અમદાવાદ ખાતે ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાત દ્વારા સ્ટડી મિટિંગનું આયોજન
તા. 23.08.2023: ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાત ઘ્વારા અમદાવાદ મેનેજમેંટ એસોસીએશન AMA, અમદાવાદ ખાતે સ્ટડી મિટિંગનુ આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટડી મિટિંગ ના કન્વીનર વારીશ ઈશાની, પ્રમુખ કિંજલભાઈ શાહ, મંત્રી નૈતિક શાહ, વક્તાશ્રી સીએ બ્રિજેશભાઈ ઠાકર અને સીએ અમીષ ખંધાર તથા રસ્મિન વાજા દ્વારા સેમિનાર ઉદ્ઘાતીત કરવામાં આવ્યો હતો. વક્તાશ્રી સીએ બ્રિજેશભાઈ ઠાકર દ્વારા પ્રિવેનશન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અને કોન્સ્ટિટ્યૂશનલ રાઈટ્સ ઓફ પ્રોફેશનલ અને સીએ અમીષ ખંધારે તથા સીએ રસ્મિન વાજા જીએસટી અન્વયે સમન્સ, સો કોઝ નોટિસ, બોગસ બિલિંગ વિગેરે વિષય પર ઉમદા રસપ્રદ વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રમુખ કિંજલભાઈ શાહ, મંત્રી નૈતિક શાહ, ચેરમેન વારીશ ઈશાની, આઈ પીપી પંકજભાઈ શાહ, કારોબારી સભ્યોમાં અમિત સોની, પિનાકીન પટેલ, ગૌરાંગ વ્યાસ, જયદીપ પટેલ, અનિલ ટીમ્બડિયા, વસંત પટેલ, દીપ પરીખ, ઉત્સવ પટેલ, બિન્દેશ શાહ અન્ય એસોસીએશનના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યક્રમને સફળ બનાવેલ. અમિત સોની, ટેક્સ ટુડે પ્રતિનિધિ