સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 01st November 2021

Spread the love
Reading Time: 4 minutes

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


જી.એસ.ટી

  1. અમારા અસિલે માલની ખરીદી એપ્રિલ 2021 માં કરેલ છે. વેચનારે એપ્રિલ 2021 ના મહિના વ્યવહારો સપ્ટેમ્બર 2021 માં દર્શાવેલ છે. આ કિસ્સામાં અમારા ખરીદનારને 2B માં એપ્રિલ મહિનામાં બતાવશે કે સપ્ટેમ્બર માહિનામાં?                 શાહિદભાઈ, એકાઉન્ટન્ટ, પાલનપુર  

જવાબ: એપ્રિલ 2021ની ખરીદી જો વેચનાર દ્વારા સપ્ટેમ્બર 2021 ના GSTR 1 માં દર્શાવવામાં આવે તો તે સપ્ટેમ્બર 2021 ના GSTR 2B માં દર્શાવશે તેવો અમારો મત છે.

 

      2.અમારા અસીલ કંપોઝીશનની પરવાનગી ધરાવતા વેપારી છે. તેઓ એક પ્રોવિઝન સ્ટોર ધરાવે છે. આ ધંધા સાથે તેઓની સુમુલ દૂધની એજન્સી              પણ છે. દૂધ એ કરમુક્ત છે. અમારો પ્રશ્ન એ છે કે આ દૂધના વેચાણની રકમ CMP 08 માં દર્શાવવાની રહે? GSTR 4 માં આ રકમ ક્યાં                            દર્શાવવાની રહે?                                                                                                                                       ધર્મેશ એ ગાંધી, એડવોકેટ

જવાબ: કંપોઝીશનની પરવાનગી ધરાવતા કરદાતાએ કરમુક્ત વસ્તુનું વેચાણ CMP 08 માં ટેબલ 3 ભાગ 1 માં દર્શાવવાનું રહે. GSTR 4 ટેબલ 5 માં સિરિયલ 1 માં દર્શાવવાની રહે તેવો અમારો મત છે.

 

  1. અમારા અસીલ શિપિંગ વ્યવસાય સાથે જોડાયેલા છે. તેઓ બાર્જ ભાડેથી મેળવી ભાડે આપવાનો ધંધો કરે છે. આ બાર્જ જૂના હોય તેને સતત રિપેરિંગની જરૂર પડે છે. આ રિપેરિંગમાં આર્યન બાર, પાઇપ, કલર, એલ્યુમીનીયમ જેવી વસ્તુ ખરીદવાની થતી હોય છે. શું આ માલ ખરીદીની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તેઓને મળે?                                                                                                                 વિજય કોરડીયા, એડવોકેટ, ભુજ

જવાબ: હા, તમારા અસીલને આ માલ ખરીદીની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે તેવો અમારો મત છે.

  1. અમારા અસીલ મિલ્ક ડિસ્ટ્રીબ્યુશનની એજન્સીના ધંધા સાથે સંકળાયેલ છે. તેઓનું મિલ્કનું ટર્નઓવર 2 કરોડ જેવુ થતું હોય છે. આ મિલ્ક ડિસ્ટ્રીબ્યુશનમાં તેઓને 7 લાખ જેવુ કમિશન મળે છે. આ કિસ્સામાં શું તેઓ જી.એસ.ટી. નંબર મેળવવા જવાબદાર બને?                                                                                                                                  CA ઇરફાન કડીવાર, રાજકોટ

જવાબ: આ માટે તમારા અસીલ તથા કંપની વચ્ચેનો એગ્રીમેન્ટ જોવો જરૂરી છે. જો ડિસ્ટ્રિબ્યુટર એગ્રીમેન્ટ હોય અને સાથે કમિશન ઇન્કમ હોય જી.એસ.ટી. કાયદાની કલમ 24(vii) હેઠળ ફરજિયાત નંબર લેવા જવાબદાર બને તેવો અમારો મત છે.   

 

  1. હાલ જે સર્વિસ ટેક્સ આકારણી અંગે નોટિસો આપવામાં આવી રહી છે. આ નોટિસો પાંચ વર્ષ પછી આપવામાં આવી હોય શું આ નોટિસ “લીગલી વેલીડ” ગણાય?                                                                   પિયુષ લીંબાણી, ટેક્સ કન્સલ્ટન્ટ કચ્છ

જવાબ: આ પ્રકારે નોટિસ “લીગલી વેલીડ” છે કે નહીં તે માટે જે તે કેસના તથ્યો જાણવા જરૂરી છે. અમુક સંજોગોમાં આ નોટિસ “લીગલી નોન વેલીડ” બનતી હોય છે. આ માટે દરેક કેસ પ્રમાણે તથ્યો જોવા જરૂરી છે. આ માટે કેસની વિગતો મોકલી અમારી સલાહ લઈ શકો છો.

 

  1. અમારી કંપની એક્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલ છે. અમો આ કામ માટે ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં હોટેલમાં રોકાણ કરવાનું થતું હોય છે. આ અન્ય રાજ્યોમાં હોટેલમાં રોકવા ઉપર જે જી.એસ.ટી. લાગુ થાય તેની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ અમોને મળે?         જિગ્નેશ તૈલી, વેપારી, ઉના

જવાબ: ના, હોટેલના કિસ્સામાં હોટેલ બિલ્ડીંગ જે સ્થળ પર હોય તે રાજ્ય “પ્લેસ ઓફ સપ્લાય” ગણાય. હોટેલ દ્વારા તેના બિલ ઉપર જે તે રાજ્યનો CGST+SGST જ લાગુ પડે. આમ, તે રાજ્ય સિવાયના નોંધાયેલ કરદાતાઓને અન્ય રાજ્યની હોટેલમાં લતા CGST+SGST ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે નહીં તેવો અમારો મત છે. 

 

ઇન્કમ ટેક્સ

  1. અમારા અસીલ મિલ્ક ડિસ્ટ્રીબ્યુશનની એજન્સીના ધંધા સાથે સંકળાયેલ છે. તેઓનું મિલ્કનું ટર્નઓવર 2 કરોડ જેવુ થતું હોય છે. આ મિલ્ક ડિસ્ટ્રીબ્યુશનમાં તેઓને 7 લાખ જેવુ કમિશન મળે છે. આ કિસ્સામાં ઇન્કમ ટેક્સ હેઠળ માત્ર કમિશન આવક દર્શાવી ઇન્કમ ટેક્સ રિટર્ન ભરી શકાય કે કુલ ટર્નઓવર દર્શાવી ઓડિટ કરવી રિટર્ન ભરવું જરૂરી છે?                                                                                                                                                                         CA ઇરફાન કડીવાર, રાજકોટ

જવાબ: આ બાબતે કંપની તથા તમારા અસીલ વચ્ચેનો કરાર ધ્યાને લેવો જરૂરી છે. જો બન્ને વચ્ચે “એજન્સી એગ્રીમેન્ટ” થયેલ હોય તો માત્ર કમિશન ઇન્કમ દર્શાવવાની રહે જ્યારે “ડિસ્ટ્રીબ્યુટર એગ્રીમેન્ટ” હોય તો કુલ ટર્નઓવર દરશવવાનું રહે તેવો અમારો મત છે. માત્ર કમિશન આવક દર્શાવવામાં આવેલ હોય તેવા કિસ્સામાં બેન્કની જમા રકમ અને ગ્રોસ રિસીપ્ટ બાબતે તફાવતની નોટિસ આવવાની શક્યતા રહેલી હોય છે.    

 

ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોસોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!