નાના વેપારીઓને કંપનીઓ પાસેથી આવી રહ્યા છે ઇ મેઈલ તથા વોટ્સ એપ. જાણો શું કામ આવી રહ્યા છે આ ઇ મેઈલ અને વોટ્સ એપ???
01 જુલાઇ 2017 થી TDS તથા TCS અંગે નવો નિયમ લાગુ થવાનો છે જે અંતર્ગત નિયત વ્યક્તિઓ ઉપર બમણા દરે TDS/TCS લાગુ પડશે. કંપનીઑ માંગી રહી છે વેપારીઓ પાસેથી “ડિકલેરેશન”
તા. 24.06.2021: છેલ્લા થોડા દિવસોથી વેપારીઓને કંપનીઓ તરફથી ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ તેઓએ રિટર્ન ભરેલા છે અને તેમના પાછલા વર્ષોના TDS/TCS પચાસ હજાર કે તેથી વધુ નથી થયું તે અંગે ડિકલેરેશન માંગવામાં આવી રહ્યા છે. વેપારીઓ પોતાના ટેક્સ પ્રેકટિશનર્સને આ ડિકલેરેશન અંગે પુછતા હોય છે. આ ડિકલેરેશન એટ્લે માંગવામાં આવી રહ્યા છે કારણકે ઇન્કમ ટેક્સ હેઠળ 01 જુલાઇ 2021 થી એક નવો નિયમ અમલી બનવા જઇ રહ્યો છે. આ નિયમ મુજબ જો કોઈ ખરીદનાર કે વેચનાર ઉપર કોઈ દરે TDS કે TCS થવા પાત્ર છે અને તેણે જો પોતાનું પાછલા બે વર્ષનું ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યું નથી અને પાછલા બે વર્ષમાં તેનામાં થયેલ TDS કે TCS પચાસ હજાર કે તેથી વધુ હોય તો તેમના ઉપર જે સામાન્ય દરે TDS કે TCS થવા પાત્ર હોય તેના કરતાં બમણા દરે અથવા 5% જે વધુ હોય તે દરે TDS કે TCS કરવા પાત્ર બનશે. કોઈ વ્યક્તિ આ બન્ને શરતો પૂર્ણ કરતો હશે તો જ આ વધારાના TDS/TCS ની જોગવાઈ લાગુ પડશે. આ અંગે વાત કરતાં બરોડાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ચિંતન પોપટ જણાવે છે કે “આ બન્ને શરતો ભાગ્ય જ ક્યાક પૂરી થતી હોય છે. આમ, આ નવી જોગવાઈનો વ્યાપ મારા મત મુજબ ખૂબ મર્યાદિત રહેશે. કંપનીઓ, મોટા કરદાતાઓ પોતાના ખરીદનાર વેચનાર પાસેથી આ ડિકલેરેશનનો આગ્રહ કરવાના બદલે, ઇન્કમ ટેક્સ વેબસાઇટ ઉપર તેઓને આપવામાં આવેલ ફેસિલિટી વડે આ માહિતી મેળવી શકે છે. ડ્યુ ડિલિજન્સ માટે આ પૂરતું ગણાય”.
હાલ, કંપનીઓ, મોટા કરદાતાઓ આ પ્રકારે ડિકલેરેશન જલ્દી પૂરું પાડવા નાના કરદાતાઓણે દબાણ કરી રહ્યા છે તેવા સમાચાર છે. જ્યારે ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર તેમના દ્વારા જાતે આ વિગતોની ખરાઈ કરવામાં આવે તે જરૂરી છે. આ અંગે 22 જૂન 2021 ના રોજ પ્રેસ રીલીઝ દ્વારા ખુલાસો પણ કરવામાં આવ્યો છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.