સાસણ ખાતે ટેક્સ ટુડે દ્વારા થયું “ગ્રૂપ ડિશકશન” નું આયોજન

અમદાવાદના CA મોનીષ શાહ, પોરબંદરના CA દિવ્યેશ સોઢા એ આપી ગાઈડ તરીકે સેવા: સિનિયર ટેક્સ કન્સલ્ટન્ટ સમીરભાઈ જાની રહ્યા ખાસ ઉપસ્થિત:
તા. 19.08.2021: ટેક્સ ટુડે દ્વારા સમયાંતરે ગ્રૂપ ડિશકશનના સ્વરુપના સૅમિનારનું આયોજન કરવામાં આવતું હોય છે. આ સેમિનારમાં CA, એડવોકેટ, ટેક્સ કન્સલ્ટન્ટ સાથે મળી જી.એસ.ટી. અને ઇન્કમ ટેક્સ જેવા કાયદાઓ ઉપર ચર્ચા વિચારણા દ્વારા અભ્યાસ કરતાં હોય છે. આ પ્રકારના ગ્રૂપ ડીશકશનનું આયોજન માલણકા (ગીર) ખાતેની વિશાલ ગ્રીન વૂડ્સ લોડ્સ રિસોર્ટ ખાતે 07 તથા 08 ઓગસ્ટના રોજ કરવામાં આવ્યું હતું. આ ગ્રૂપ ડિશકશનમાં 28 ટેક્સ પ્રોફેશનલ્સ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. આ ગ્રૂપ ડીશકશનના ગાઈડ તરીકેની સેવા ટેક્સ ટુડે એક્સપર્ટ CA મોનીષ શાહ તથા CA દિવ્યેશ સોઢા દ્વારા આપવામાં આવી હતી. જી.એસ.ટી. કાયદા તથા નિયમો હેઠળની ઓડિટ, સ્પેશિયલ ઓડિટ, શો કોઝ નોટિસ, ઇ વે બિલ સહિતના વિષયો ઉપર આ ગ્રૂપ ડીશકશનમાં અભ્યાસ કરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જુનાગઢના જાણીતા ટેક્સ કન્સલ્ટન્ટ અને ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટના ભુતપૂર્વ પ્રમુખ સમીરભાઈ જાની આ સેમિનારમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ડેલીગેટ્સને પોતાના ટેક્સ પ્રોફેશન અંગેના અનુભવ વિષે વાત કરી હતી. તેઓ દ્વારા ખાસ જણાવવામાં આવ્યું હતું કે ટેક્સ પ્રોફેશનનું ભવિષ્ય ખૂબ ઉજળું છે અને કોઈ પણ પ્રોફેશનલ મહેનત કરે તો આ ક્ષેત્રે ખૂબ સારી પ્રગતિ કરી શકે છે. આ પ્રસંગે સમીરભાઈ જાનીના ટેક્સ પ્રોફેશન માટેની વિશિષ્ટ પ્રદાન બદલ તેમને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ ઉપરાત તેઓના પત્ની અને જાણીતા સમાજસેવિકા કેતકીબેન સમીરભાઈ જાનીને પણ તેઓની સમાજ સેવા બદલ સન્માનીત કરવામાં આવ્યા હતા. આ ગ્રૂપ ડીશકશનમાં અમદાવાદ, વડોદરા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, રાજકોટ, જેતપુર, વેરાવળ, ઉનાના ટેક્સ પ્રોફેશનલ્સએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા જુનાગઢના એડવોકેટ પ્રતિક મિશ્રાણી તથા એડવોકેટ દર્શન તન્ના તથા ટેક્સ ટુડેના ટેકનિકલ હેડ રોનક પલાણ દ્વારા ખાસ જહેમત ઉઠાવવામાં આવી હતી. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.