ફરી થઈ શકે છે આવા કેસોની મેન્યુલ સ્કૃટીની!!!

Spread the love
Reading Time: < 1 minute

ફેસલેસ સ્ક્રૂટીનીમાં ચલાવવા મુશ્કેલ હોય તેવા તમામ કેસોની યાદી એસેસમેન્ટ યુનિટ પાસેથી મંગવતી CBDT. ફેસલેસ એસેસમેન્ટના સ્થાને મેન્યૂલ એસેસમેન્ટ કરી શકાય તે માટે જરૂરી છે CBDT ની પરવાનગી

તા. 21.08.2021: ઇન્કમ ટેક્સ હેઠળ હાલ તમામ સ્કૃટીની (ચકાસણી) ફેસલેસ એટલેકે ઓનલાઈન કરવામાં આવે છે. ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ ખાસ સંજોગોમાં કેસો ફેસલેસ એસેસમેન્ટ માંથી તબદીલ કરી મેન્યુલ એસેસમેન્ટ માટે મોકલી શકાય છે. આ પ્રકારે ફેસલેસ પ્રક્રિયાથી મેન્યુલ પ્રક્રિયામાં તબદીલ કરવાની સત્તાનો સામાન્ય સંજોગોમાં ઉપયોગ ના થાય તે હેતુથી આ પ્રકારની તબદીલી માત્ર સેન્ટરલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સ (CBDT) ની એપૃવલ બાદ જ કરી શકાય છે. મળતી માહિતી પ્રમાણે નેશનલ ફેસલેસ એસેસમેંટ સેન્ટર દિલ્હી દ્વારા તમામ રિજિનલ એસેસમેન્ટ યુનિટના કમિશ્નરને એવા કેસોની યાદી સોંપવા જણાવાયું છે જેની આકારણી ફેસલેસ પદ્ધતિથી કરવી મુશ્કેલ છે. આવા કેસોમાં નીચેના કેસોને સમાવવા આ યાદીમાં જણાવવામાં આવ્યું છે.

  1. એવા કેસો જ્યાં કરદાતા હયાત ના હોય અને આ કેસમાં તેમના વારસદારને જોડવાના થતાં હોય.
  2. મર્જર, અમાલગમેશન, રીસ્ટ્રકચર થયેલ કંપનીના કેસો જ્યાં કંપનીનું હસ્તાંતર/રિસ્ટરક્ચરિંગ કરવામાં આવ્યું હોય.
  3. જે કંપનીના કેસો NCLT/ROC દ્વારા ખાસ નિર્દિષ્ટ વિધિ પાલન કરીને જે ચલાવવાના થતાં હોય.
  4. એવા કેસો જ્યાં PAN ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર રજિસ્ટર્ડ ના હોય અથવા તો કરદાતાનું ઇ મેઈલ ડિપાર્ટમેંટ પાસે ના હોય.
  5. એવા કેસો જેની સિસ્ટમ ઉપર કોઈ ખાસ કારણસર વિધિ કરવી શક્ય ના હોય,
  6. એવા કેસો જ્યાં ડુપ્લિકેટ PAN ના પ્રશ્નો હોય.

ઉપરોક્ત કિસ્સામાં પડતાં કેસોની વિગતો મોકલવા તમામ રિજનલ ફેસલેસ એસેસમેન્ટ યુનિટને તાકીદ કરવામાં આવી હતી. આ પ્રકારના કેસોની વિગતો આવતા આવા દરેક કેસોની પરવાનગી (એપરુવલ) CBDT પાસેથી લઈ આવા કેસો મેન્યુલ સ્કૃટીની માટે ફાળવવામાં આવશે તેવા સમાચારો મળી રહ્યા છે. આ પદ્ધતિએ સરકારનો એક અતિ મહત્વકાંક્ષી પ્રોજેકટ માનવમાં આવી રહ્યો છે. નવી પદ્ધતિને કરદાતાઓ તથા અધિકારીઓ કેવી રીતે સ્વીકારે છે અને સરકારી મહત્વકાંક્ષા કેટલી હદે ફળીભૂત થાય છે તે તો આવનારો સમય જ કહી શકશે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે. 

 

error: Content is protected !!
18108