નડિયાદ ખાતે ઇન્કમ ટેક્સ અને જી.એસ.ટી. ના વિષયો ઉપર યોજાયો સેમિનાર
AGFTC તથા ટેક્સ પ્રેક્ટિશનર એસો. નડિયાદના સંયુક્ત ઉપક્રમે યોજાયો સેમિનાર
તા. 09.08.2022: ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટ (AGFTC) તથા ધ ટેક્ષ પ્રેક્ટિશનર એસોસિએશન નડીઆદ ના સંયુક્ત ઉપક્રમે, જલાશ્રય રિસોર્ટ, નડીઆદ ખાતે ઈન્ક્મટેક્સ અને જીએસટી કાયદા પર સેમિનાર યોજાયો. આ સેમિનાર ના ઉદ્ધઘાટક માં શ્રી હિરેનભાઈ વકીલ ( પ્રમુખ – Agftc ), પ્રમુખ શ્રી કંદર્પભાઇ ગજ્જર તથા અતિથિ વિશેષ સીએ ભાઈલાલભાઈ પટેલ, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સીએ રવિ શાહ, મૌફિસિલ કમિટી ચેરમેન પ્રફુલભાઇ શાહ તથા અન્ય મહેમાનો ના વરદ હસ્તે સેમિનાર નુ ઉદ્ધઘાટન કરવામાં આવ્યુ.
આ સેમિનાર ના વક્તાશ્રીઓમાં આવકવેરા કાયદા અન્વયે સીએ અસીમ ઠક્કર તથા જીએસટી કાયદા અન્વયે એડવોકેટ સમીરભાઈ સિદ્ધપુરિયા એ ખુબ ઉંડાણ પૂર્વક કાયદાકીય સમજ સાથે વક્તવ્ય આપી ને વ્યવસાયીઓ ને મંત્ર મુગ્ધ કરી દીધેલ. આ સેમિનારમાં સમગ્ર ચરોતરના ટેક્ષ વ્યવસાયીઓ જોડાયા હતા. અમિતભાઇ સોની, ટેક્સ એડવોકેટ, પ્રેસ પ્રતિનિધિ, નડિયાદ