્યો છે.

● એક્સ્ટ્રા શોટૅ :-

◆આમ, ઉપર જોયું તે મુજબ વ્યકિતગત સુનવણી ની તક ને માત્ર એક ફરજિયાત પ્રોસીજર ના ભાગરુપે જોવાં કરતાં પણ તેનાથી કુદરતી ન્યાયના સિધ્ધાંત નું પાલન કેટલા અંશે થાય છે તે જોવું અતિ મહત્વનું હોય છે.

◆ એટલે જ તો વ્યકિતગત સુનવણી ની તક અને કુદરતી ન્યાયના સિધ્ધાંત વિશે કહી શકાય કે , ” યે બંધન તો પ્યાર કા બંધન હૈ !”

~Adv Bhargav Ganatra
[ B.com, LL.B, CA Finalist]

error: Content is protected !!