નડિયાદ ખાતે ટેક્ષ એસોસિએશનનો દ્વારા જીએસટી કાયદા અન્વયે માર્ગદર્શન સેમિનાર યોજાયો
બરોડાના યુવાન એડવોકેટ (CA) અભયભાઈ દેસાઇ દ્વારા આપવામાં આવ્યું મહત્વનુ માર્ગદર્શન.
ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટ, ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાત અને ધ ટેક્ષ પ્રેકટીશનર એસોસિએશન નડીઆદના સંયુક્ત ઉપક્રમે જીએસટી કાયદા અન્વયે સેમિનાર યોજાયો. સેમિનાર માં એજીએફટીસી પ્રમુખ સીએ રવી શાહ, ટાગ પ્રમુખ કિંજલભાઈ શાહ, ટીપીએ પ્રમુખ અમિત પંચાલ, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ર્ડો. સીએ વિશ્વેશ શાહ, મૌફુસીલ પ્રો ચેરમેન પ્રફુલભાઇ શાહ,વાઇસ પ્રેસિડેન્ટ સુનિલભાઈ શાહ એજીએફટીસી મંત્રી અમિત સોની, ટીપીએ મંત્રી પ્રેમલ શાહ વક્તાશ્રી એડવોકેટ અભયભાઈ દેસાઈ ના વરદ હસ્તે ઉદઘાટિત કરેલ. જીએસટી વિષય પર એડવોકેટ શ્રી અભયભાઈ દેસાઈ એ ઉમદા અને રસપ્રદ વક્તવ્ય આપવામાં આવેલ છે. આ પ્રસંગે ત્રણેય એસોસિએશન ના કારોબારી સભ્યો, જનરલ સભ્યો વડોદરા,અમદાવાદ, આણંદ, હાલોલ, નડિયાદ, ગોધરા કપડવંજ, કઠલાલ, મોડાસા, પેટલાદ ના ટેક્ષ વ્યવસાયિઓ મોટી સંખ્યામાં જોડાઈ આ સેમિનાર ને સફળ બનાવેલ. અમિતભાઈ સોની