Tax Advocate Association Gujarat (TAAG) ની 48 મી વાર્ષિક સાધારણ સભાનું થયું આયોજન: પંકજ શાહ બન્યા નવા પ્રમુખ
TAAG ના એડવોકેટ સભ્યો ઉપરાંત TAAG લેડિઝ વિંગના સભ્યો પણ રહ્યા ખાસ ઉપસ્થિત:
તા. 02.06.2022: ગુજરાતના એક માત્ર ટેક્સ એડવોકેટ માટેના સંગઠન એવા Tax Advocate Association Gujarat (TAAG) ની 48 મી વાર્ષિક સાધારણ સભા ચેમ્બર ઓફ કોમર્સ બિલ્ડીંગ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે 31 મે 2022 ના રોજ પ્રમુખ પ્રતિકભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ વાર્ષિક સભામાં મોટી સંખ્યામાં એડવોકેટ સભ્યો હજાર રહ્યા હતા. એસોસીશનના સભ્યોના પરિવારના સભ્યોની બનેલી લેડિઝ વિંગના સભ્યો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. AGM માં એજન્ડા મુજબ ગત વર્ષની મિટિંગના ઠરાવનું વાંચન કરવામાં આવ્યું હતું. સંસ્થાના ખજાનચી દ્વારા નાણાકીય વર્ષ 2021-22 ના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. પ્રમુખ પ્રતિક પટેલ દ્વારા વર્ષ દરમ્યાન સંસ્થાની કારોબારી સમિતિના સભ્યો, વિભિન્ન સબ કમિટીના “કનવેનર” તથા “કો-કનવેનર” ને મેમેન્ટો આપી તેમની સેવાને બિરદાવવામાં આવી હતી. આ ઉપરાંત સંસ્થાના સ્થાપક સભ્ય એવા ધીરેશભાઈ ટી. શાહ, ની નિમણૂંક વેસ્ટ ઝોન ડાયરેક્ટ ટેક્સ એડવાઈઝરી કમિટીમાં થતાં તેમનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાની આગામી વર્ષની નવી સમિતિની સ્થાપના વિધિ પણ આ મિટિંગમાં કરવામાં આવી હતી. એસોસીએશનના નવા પ્રમુખ તરીકે પંકજભાઈ શાહ, ઉપપ્રમુખ તરીકે કિંજલભાઈ શાહ, સેક્રેટરી તરીકે બિંદેશભાઈ શાહ, જોઇન્ટ સેક્રેટરી તરીકે પિનાકીનભાઈ પટેલ તથા ટેઝરર તરીકે જયદીપભાઈ પટેલની નિમણૂંક કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ દ્વારા સભ્યોને ખાત્રી આપવામાં આવી હતી કે એસોસીએશનના તથા તેના સભ્યોના ઉત્કર્ષ માટે તેઓની ટિમ પોતાના પૂરતા પ્રયત્નો કરશે. સંસ્થા જ્યારે પોતાની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરશે ત્યારે ભવ્ય પ્રોગ્રામ રાખવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે