ટેક્સ એડવોકેટ એસોસિએશન દ્વારા ટેકસેશન વિષય ઉપર અમદાવાદ ખાતે એક દિવસીય સેમિનાર યોજાયો
તા. 07.08.2022: ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાત ઘ્વારા જીસીસીઆઈ હોલ અમદાવાદ ખાતે એક દીવસીય સેમિનાર યોજાયો આ સેમિનાર ના ઉદ્ધઘાટક માં શ્રી પથિક એસ પટવારી ( પ્રમુખ – Gcci ) અને ટાગ ના પ્રમુખ શ્રી પંકજભાઈ શાહ અને સ્થાપક પ્રમુખ શ્રી ધીરેશભાઈ શાહ, સેમિનાર કન્વીનર શ્રી વારિશભાઈ ઈશાની, અન્ય મહેમાનો ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને સેમિનાર નુ ઉદ્ધઘાટન કરવામાં આવ્યુ..
આ સેમિનાર ના વક્તાશ્રીઓમાં આવકવેરા કાયદા અન્વયે માં શ્રી તુષાર હિમાની ( સિનિયર એડવોકેટ – ગુજરાત હાઇકોર્ટ ) અને શ્રી ધીનલ શાહ ( એડવોકેટ – ગુજરાત હાઇકોર્ટ)
જીએસટી કાયદા અન્વયે સીએ મંદર તેલાંગ ( બોમ્બે ), સીએ અભય દેસાઈ (વડોદરા ) એ ખુબ ઉંડાણ પૂર્વક કાયદાકીય સમજ સાથે વક્તવ્ય આપી ને શ્રોતાઓ ને મંત્ર મુગ્ધ કરી દીધેલ. આ સેમિનાર માં ગુજરાતભર માંથી ટેક્ષ વ્યવસાયીઓ જોડાયા હતા. અમિતભાઇ સોની, ટેક્સ એડવોકેટ, પ્રતિનિધિ, ટેકસ ટુડે
Good wishes