કાયદા ની આટીધુટીઓ અને તેની સાથે જોડાયેલા રસપ્રદ કિસ્સાઓ !

Spread the love
Reading Time: 4 minutes

By Bhargav Ganatra

(Author is a CA student)

જેવી રીતે આપણે જાણીએ છીએ તે રીતે કે કાયદાની આટીધુટીઓની જોડ ગુચવનારી તો હોય જ છે પણ સાથે-સાથે તેમા એક અલગ પ્રકારની ગમ્મત પણ જોડાયેલી હોય છે. તો ચાલો જાણીએ થોડાક એવા જ કાયદાની આટીધુટી અને ગમ્મત ભરેલા કિસ્સાઓ અંગે ……

૧ ) Tax deduction for heart surgery !

આ કિસ્સાની અંદર શાંતિ ભુષણ નામના પ્રખ્યાત વકીલે પોતાના હ્દયના ઓપરેશન માટે થયેલ ખચૅને ધંધાનો ખચૅ બતાવીને બાદ લીધેલો હતો . એ અંગે તેઓએ પોતાની મુખ્ય બે દલીલ મુકી હતી કે તેમને આ ખચૅ આયકરની કલમ ૩૧ અન્વયે રીપેર તરીકે બાદ મળવી જોઈએ અથવા તો કલમ ૩૭ અન્વયે ધંધાના અન્ય ખચૅ તરીકે બાદ મળવી જોઈએ.

આ અંગે નામદાર કોટૅ એ ટકોર કરતા જણાવેલુ કે જો આ ખચૅ ને કલમ ૩૧ અન્વયે બાદ આપીએ તો તમારુ હ્દય તમારા ધંધાના સરવૈયામા મિલકત તરીકે હોવુ જોઈએ અને આ ખચૅ ને કલમ ૩૭ અન્વયે પણ ગણી ના શકીએ.

આ કિસ્સાની અંદર નામદાર દિલ્હી હાઈકોટૅ ના જજ એ ગાલિબ ને ટાકતા કહ્યુ હતુ કે …

” dil-e-nadan tujhe hua kya hai
akhir is dard ki dava kya hai “

૨) Paid v/s Payable !

આ Paid v/s Payable ના અથૅધટનનો મુદો સુપ્રિમ કોટૅ પાસે Palam Gas Service ના કેસમા આવેલો. આ કેસ માટ્ટે આયકરની કલમ ૪૦(a)(ia) ના શબ્દોને જાણવા ખુબ જરુરી છે જે નીચે મુજબ છે.

Any interest, commission or brokerage, rent, royalty, fees for professional services, fees for technical services, any amount payable to a resident contractor or sub contractor, if in respect of such

Tax has not been deducted, or

After deduction has not been paid on or before the due date mentioned under section 139(1) of Income Tax Act 1961

30% of such amount on which tax has not been deducted shall not be allowed as a deduction in the previous year in which the expenses are incurred, while computing the income chargeable under the head Profit and gains of business or profession.

તો આ કેસની અંદર Palam Gas Service એ કલમના શબ્દોનુ કડક પાલન કરીને પોતે કરેલા કલમ ૧૯૪ C ના ખચૅનો કર કપાત ના કરેલો અને એવુ કહેલુ કે તેમનો આ ખચૅ ૩૧ માચૅ એ Payable ના હતો અને કર કપાતની જવાબદારી Payable ઉપર જ આવે અને Paid ઉપર નહી.

આ કેસની અંદર નામદાર સુપ્રિમ કોટૅ એ કલમના અથૅધટન માટે Payable ને Paid સમજીને જ અથૅધટન કરવાનુ કહ્યુ અને નામદાર અલ્હાબાદ હાઈકોટૅ નો કરદાતા તરફેણનો ચુકાદો ફેરવ્યો.

૩) Whether Sachin Tendulkar is an Actor or Cricketer ?

આ કિસ્સો આયકર ના ચેપ્ટર VI ના ડિડકસન હેઠળ નો છે જેમા ૮૦RR અંગે એવુ પ્રાવધાન છે કે જો કોઈ Indian Resident ની આવક મા NRI પાસેથી રકમ મળેલી હોય ( FEMA ની સમય મયૉદાને ધ્યાનમા રાખીને ) અને તે Resident Indian જો લેખક , પ્લેરાઈટર , આટિસ્ટ, સંગીતકાર કે નાટય સાથે જોડાયેલી વ્યકિત હોય તો તેને તે રકમ ના નકકી કરાયેલા પ્રાવધાન અંગે રકમ બાદ મળે.

વષૅ ૨૦૧૧ ની અંદર જયારે ભારતે વલ્ડૅકપ જીત્યો ત્યારે જયારે સચીનને ક્રિકેટના ભગવાન માનવામા આવતા હતા ત્યારે તે પોતાને એક બાજુ અભિનેતા સાબિત કરવામા લાગેલા હતા . સચીનને ભુતકાળમા એડવટૉઈઝમેન્ટ અને સ્પોનશરશીપ ની આવક વિદેશ થી થયેલી હતી જે બદલ તેઓએ ૮૦RR અંગે રકમ બાદ લીધેલી હતી .

AO અને CIT એ આ ૮૦RR ની સ્વીકૃતિ ના કરી કારણ કે સચીન ક્રિકેટ સાથે જોડાયેલ વ્યકિત છે અને નાટય સાથે નહી.

પછી આગળ જતા ITAT એ સચીનના કલેમ ને વેલીડ ગણાવ્યો જેમા તેમનો મુખ્ય આધાર એ હતો કે શુ કોઈ એક વ્યકિત એક સમયે બે પ્રોફેશન સાથે જોડાયેલ ના હોઈ શકે ?

૪) Can illegal Business Loss is allowed under Income Tax ?

આ કેસ નામદાર સુપ્રિમ કોટૅના લેન્ડમાકૅ જજમેન્ટ સાથે જે Dr. T.A.Querashiના કેસ સાથે જોડાયેલ છે.

Dr.T.A. Querashi પોતે ડોકટરી વ્યવસાય સાથે સાથે ડ્રગસ ના અવૈધ ધંધા સાથે પણ જોડાયેલ હતા. આ અવૈધ ધંધા બદલ ઓથોરીટી ( CBI ) એ તેમનો ડ્રગસ નો ધંધો Seize કરેલો અને NDPS કાયદા હેઠળ કાયૅવાહી કરેલી .

કરદાતા એ આ માલ જપ્તીના નુકશાનને ધંધાના નુકશાન તરીકે ગણીને બાદ લીધો જેને AO એ નકારતા જણાવ્યુ કે કલમ ૩૭ અન્વયે illegal Expense ધંધાના ખચૅ તરીકે બાદ ના મળે.

નામદાર કોટૅ એ આ કિસ્સાની અંદર કલમનુ અથૅધટન કરતા જણાવ્યુ કે illegal Expense કલમ ૩૭ અન્વયે બાદ ના મળી શકે પણ કાયદો illegal Business Loss અંગે ચુપ્પ છે. માલ જપ્તીથી થયેલુ નુકશાન ખચૅ નુ નુકશાન નથી. જેથી કરદાતા આ loss ને બાદ લ ઈ શકે.

૫) Classification of goods !

Classification of goods નો પ્રશ્ન સામાન્ય રીતે કોઈ એક વસ્તુની અપ્રત્યક્ષ કર ની બે અલગ અલગ કરપાત્રતા હોય તો તે બે માથી એક વ્યાજબી કરપાત્રતા નકકી કરવા માટે થાય છે.

આજે પણ આપણે જેવી રીતે જોઈએ છે તે રીતે જીએસટી મા Roti v/s Parrota તથા Fryum v/s Papad જેવા ઉદાહરણો છે.

પણ આ પ્રશ્નો માત્ર જિએસટી સુધી જ સિમિત હતા તેવુ ના કહી શકીએ. આ બાબતે ખુબ જ ચચૉમા રહેલો કિસ્સો કહી શકીએ તો KitKat ને લગતો છે. સામાન્ય રીતે બિસ્કીટ મા ઉત્પાદક માટે ઓછો કર હતો ( ચોકલેટ ના કરની સરખામણીમાં ).

KitKat ને શુ બિસ્કિટ ગણવુ કે ચોકલેટ ? આ પ્રશ્ન નુ નિરાકરણ Nestle v/s Commissioner of Central Excise મા આવેલુ જેમા KitKat ને બિસ્કીટ તરીકે ઓળખાણ આપવામા આવી હતી.

Extra Shots :- જયારે જયારે કરપાત્રતા અને તેને લગતા કાયદાકીય કિસ્સાઓ ની વાત આવે ત્યારે પાલખીવાલા સાહેબનુ આ પ્રખ્યાત કથન યાદ રાખવા જેવુ છે કે…

When a government, Which is so unfair and unjust, complains of tax evasion, it should remember that just as every nation gets the government it deserves, every government gets the taxpayer it deserves.

(સંપાદક નોંધ: ભાર્ગવભાઈ દ્વારા લખવામાં આવેલ આ લેખ ખૂબ રસપ્રદ છે. CA સ્ટુડન્ટ હોવા સાથે તેઓ સતત વાંચનમાં પ્રવૃત હોય રહતા હોય છે. આ લેખની માહિતી વાંચી જાણીતી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એ શબ્દો યાદ આવે છે “પ્રોબ્લેમ્સ તો હે સબ કે સાથ બસ નઝહરીએ કી હે બાત”. આ લેખ લખવા બદલ તેઓને હાર્દિક અભિનંદન. ભવિષ્યમાં પણ તેઓ આવા લેખ લખતા રહે તેવી આશા)

2 thoughts on “કાયદા ની આટીધુટીઓ અને તેની સાથે જોડાયેલા રસપ્રદ કિસ્સાઓ !

Comments are closed.

error: Content is protected !!