શું તમારે આવી રહી છે સીએમપી-08 ભરવામાં “નેગેટિવ લાયાબિલિટી” ની એરર??? આ છે આ “એરર” નું “સોલ્યુશન”
કંપોઝીશન કરદાતાઓના રિટર્ન ભરવામાં “કેશ લેજર” માંથી રકમ ડેબિટ ના થતી હોવાની ઉઠી રહી છે ફરિયાદો
તા. 16.07.2021: જી.એસ.ટી. હેઠળ કંપોઝીશનની પરવાનગી ધરાવતા કરદાતાઓ માટે ત્રિમાસિક ધોરણે CMP-08 નામક રિટર્ન ભરવાનું થાય છે. આ રિટર્ન ભરવામાં અનેક કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સ મુશ્કેલી અનુભવી રહ્યાના સમાચારો મળી રહ્યા છે. તમારી “નેગેટિવ લાઈબિલિટી” ના કારણે તમે કોઈ રકમ ભરવાં જવાબદાર નથી તેવો અર્થ આ એરરનો થાય છે. કરદાતાઓ અને અમુક સંજોગોમાં ટેક્સ પ્રોફેશનલ્સ પણ આ “એરર” નું કારણ સમજવા ઘણી મહેનત કરે છે પણ આ “એરર” દૂર કરવામાં અસમર્થ રહ્યાના પણ સમાચાર મળી રહ્યા છે. આવો જાણીએ શું કામ આવી રહી છે આ “એરર”…
કંપોઝીશન કરદાતા ત્રિમાસિક ધોરણે CMP-08 ઉપરાંત વાર્ષિક ધોરણે GSTR-04 ભરવાં જવાબદાર છે. વર્ષ 2019-20 તથા 2020-21 ના GSTR-4 ભરવાંમાં ટેકનિકલ ક્ષતિઓના કારણે આ ફોર્મના ટેબલ 6 માં લાયાબીલીટી તરીકે શૂન્ય રકમ ગઈ હોવાથી આ એરર આવી રહી છે. જે તે વર્ષના વાર્ષિક રિટર્નમાં લાયાબીલીટી શૂન્ય હોય એટ્લે વર્ષ દરમ્યાન ભરેલ રકમ જમા રહે છે. આ કારણે કોઈ પણ ટેક્સ ભર્યા વગર પણ પછીના વર્ષના CMP-08 પોર્ટલ ઉપર ભરી શકાય છે. પણ આ રીતે ટેક્સ ભર્યા વગર CMP-08 ભરવું જોખમ ભરેલું છે તેવું જાણકારો માની રહ્યા છે. આ એરરનું સમાધાન એ નીકાળી શકાય કે CMP-08 મુજબ આવતો વેરો પહેલા ભરી નાંખવામાં આવે. ત્યારબાદ CMP-08 ફાઇલ કરી નાંખવામાં આવે. આ CMP-08 માં વેચાણ અને ટેક્સ પેએબલની રકમ બરોબર હોય તે જોવું જરૂરી છે. CMP-08 ફાઇલ કરવામાં આવે ત્યારે કેશ લેજર CMP-08 માંની રકમ ડેબિટ થતી નથી. આવા સમયે DRC-03 કરી આ રકમને સેટ ઓફ કરવામાં આવે. આ DRC 03 માં ખાસ CMP-08 ના એકનોલેજમેંટ નંબરનો ઉલ્લેખ કરી નાંખવામાં આવે અને એરર વિષે નોટ આપી દેવામાં આવે તે જરૂરી છે. આમ, કરવામાં આવે તો કરદાતાને આકારણીમાં ખાસ મુશ્કેલી થશે નહીં તેવું માનવમાં આવી રહ્યું છે.
આ સમાધાન હાલમાં એક માત્ર સમાધાન તરીકે નિષ્ણાંતો માની રહ્યા છે. આ સિવાય કોઈ સમાધાન હાલ જણાતું નથી. આ પ્રકારની ટેકનિકલ ક્ષતિઓ ખૂબ મોટા પ્રમાણમા થઈ છે તેવા સમાચારો મળી રહ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.
Hi..can i file annual return for the year 2020-21 and rectify this error??
No you can not file revised annual return for 2020 21.