સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 27th August 2022

Spread the love
Reading Time: 2 minutes

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


GST

1. હાલ, GSTR 3B માં થયેલા સુધારા અનુસાર ઇનેલીજીબલ ITC ઓટો ડ્રાફટેડ GSTR 3B ની કૉલમ 4(B)(1) માં દર્શાવે છે. ઉદાહરણ તરીકે અમારા અસીલની ઓટો ડ્રાફટેડ ફોર્મમાં કુલ ITC 12000 છે જે પૈકી 10000 ઇનએલિજીબલ છે. હવે GSTR 3B માં અમે માત્ર 2000 નીજ ક્રેડિટ ક્લેઇમ કરીએ અને ઇનએલિજીબલમાં કોઈ ક્રેડિટ રિવર્સ ના કરીએ તો ચાલે? જિગ્નેશ દેત્રોજા, ટેક્સ કન્સલ્ટન્ટ

જવાબ: હાલમાં CBIC દ્વારા બહાર પાડવામાં આવેલ સૂચનાઓ મુજબ કુલ ક્રેડિટ GSTR3B માં દર્શાવી અને ત્યાર બાદ ઈનએલીજીબલ ક્રેડિટ રિવર્સ કરવી જોઈએ. કોઈ કરદાતા આ રીતે ન કરે અને માત્ર એલીજીબલ ક્રેડિટ જ GSTR3B માં ક્લેઇમ કરે તો પણ તેના ઉપર કોઈ સખત કાર્યવાહી તેવી શક્યતા રહતી નથી તેવો અમારો મત છે.  

2. અમારા એક અસિલ પોતાના માલ વેચાણ ઉપર TCS ઉઘરાવવા જવાબદાર છે. અમારો પ્રશ્ન એ છે કે જી.એસ.ટી. હેઠળ GSTR 1 ભરવામાં ટેકસેબલ વેલ્યૂ તરીકે TCS સહિતની રકમ લેવાની રહે કે TCS વગરની?                                નૈમિષ દૂધાત્રા, રાજકોટ

જવાબ: ઇન્કમ ટેક્સ હેઠળ TCS કરવા જવાબદાર વ્યક્તિએ પણ ટેકસેબલ વેલ્યૂ તરીકે GSTR 1 માં TCS વગરની રકમ દર્શાવવાની રહે તેવો અમારો મત છે.


 

ઇન્કમ ટેક્સ

  1. અમારા અસીલ TCS કપાત કરવા જવાબદાર છે. અમારો પ્રશ્ન એ છે કે અમારા અસીલ TCS જી.એસ.ટી. સહિતની રકમ પર ઉઘરાવવા જવાબદાર બને કે જી.એસ.ટી. વગરની રકમ ઉપર?

જવાબ:  TCS ઉઘરાવની જવાબદારી GST વગર ની રકમ પર આવે તેવો અમારો મત છે.

 

 

ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

2 thoughts on “સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 27th August 2022

  1. YOUR WORK IS REALLY GOOD AND VERY HELP FULL IN TAXATION PRACTICE
    MY ANOTHER QUESTION ABOUT GST RATE ON GOLD SMITH MAJURI , 5 % ON JEWELLARY MAKING BUT SOME HOW GST DEPARTMENT 18 % GST LIABLE ON GOLDSMITH MAJURI AND SILVER JEWELLARY MAJURI INCOME AFTER 17/07/2022 SO ITS VERY MAJOUR PROBLEM SO PL HELP ME AND SEND IN YOUR BLOG ABOUT THIS MATTER

Comments are closed.

error: Content is protected !!