ટેક્સ ટુડે ગ્રૂપ ડિસ્કશનનું સાસણ દક્ષ રિસોર્ટ ખાતે આયોજન
તા. 01.07.2024: ટેક્સ ટુડે ગ્રૂપ દ્વારા સાસણના દક્ષ રિસોર્ટ ખાતે ગ્રૂપ ડિસકશનનું આયોજન તારીખ 29 જૂન તથા 30 જૂનના રોજ કરવામાં આવ્યું હતું. આ ગ્રૂપ ડિસકશનમાં ગાઈડ તરીકે અમદાવાદના જાણીતા CA મોનીષ શાહ તથા પોરબંદરના જાણીતા CA દિવ્યેશ સોઢા દ્વારા સેવા આપવામાં આવી હતી. આ ગ્રૂપ ડિસકશનમાં ટેક્સ ટુડે ગ્રૂપના જુનાગઢ, જેતપુર, વેરાવળ, ઉના, પોરબંદર, વડોદરા, રાજકોટ, અમરેલી, અમદાવાદ, વાપી, થાનના ડેલીગેટ્સએ ભાગ લીધો હતો. CA, એડવોકેટ, ટેક્સ કન્સલ્ટન્ટ પરિવાર સહિત ગ્રૂપ ડીસકશનના આ કાર્યેક્રમમાં જોડાયા હતા. જી.એસ.ટી. અને ઇન્કમ ટેક્સના વિષયો ઉપર સભ્યોના પ્રશ્નો ઉપર ચર્ચા કરી ગાઈડ દ્વારા પોતાના અભિપ્રાય આપવામાં આવ્યા હતા. સાસણ ખાતે કુદરતી વાતાવરણમાં સભ્યો દ્વારા ઈન્ડિયા તથા સાઉથ આફ્રિકાના વર્ડ કપ ફાઇનલ મેચનો આનંદ પણ મોટી સ્ક્રીન ઉપર ઉઠાવવામાં આવ્યો હતો. સભ્યો વતી હરીશભાઇ સાવજિયાણી દ્વારા CA મોનીષ શાહને તથા મહેશભાઇ ભેસાનિયા દ્વારા CA દિવ્યેશ સોઢાને ટેક્સ ટુડે ગ્રૂપ વતી સ્મૃતિચિન્હ અર્પણ કરવામાં આવ્યું હતું. હોટેલ દક્ષને ભાવેશભાઈ કરીયા દ્વારા સ્મૃતિ ચિન્હ અર્પણ કરવામાં આવ્યું હતું જે દક્ષ રિસોર્ટ વતી તેના માલિક કૌશલભાઈ રાઈચૂરા દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું.
ઉલ્લેખનિય છે કે ટેક્સ ટુડે દ્વારા આ પ્રકારના ગ્રૂપ ડિસકશનનું નિયમિત રીતે આયોજન થતું હોય છે. સામાન્ય રીતે જ્યાં સેમિનારમાં કોઈ તજજ્ઞ વક્તા બોલે અને ડેલિગેટ્સ સાંભળે તેવી પદ્ધતિ હોય છે ત્યારે ગ્રૂપ ડિસકશન મોડ્યુલમાં ડેલિગેટ્સ પોતાનો અભિપ્રાય આપે અને ગાઈડ એ અંગે પોતાનો તજજ્ઞ તરીકે અભિપ્રાય આપે તેવી પદ્ધતિ દ્વારા આ ગ્રૂપ ડિસકશનનું આયોજન થતું હોય છે. માત્ર કોઈ વિષય ઉપર સાંભળવાના બદલે પોતાનો અભિપ્રાય પણ આપવા માંગતા ટેક્સ પ્રોફેશનલ્સને આ ગ્રૂપમાં જોડાવા આમંત્રણ પણ પાઠવવામાં આવે છે. આ ગ્રૂપમાં જોડાવા આપ નીચેની લિન્કનો ઉપયોગ કરી શકો છો.