GSTR-2A અને GSTR-3B ની ITC માં તફાવત માટે જાહેર થયેલ સરક્યુલર નંબર 183/15/2022 અને 193/05/2023 ની સરળ ભાષામાં સમજુતી

Spread the love
Reading Time: 4 minutes

 

 

 

 

-By Prashant Makwana 

પ્રસ્તાવના:

    01/07/2017 થી 31/12/2021 ના સમય માટે GSTR-2A અને GSTR-3B ની ITC ના તફાવત ને કારણે રીટર્ન સ્ક્રુટીની આવતી હોઈ છે અથવા નોટીસ આવતી હોઈ છે. GSTR-2A માં બીલ બતાવતું હોય તોજ ITC મળે તેવું નથી પરંતુ GST કાયદા અંતર્ગતની કલમ 16 ની બધીજ કન્ડીસન અનુસરેલી હોવી જોઈએ. GST ના શરૂઆતના સમય માં ઘણા બધા કારણો ના લીધે GSTR-2A માં બીલ બતાવતા નહોતા તેથી GSTR-2A માં બીલ નો બતાવતું હોય તો પણ તેની ITC કેવી રીતે ક્લેમ કરવી તેના માટે સર્ક્યુલર નંબર 183/15/2022 અને સર્ક્યુલર નંબર 193/05/2023 જાહેર કરવામાં આવ્યો છે તેની સરળ ભાષામાં સમજુતી આ આર્ટીકલ માં આપવામાં આવી છે.

  • સરક્યુલર નંબર 183/15/2022
  • GSTR-2A માં બિલ ન બતાવતું હોય તેના 4 કારણો સરકયુંલરમાં માં બતાવવામાં આવ્યા છે.
  • આપણે જેની પાસેથી ખરીદી કરી છે તેને સમયસર GSTR-3B ફાઇલ કર્યું હોય પરંતુ GSTR -1 ફાઇલ કરવાનું રહી ગયું હોય તેના કારણે માલ કે સેવા રિસીવ કરે છે તે ના GSTR -2A માં બિલ બતાવતું ન હોય.
  • સપ્લાયરે GSTR-1 અને GSTR-3B બંને ફાઇલ કર્યા છે, પરંતુ પર્ટીકયુલર 1 બિલ GSTR -1 માં દર્શાવવાનુ રહી ગયું છે તો પણ માલ કે સેવા રિસીવ કરે છે તે ના GSTR-2A માં બિલ બતાવતું ન હોય
  • GST માં રજીસ્ટર વ્યક્તિને વેચાણ કરવામાં આવ્યું હોય ત્યારે સપ્લાયર દ્વારા Rule-46 મુજબ GST નંબર વાળું ઇન્વોઇસ ઇસ્યુ કરેલ હોય પરંતુ સપ્લાયર દ્વારા તે બિલ ભૂલથી B2C માં દર્શાવાય ગયુ હોય
  • સપ્લાયર દ્વારા GSTR -1 અને GSTR-3B બંને ફાઇલ કરવામાં આવ્યું છે પરંતુ GSTR -1 માં ભૂલથી ખોટો GST નંબર એન્ટર થય ગયો છે.
  • GSTR -2A અને GSTR -3B ITC ક્લેમ કરેલ છે તેનો તફાવત ઉપરના 4 કારણોનો હિસાબે હશે તો.

GST ઓફિસર સૌપ્રથમ જેટલી ITC 2A  કરતાં વધારે ક્લેમ કરેલ છે તેના ઇન્વોઇસ મંગાવશે અને સેકશન-16 ની કંડિસન છે ITC ક્લેમ કરવાની તે પૂરી  થય છે કે નહીં તે ચકાશશે.

સેક્સન-16 ની કંડિસન નીચે મુજબ છે.

  1. ટેક્ષ ઇન્વોઇસ હોવું જોઈએ.
  2. રિસિવરે ખરેખર માલ કે સેવા મેળવી લીધેલ હોય
  3. રિસીવર દ્વારા સપ્લાયરને માલ કે સેવા અને ટેક્ષનું પેમેન્ટ કરેલું હોવું જોઈએ
  4. આ ઉપરાંત ટેક્ષ ઓફિસર એ પણ તપાસશે કે Inpute Tax Credit નું રિવરસલ કરવાનું હોય તો તે થયું છે કે કેમ અને ઈનપુટ ટેક્ષ ક્રેડિટ ક્લેમ કરવાની સમય મર્યાદા સેક્સન-16(4) મુજબ છે તે સમય મર્યાદા માં તે ITC ક્લેમ કરેલ છે કે કેમ.
  • તદઉપરાંત ઓફિસર સેકસન-16 મુજબ ખરેખર ટેક્ષ ભરાય ગયો છે કે કેમ અને ખરેખર સપ્લાયર દ્વારા માલ કે સેવાની સપ્લાય કરી છે કે કેમ તે જોવા માટે નીચેની પ્રોસેસ ફોલો કરશે.
  • રજીસ્ટર પર્સન એટલે કે રિસીરે GSTR -2A માં જે ITC અવેલેબલ છે તેના કરતાં GSTR -3B માં  5 લાખ થી વધારે  ITC ક્લેમ કરેલ હોય તો

સપ્લાયર સર્ટીફીકેટ રજૂ કરશે તેના ચાર્ટડ એકાઉન્ટન્ટ (C.A) અથવા કોસ્ટ એકાઉન્ટન્ટ(C.M.A) ઇસ્યુ કરશે તે જેમાં C.A. અથવા C.M.A સર્ટીફાય કરશે કે સપ્લાયરે રિસીવરને ખરેખર માલ કે સેવા સપ્લાય કરી છે અને તેનો ટેક્ષ GSTR -3B દ્વારા સરકાર માં ભરાય ગયેલ છે

  • C. અથવા C.M.A જે સર્ટિફિકેટ ઇસ્યુ કરે તેમાં UIDIN મેન્સન કરેલો હોવો ફરજિયાત છે જેથી કરીને તે C.A. અથવા C.M.A ની વેબસાઇટ પર ક્રોસ ચેક કરી શકાય.
  • રજીસ્ટર પર્સન એટલે કે રિસીવરે GSTR -2A માં જે  ITC અવેલેબલ છે તેના કરતાં GSTR -3B માં  5 લાખ સુધી   ITC વધારે ક્લેમ કરેલ હોય તો

ઓફિસર રિસીવરને કેશે કે તે સપ્લાયર પાસેથી સેલ્ફ સર્ટિફિકેટ રજૂ કરે જેમાં તે મેન્સન કરે છે તેને ખરેખર માલ કે સેવાની સપ્લાય કરી છે કે કેમ અને તેનો ટેક્ષ GSTR –3B દ્વારા ભરાય ગયેલ છે કે કેમ.

આ ગાઈડલાઇન જે સરક્યુલર નંબર 183/15/2022 Date 27/12/2022 છે તે 01/07/2017 થી 08/10/2019 ના ટેક્ષ પિરિયડમાં લાગુ પડશે.

  • સરક્યુલર નંબર 193/05/2023
  • આપણે જોયું તે મુજબ સરક્યુલર નંબર 183 /15 /2022  08/10/2019 સુધી ના ટેક્ષ પીરીયડ માટે જ લાગુ પડે છે પરંતુ ત્યાર પછી ના ટેક્ષ પીરીયડ માં Rule 36(4) અંતરગત GSTR -2A કરતા વધારે ITC ક્લેમ કરવા ની છુટ આપવા માં આવી હતી. તેથી 09-10-2019 થી GSTR -2A અને GSTR -3B માં ITC તફાવત નો પ્રશ્ન આવે તો શું કરવું તે પ્રશ્ન  વેપારી દ્વારા ખાસ કરવામાં આવતો હતો તેથી તેના સમાધાન માટે સરક્યુલર નંબર 193/05/2023 જાહેર કરવા માં આવ્યો છે.
  • તારીખ 09/10/2019 થી Rule -36(4) આવ્યો હતો જે મુજબ GSTR-2A માં જે ITC અવેલેબલ હોય તેના કરતાં વધારે ITC ક્લેમ કરી શકાય.
  • 09/10/2019 થી 31/12/2019 સુધી GSTR-2A માં જે ITC અવેલેબલ હોય તેના કરતાં 20% વધારે ITC ક્લેમ કરી શકાય
  • 01/01/2020 થી 31/12/2020 સુધી GSTR-2A માં જે ITC અવેલેબલ હોય તેના કરતાં 10% ITC વધારે ક્લેમ કરી શકાય છે.
  • 01/01/2021 થી 31/12/2021 સુધી GSTR-2A માં જે ITC અવેલેબલ હોય તેના કરતાં 5% વધારે ITC ક્લેમ કરી શકાય છે.
  • તારીખ 09/10/2019 થી 31/12/2021 સુધી જેટલી વધારે ITC ક્લેમ કરી શકી છી તેના કરતાં વધારે જો ITC ક્લેમ કરી હશે તો તે માન્ય ગણાશે નહીં.
  • તારીખ 09/10/2019 થી 31/12/2021 સુધીમાં 20%, 10%, કે 5% જે વધારે ITC ક્લેમ કરવાની લિમિટ છે તેટલી ITC માટે આપણે પેલા જે જોયું સરક્યુલર નંબર 183/2022 માં જે રીતે C.A અથવા C.M.A અથવા સેલ્ફ સર્ટિફિકેટ મુજબ ITC માન્ય ગણાશે.
  • તારીખ 09/10/2019 થી 31/12/2021 સુધીમાં 20%, 10%, કે 5% જે વધારે ITC ક્લેમ કરવાની લિમિટ છે તેના કરતા વધારે ITC ક્લેમ કરેલ હશે તો તે માન્ય ગણાશે નહિ.

ઉદાહરણ

GSTR -2A મુજબ ITC અવેલેબલ હોઇ તે 300000 છે.

GSTR-3B માં ITC ક્લેમ કરેલ છે તે 500000 છે.

ધારો કે ઉદાહરણ માં ITC ક્લેમનો પિરિયડ 09/10/2019 થી 31/12/2019 નો છે તો આ સમય દરમિયાન 2A કરતાં 20% વધારે ITC ક્લેમ કરી શકતા હતા.

તેથી 300000 ના 20% = 60000

તેથી GSTR-3B 300000+60000=360000 સુધીનું ITC માન્ય ગણાય પરંતુ જે વધારે 60000 ક્લેમ કરેલ છે તેના માટે સરક્યુલર નંબર 183 મુજબ C.A  અથવા C.M.A અથવા સેલ્ફ સર્ટિફિકેટ ની પ્રોવિઝન ને અનુસરવા ની રહેશે

Rule-36(4) મુજબ માન્ય ITC 360000 છે GSTR -3B માં ITC ક્લેમ કરેલ છે તે 500000 છે તો વધારાની 140000(500000-360000)માન્ય ગણાશે નહીં વેપારી સરક્યુલર 183 મુજબ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવે તો પણ.

(લેખક સુરેન્દ્રનગર ખાતે ડાયરેક્ટ તથા ઇંડાયરેક્ટ ટેક્સ ઉપર પ્રેક્ટિસ કરે છે અને તેઓ ટેક્સ ટુડેના નિયમિત લેખક છે.)

error: Content is protected !!