સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે 04th January 2020
સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)
04th January 2020
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ
જી.એસ.ટી
- જી.એસ.ટી. કાયદા હેઠળ કંપોઝીશન કરદાતા તથા નોર્મલ કરદાતાઓ ને આપવામાં આવેલ ફર્નિચર જોબવર્કની સેવાઓ ઉપર ક્યાં દરે વેરો લાગે? કૃપા એસોસીએટ્સ
જવાબ: અમારા માટે જી.એસ.ટી. હેઠળ ફર્નિચરના જોબવર્ક ની સેવા 998891 HSN હેઠળ પડે અને સામાન્ય રીતે 18% લેખે કરપાત્ર થાય. જો રેસિપીયંટ નોંધાયેલ હોય તો આ દર 12% લાગે. કંપોઝીશન વાળો કરદાતા હોય કે નોર્મલ આનાથી જી.એસ.ટી. ના દર માં કોઈ ફેર પડે નહીં. અહિયાં જોબવર્કમાં માલ રેસિપિયન્ટ દ્વારા આપવામાં આવ્યો હોવો જોઈએ.
ટેક્સ ટુડે ગ્રૂપ ડિસકશનમાં ચર્ચા થયેલ સૌથી મહત્વના પ્રશ્ન
- જાન્યુઆરીથી શરૂ થતી નવી ક્વાટરલી રિટર્ન મંથલી પેમેન્ટ સ્કીમ એ અસીલો માટે ફાયદાકારક ગણાય કે નહીં?
જવાબ:- અમારા મતે ક્વાટરલી રિટર્ન મંથલી પેમેન્ટ સ્કીમ (QRMP) એ B2C વ્યવહાર કરતાં કરદાતાઓ માટે ચોક્કસ ફાયદાકારક રહે. જે કરદાતાઓ થોડું B2B અને વધુ B2C વેચાણ કરતાં હોય તમના માટે પણ ચોક્કસ ફાયદા કારક બને પરંત મોટા પ્રમાણમા કે માત્ર B2B વ્યવહાર કરતાં હોય તેવા કરદાતાઑ માટે માસિક રિટર્નનો વિકલ્પ વધુ સારો રહે. આ ઉપરાંત નિયમિત રીતે અનિયમિત (હમેશા અનિયમિત) રહેતા કરદાતાઑ માટે પણ ત્રિમાસિક રિટર્નનો વિકલ્પ ફાયદાકારક રહે.
- માસિક રિટર્ન-ત્રિમાસિક પેમેન્ટ સ્કીમમાં 35% લેખે ટેક્સ ભરવાનો વિકલ્પ વધુ સારો ગણાય કે ખરેખર ચોપડા બનાવીને દર મહિને ટેક્સ ભરવાનો વિકલ્પ? જો મહિને ચોપડા બનાવીને ટેક્સ ભરવાનો વિકલ્પ પસંદ કરવામાં આવે તો ત્રિમાસિક રિટર્નમાં જવાનો ફાયદો શું?
જવાબ: માસિક રિટર્ન ત્રિમાસિક પેમેન્ટ (QRMP) સ્કીમ હેઠળ માસિક પેમેન્ટ કરવામાં ખરેખર ચોપડા માસિક ધોરણે તૈયાર કરી ટેક્સ ભરવાનો વિકલ્પ વધુ સારો કહેવાય. પાછલા ત્રિમાસના 35% લેખે અંદાજિત ટેક્સ ભરવાનો વિકલ્પમાં કરદાતાને અમુક નુકસાન થાય છે જેવા કે ત્રિમાસિક રિટર્ન ભરવા સમયે ટેક્સ વધુ ભરાયો હોય તો આ ટેક્સનું રિફંડ લેવાની વિધિ અતાર્કિક ગણી શકાય અને મુશ્કેલ બની શકે છે.
કરદાતાઓએ એ બાબત જાણવી જરૂરી છે કે ત્રિમાસિક રિટર્ન ભરવાની સ્કીમમાં જવાથી એકાઉન્ટન્ટ તથા એડવોકેટ, CA કે જી.એસ.ટી. પ્રેકટિશનરની કામગીરીમાં કોઈ ખાસ ફર્ક પડતો નથી પરંતુ સૌથી મોટો ફાયદો કરદાતાને થાય છે જ્યારે લેઇટ ફી ખૂબ મોટા પ્રમાણમા બચી શકે છે.
- માસિક રિટર્ન-ત્રિમાસિક પેમેન્ટ (QRMP) સ્કીમ માં શું વર્ષ દરમ્યાન ગમે ત્યારે અને ગમે તેટલી વાર અંદર-બહાર અને થઈ શકાય છે?
જવાબ: હા, આ સ્કીમમાં ગમે ત્યારે અને ગમે તેટલી વાર માસિક-ત્રિમાસિક સ્વિચ કરી શકાય છે પરંતુ આ કરવાં માટે મુદત નક્કી કરી આપવામાં આવી છે. કોઈ પણ ત્રિમાસિક ગાળા માટે ક્વાટર શરૂ થયા પહેલાના બે મહિના તથા ત્રિમાસ શરૂ થયા પછીના 1 મહિનાના અંત સુધી અરજી કરવી જરૂરી બને છે. ઉદાહરણ તરીકે જાન્યુઆરીથી શરૂ થતાં ત્રિમાસ માટે 1 નવેમ્બર 2020 થી અરજી કરવાની શરૂઆત કરવામાં આવી છે અને આ પસંદગી 31 જાન્યુઆરી 2021 સુધી કરી શકાય છે. આવી રીતે એપ્રિલ 2021 થી શરૂ થતાં ક્વાટર માટે 01 ફેબ્રુઆરી 2021 થી અરજી કરી શકાય છે જ્યારે છેલ્લી મુદત 30 એપ્રિલ 2021 ગણાશે.
:ખાસ નોંધ:
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.