સ્ટેટ જી.એસ.ટી. દ્વારા એક સાથે 71 સ્થળોએ પાડવામાં આવ્યા દરોડા.. કરચોરોમાં ફફડાટ

Spread the love
Reading Time: < 1 minute

માધવ કોપર લિમિટેડ દ્વારા બોગસ વ્યવહારો વડે 75 કરોડની ખોટી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવાનું આવ્યું બહાર.

તા. 10.07.2021: સ્ટેટ જી.એસ.ટી. (SGST) ડિપાર્ટમેંટ દ્વારા 07 જુલાઇ 2021 ના રોજ સવારે કુલ 36 જેટલી પેઢીઓ, કંપનીઓ, બોગસ બિલિંગ ઓપરેટરોના 71 જેટલા સ્થળો ઉપર એક સામટી ત્રાટકી હતી. આ સ્થળોમાં ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, પ્રતિજ, સુરત, રાજકોટ  જેવા શહેરોનો સમાવેશ થતો હતો. સ્ટેટ જી.એસ.ટી. ની 80 ટીમો આ કામગીરીમાં સામેલ થઈ હતી. આ કામગીરી 07 થી 09 જુલાઇ સુધી સતત ચાલુ હતી. તપાસના અંતે માધવ કોપર લિમિટેડ દ્વારા 75 કરોડની ખોટી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લીધી હોવાનું પ્રાથમિક તારણ નિકલવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભાવનગરના અફઝલ સાદીકઅલી સવજાણી તથા પ્રાતિજના મીનાબેન રાઠોડ દ્વારા અલગ અલગ 32 વ્યક્તિઑને લોન અપાવવાની લાલચ આપી બોગસ જી.એસ.ટી. નોંધણી મેળવી કૌભાંડ આચર્યું હોવાની પ્રાથમિક તપાસમાં જણાયું હતું. પ્રાતિજના મીનાબેન રાઠોડ દ્વારા બોગસ વ્યવહારો થકી સરકારી તિજોરીને 109 કરોડનું તથા ભાવનગરના અફઝલ સાદીકઅલી સવજાણીએ આવા બોગસ વ્યવહારો થકી 135 કરોડનું નુકસાન સરકારી તિજોરીને પહોચડ્યું છે તેવું તપાસમાં બહાર આવ્યું છે. આ બન્ને કરચોરોની સ્ટેટ જી.એસ.ટી. દ્વારા ધરપકડ કરી અમદાવાદ ખાતે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવામાં આવ્યા છે. અને ડિપાર્ટમેંટ દ્વારા મેજીસ્ટ્રેટ સામે આ વ્યક્તિઓની રિમાન્ડ માંગી હોવાના અહેવાલો છે.

જી.એસ.ટી. અમલી બન્યો છે ત્યારથી કરચોરી એ સરકાર માટે મોટી સમસ્યા બની ગઈ છે. એક સાથે રાજ્ય વ્યાપી દરોડાના કારણે કરચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હોવાની માહિતી મળી રહી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

error: Content is protected !!