નેગેટિવ લાયાબિલિટીના કેસોમાં છે પોઝિટિવ ન્યુઝ??
જી.એસ.ટી. હેઠળના નેગેટિવ લાયાબિલિટી ધરાવતા કરદાતાઓ પૈકી ગ્રીવન્સ વાળા કેસો થઈ ગયા છે “સોલ્વ”
તા. 01.06.2022: જી.એસ.ટી હેઠળના કંપોઝિશનના અમુક ખાસ પ્રકારના કરદાતાઓ નેગેટિવ લાયાબિલિટીના કારણે પોતાના GSTR 4 ભરી શકતા ના હતા. આવા કારદાતાની કેશ લેજરમાં નેગેટિવ બેલેન્સ આવતું હતું. આ કારણે કારદાતાઓએ એકવાર રકમ ભરી હોવા છતાં ફરી ટેક્સ ભરવા જવાબદાર બનતા હતા. આ કરદાતાઓ પૈકી જે કરદાતાના કેશ લેજરમાં ગ્રીવન્સના કારણે ડેબીટ કરવામાં આવ્યા હતા તેવા કિસ્સામાં 25.04.2022 ના રોજ GSTN દ્વારા પાડવામાં આવેલ એન્ટ્રી રી ક્રેડિટ કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ અંગે વાત કરતાં અમદાવાદના જાણીતા એડવોકેટ દર્શીત શાહે જણાવ્યું છે કે “જે કારદાતાઓએ GSTN ની એડવાઇસરી પ્રમાણે ગ્રીવન્સ ફાઇલ કરી હતી તેવા કેસોમાં નેગેટિવ કેશ લેજરનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. તેઓના GSTR 4 પણ ભરી શકાય છે”. આમ, કંપોઝિશન કરદાતાઓના એક પ્રકારના કારદાતાઓનો પ્રશ્નો સમાપ્ત થઈ ગયો છે પરંતુ જે કરદાતાઓ દ્વારા DRC 03 દ્વારા આ રકમ ભરી છે તેઓની મુશ્કેલીનો હજુ અંત આવ્યો નથી. ભવ્ય પોપટ, ટેક્સ ટુડ
Thanks for latest news of GST