ટેક્સ અપીલ ફાઇલ કરવામાં થતાં વિલંબ અંગે સરકારને સુપ્રીમ કોર્ટની મહત્વની ટકોર

Spread the love
Reading Time: 2 minutes

1200 દિવસના મોડી ફાઇલ થયેલ આપીલ સાંભળતી વખતે સુપ્રીમ કોર્ટ સરકારથી ખફા!!

તા. 20.08.2021: સુપ્રીમ કોર્ટ દ્વારા ટેક્સ અપીલ મોડી દાખલ કરવા અંગે સરકારની આકરી ઝાટકણી કાઢી છે. જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ તથા જસ્ટિસ એમ. આર. શાહની ખંડપીઠ દ્વારા આ અંગે સરકારને જ્યુડિશ્યરીમાં  “કેસ ઇન્ફોર્મેશન સિસ્ટમ” જેવી યોગ્ય પદ્ધતિ દાખલ કરવા ખાસ આગ્રહ કરવામાં આવ્યો છે. જી.એસ.ટી. જેવા કાયદા લાગુ થયા બાદ હવે આ પ્રકારે કેસ મોનિટરિંગ સિસ્ટમ બનાવવી વધુ સરળ થઈ શકે તેવી સંભાવના પણ સુપ્રીમ કોર્ટ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની વિશેષ ખંડપીઠ દ્વારા ખાસ ટકોર કરવામાં આવી છે કે 500 થી માંડીને 700 દિવસ સુધી જ્યારે આ પ્રકારે ટેક્સ અપીલ કરવામાં વિલંબ કરવામાં આવે છે ત્યારે ક્યારેક સરકાર તરફે સારા હોય તેવા કેસમાં પણ સરકારને પછડાટ મળતી હોય છે. જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ દ્વારા યાદ કરવવામાં આવ્યું હતું કે સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા અનેક વાર આ અંગે ટકોર કરવામાં આવી છે છતાં આ બાબતે સંતોષકારક કામગીરી થઈ હોય તેવું જણાતું નથી. જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા આ પ્રકારે મોડી દાખલ થયેલ અપીલ સ્વીકારવા ઇન્કાર કરવામાં આવે છે ત્યારે અધિકારીઓ એવો બચાવ કરવામાં આવે છે કે તેઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી પરંતુ તેનો કોર્ટ દ્વારા “ડીલે કોંડોન” કરવામાં આવ્યો ન હતો. આ અંગે કોર્ટમાં સરકાર વતી વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા એક કમિટીનું ગઠન આ સોમવાર સુધીમાં કરી આપવામાં આવશે જે આ પ્રકારની સિસ્ટમ ઊભી કરવા સૂચનો કરશે. CCE & ST વિરુદ્ધ બિલ ફાઇનડરનીઓ સ્ટ્રક્ટો કન્સ્ટ્રકશન લી ના કેસમાં સર્વોચ્ચ અદાલત દ્વારા આ ટિપ્પણી કરવામાં આવી હતી. નિષ્ણાંતો માને છે કે આ પ્રકારે મોડી આપીલ દાખલ કરવાની મુશ્કેલીઓ સુપ્રીમ કોર્ટથી માંડી હાઇકોર્ટ તથા ટ્રાઇબ્યુનલમાં પણ રહેલી છે. અપીલ મોડી દાખલ કરવાના કારણે સરકારને તો હાનિ થતી જ હોય છે સાથે સાથે કરદાતાઓના માથે પણ લાંબા સમય સુધી આ પ્રકારે તલવાર લટકતી રહેતી હોય છે. સરકાર દ્વારા નીમવામાં આવે તે કમિટી જલ્દી આ અંગે કોઈ પદ્ધતિ ઊભી કરે તેવી આશા સેવાઇ રહી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

 

error: Content is protected !!